T20 World Cup : ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર નોંધાઈ હેટ્રિક

ફ્લોરિડામાં વરસાદના કારણે ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ ધોવાઈ ગઈ. લોડરહિલ ખાતેનું મેદાન ભીનું હતું અને તેના કારણે ટોસ પણ થઈ શક્યો ન હતો. ટીમ ઈન્ડિયા ગ્રુપ Aમાં ટોચ પર રહી છે અને હવે તેનો સામનો 20 જૂને સુપર 8માં અફઘાનિસ્તાન સામે થશે. જોકે આ મેચ વરસાદના કારણે રદ્દ થવાની સાથે એક અજીબ હેટ્રીક નોંધાઈ હતી.

T20 World Cup : ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર નોંધાઈ હેટ્રિક
Florida
Follow Us:
| Updated on: Jun 15, 2024 | 10:07 PM

આખરે ફ્લોરિડાના લોડરહિલ સ્ટેડિયમમાં જે ડર હતો તે બન્યું. ભારત અને કેનેડા વચ્ચેની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. લોડરહિલમાં ભારત-કેનેડા મેચ રદ્દ કરવામાં આવી હતી અને તેનું મુખ્ય કારણ મેદાન ભીનું હતું. ફ્લોરિડામાં મેચ પહેલા મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને તેના કારણે મેદાન ભીનું રહ્યું હતું. મેદાનને સૂકવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ ગ્રાઉન્ડ સ્ટાફ નિષ્ફળ ગયો. ભારત અને કેનેડા વચ્ચેની મેચ રદ્દ થવાની સાથે જ લોડરહિલ મેદાન પર એક અનિચ્છનીય હેટ્રિક પણ નોંધાઈ હતી.

મેચ રદ્દ થવાની હેટ્રિક

લોડરહિલમાં માત્ર ભારત અને કેનેડા વચ્ચેની મેચ જ રદ્દ નથી થઈ. આ પહેલા પણ અહીં વધુ બે મેચ રદ્દ કરવામાં આવી હતી. 11મી જૂને શ્રીલંકા અને નેપાળ વચ્ચેની મેચ ટોસ વિના રદ્દ કરવી પડી હતી. એ બાદ 14 જૂને અમેરિકા અને આયર્લેન્ડ વચ્ચેની મેચમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. આ મેચ રદ્દ થતાં પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું હતું. જો આ મેચ થઈ હોત અને આયર્લેન્ડ મેચ જીતી ગયું હોત તો પાકિસ્તાનને સુપર 8માં પહોંચવાની આશા હતી પરંતુ વરસાદે તેમની આશા પર પાણી ફેરવ્યું હતું. આ રીતે, લોડરહિલમાં સતત ત્રણ મેચો રદ્દ કરવામાં આવી છે. હવે પાકિસ્તાન અને આયર્લેન્ડ 16 જૂને આ જ મેદાન પર રમવાના છે અને હવામાનને જોતા લાગે છે કે આ મેચ પણ રદ્દ થઈ જશે.

દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !

સ્ટેડિયમમાં ડ્રેનેજની સુવિધા ખૂબ જ ખરાબ

ફ્લોરિડામાં ભારે વરસાદ પડ્યો પરંતુ એ પણ સાચું છે કે લોડરહિલના સ્ટેડિયમમાં ડ્રેનેજની સુવિધા ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં આખા મેદાનને ઢાંકઈ શકાઈ એવું કવર જ નથી. ICC અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવા માંગે છે, પરંતુ જો અમેરિકાના મેદાનોની હાલત આવી જ રહેશે તો અહીં ક્રિકેટને પ્રોત્સાહન મળે તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.

સુપર-8માં ટીમ ઈન્ડિયા

ભારતીય ટીમ હવે સુપર-8માં પોતાની પ્રથમ મેચ 20મી જૂને અફઘાનિસ્તાન સામે રમવાની છે. ભારત સુપર-8ની બીજી મેચ 22 જૂને રમશે. આ મેચ કોની સમી રમાશે એ હજુ નક્કી થયું. જ્યારે સુપર-8માં ભારતની ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ 24મી જૂને રમાશે.

આ પણ વાંચો : T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડી શુભમન ગિલ કેમ આવી રહ્યો છે ભારત? મળી ગયો સાચો જવાબ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
g clip-path="url(#clip0_868_265)">