Team India celebration : ફ્લાઇટમાં ભારતીય ખેલાડીઓની ઉજવણી, ભાવુક જોવા મળ્યા ખેલાડીઓ, જુઓ વીડિયો

રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમે દેશને બીજો ટી20 વર્લ્ડકપ જીતાડ્યો છે. ત્યારથી ટીમ બાર્બાડોસમાં ફસાઈ હતી. બુધવારના રોજ ભારતીય ટીમ બાર્બાડોસથી વતન પરત થવા રવાના થઈ હતી. તે દરમિયાન ફ્લાઈટમાં ભારતીય ટીમના ખેલાડીઓ ઉજવણી કરતા પણ જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Team India celebration : ફ્લાઇટમાં ભારતીય ખેલાડીઓની ઉજવણી, ભાવુક જોવા મળ્યા ખેલાડીઓ, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Jul 04, 2024 | 10:11 AM

ટી20 વર્લ્ડકપ જીત્યાબાદ ભારતીય ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. દિલ્હીમાં ભારતીય ખેલાડીઓનું ચાહકોએ ભવ્ય સ્વાગત કર્યું હતુ, આજે ભારતીય ખેલાડીઓ પીએમ મોદી સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ ભારતીય ટીમ મુંબઈ રવાના થશે. જ્યાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બીસીસીઆઈ તમામ ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવશે. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો.

વીડિયોમાં રોહિત અને પંતની મસ્તી જોવા મળી

જેમાં તમામ ખેલાડીઓ ફ્લાઈટની અંદર મસ્તી કરતા જોવા મળ્યા હતા. વીડિયોમાં રોહિત અને પંતની મસ્તી પણ જોવા મળી હતી. વિરાટ કોહલી ઈમોશનલ જોવા મળ્યો હતો. ચાહકોએ આ વીડિયો પર કોમેન્ટનો વરસાદ કર્યો છે. આ વીડિયોમાં તમામ ખેલાડીઓનું રિએક્શન જોવા મળી રહ્યું છે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

ટીમ ઈન્ડિયા વહેલી સવારે દિલ્હી પહોંચી

તમને જણાવી દઈએ કે, રોહિત શર્માની આગેવાની વાળી ભારતીય ટીમ શનિવારના રોજ આઈસીસી ટ્રોફી માટે 11 વર્ષની રાહને અંત લાવી દેશને બીજો ટી20 વર્લ્ડકપ જીતાડ્યો હતો. એર ઈન્ડિયાનું વિશેષ ચાર્ટર ફ્લાઈટ AIC24WC એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડકપ બુધવારના રોજ બારબાડોસથી રવાના થઈ હતી. 16 કલાકની મુસાફરી બાદ ટીમ ઈન્ડિયા ગુરુવારના વહેલી સવારે દિલ્હી પહોંચી છે.

આજનું ભારતીય ટીમનું શેડ્યૂલ

  • સવારે 6.20 વાગ્યે નવી દિલ્હી પહોંચી
  • સવારે 11 વાગે પીએમ નરેન્દ્ર મોદીને મળશે.
  • સાંજે 4 વાગ્યે મુંબઈ પહોંચશે.
  • ખુલ્લી બસમાં પરેડ સાંજે 5 થી 7 સુધી ચાલશે.
  • સાંજે 7.30 વાગ્યા સુધી વાનખેડેમાં સન્માન કાર્યક્રમ યોજાશે
  • આ કાર્યક્રમમાં ટીમને 125 કરોડ રૂપિયા મળશે.
  • આ પછી ખેલાડીઓ પોતપોતાની હોટેલો માટે રવાના થશે.

આજનો દિવસ ભારતીય ટીમ અને ચાહકો માટે ખુબ જ ખાસ હશે કારણ કે, 17 વર્ષ બાદ ભારતીય ખેલાડીઓ ફરી એકવાર ‘ઓપન બસ પરેડ’માં ભાગ લેશે. એટલે કે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ ખુલ્લી બસમાં વર્લ્ડ કપ ટ્રોફી સાથે હાજર રહેશે અને મરીન ડ્રાઈવ પર ચાહકો વચ્ચે પરેડ થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">