ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ બેટિંગ કોચ સંજય બાંગરના પુત્રએ ઈંગ્લેન્ડમાં લિંગ પરિવર્તન કરાવ્યું. તે છોકરામાંથી છોકરીમાં રૂપાંતરિત થયો. લિંગ બદલવાની સાથે તેણીએ પોતાનું નામ પણ બદલ્યું. પહેલા તે આર્યન બાંગર હતો, પણ હવે તે અનન્યા બાંગર તરીકે ઓળખાય છે. અનન્યા બાંગર પોતાનું લિંગ બદલ્યા પછી પહેલીવાર ભારત પહોંચી. અને, અહીં આવતાની સાથે જ તેણે પોતાનો લુક બદલી નાખ્યો. તેણે પોતાના વાળને એક નવી સ્ટાઈલ આપી અને પોતાના વાંકડિયા વાળને સ્ટ્રેટ કરાવ્યા.
ભારત પહોંચ્યા પછી, અનન્યા બાંગર સીધી મુંબઈના એક સલૂનમાં ગઈ, જ્યાં તેણે પોતાનો નવો મેકઅપ કરાવ્યો. જ્યારે તે ભારત પહોંચી ત્યારે એરપોર્ટ પરથી સામે આવેલા વીડિયોમાં તેની હેર સ્ટાઈલ વાંકડિયા દેખાતી હતી. પરંતુ ભારત પહોંચ્યા પછી તેણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં, અનન્યા બાંગર તેના વાળ સીધા કરાવતી જોવા મળે છે.
અનન્યા બાંગર ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં રહે છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પર તેની લિંગ પરિવર્તન જર્નીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો. તેણીએ હોર્મોનલ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી છે.
અનન્યા બાંગર પણ તેના પિતાની જેમ ક્રિકેટર રહી છે અને ઈંગ્લેન્ડમાં ઘણી સ્થાનિક અને કાઉન્ટી ક્લબ માટે રમી છે. તેણી ભારતમાં યશસ્વી જયસ્વાલ સાથે ક્રિકેટ પણ રમી ચૂકી છે. તે યશસ્વી સાથે મુંબઈ માટે અંડર-16 ક્રિકેટ રરમી હતી. તેણે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ભારત આગમનની માહિતી શેર કરી હતી. તેણીએ લખ્યું હતું કે તે ઘણા સમય પછી ભારત આવવાની છે. અને હવે એ દિવસ આવી ગયો છે જ્યારે અનાયા ભારતમાં છે.
આ પણ વાંચો: IPL 2025 : કાવ્યા મારનને તેના ‘દુશ્મન’ સાથે થઈ ગયો પ્રેમ, જાણો કોણ છે તેનો બોયફ્રેન્ડ ?