ટીમ ઈન્ડિયાની સૌથી મોટી મૂંઝવણ થઈ સમાપ્ત, રિષભ પંત T20 વર્લ્ડ કપમાં બન્યો ‘પ્રથમ પસંદ’

|

Apr 25, 2024 | 7:37 PM

લગભગ એક મહિના પહેલા, ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે રિષભ પંત આટલી જલદી સાબિત કરશે કે તે T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની પ્રથમ પસંદગી હશે, પરંતુ પંતે માત્ર 9 મેચમાં આ સાબિત કરી દીધું. પંતે આ 9 મેચોમાં 300થી વધુ રન બનાવ્યા અને શાનદાર વિકેટકીપિંગ કરી બેટ્સમેન અને વિકેટ કીપર બંને રોલમાં પોતાને ફિટ અને હીટ સાબિત કર્યો છે.

ટીમ ઈન્ડિયાની સૌથી મોટી મૂંઝવણ થઈ સમાપ્ત, રિષભ પંત T20 વર્લ્ડ કપમાં બન્યો પ્રથમ પસંદ
Rishabh Pant

Follow us on

હવે માત્ર 4-5 દિવસની વાર છે અને ત્યારબાદ T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવશે. ત્યારે સમગ્ર ચર્ચા એ છે કે કયા ખેલાડીની પસંદગી થશે. આ ચર્ચા પહેલા એક વાતની પુષ્ટિ થઈ છે અને દરેક પ્રકારની શંકા હવે દૂર થઈ ગઈ છે, તે છે મુખ્ય વિકેટકીપરની જગ્યા. IPL 2024ની શરૂઆત પહેલા અને દરમિયાન ઘણા નામોની ચર્ચા થઈ હતી, પરંતુ હવે એ વાત નિશ્ચિત છે કે રિષભ પંત પાસેથી આ સ્થાન કોઈ છીનવી નહીં શકે. પંતે ગુજરાત ટાઈટન્સ સામેના પ્રદર્શનથી આ વાતની પુષ્ટિ કરી છે.

ગંભીર અકસ્માત બાદ દોઢ વર્ષ ક્રિકેટ દૂર રહ્યો પંત

IPL 22 માર્ચથી શરૂ થઈ તે પહેલા, ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે લગભગ એક મહિના પછી, રિષભ પંત મેદાન પર એટલી તાકાત બતાવશે કે તે T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાના નંબર 1 વિકેટકીપરની પસંદગી બની જશે. ડિસેમ્બર 2022માં એક ભયાનક અકસ્માતનો ભોગ બનેલો રિષભ પંત લગભગ એક વર્ષ અને ત્રણ મહિના સુધી ક્રિકેટ એક્શનથી દૂર હતો. દરેકનો સવાલ હતો કે શું પંત IPL સુધી ફિટ થશે? જો એમ થાય તો, શું તે બેટિંગ અને કીપિંગ બંને કરી શકશે? જો તે આમ કરી શકશે તો શું તે એટલી તાકાત બતાવી શકશે કે તે T20 વર્લ્ડ કપ માટે દાવો કરી શકશે?

રિષભ પંતે 9 મેચમાં પોતાને સાબિત કર્યો

દિલ્હી કેપિટલ્સે અત્યાર સુધી 9 મેચ રમી છે અને જો કોઈએ આ 9 મેચોમાં દિલ્હી માટે સૌથી મજબૂત પ્રદર્શન આપ્યું હોય તો તે કેપ્ટન રિષભ પંત છે. આ 9 મેચોમાં ધીમી શરૂઆત બાદ પંતે ઉપરોક્ત દરેક સવાલના જવાબ આપ્યા છે. ગુજરાત ટાઈટન્સ સામે પંતે માત્ર 43 બોલમાં અણનમ 88 રનની શાનદાર ઈનિંગ રમી. એટલું જ નહીં, પરંતુ તેણે જે રીતે રન બનાવ્યા અને મેચને ફિનિશિંગ ટચ આપ્યો તે સૌથી મહત્વપૂર્ણ હતું.

Alien Temple : ભારતમાં અહીં બન્યું છે એલિયનનું મંદિર ! ભગવાનની જેમ રોજ થાય છે પૂજા
આ દેશોમાં Work Visa વગર પણ મળી જશે મોટા પગારવાળી નોકરી ! આ જાણી લેજો
દરરોજ ચહેરા પર વિટામિન E કેપ્સ્યુલ્સ અને એલોવેરા જેલ લગાવશો તો શું થશે?
ઓફ સિઝનમાં AC ખરીદવું જોઈએ કે નહીં? જાણો ફાયદો થાય છે કે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની

પંતની કીપિંગમાં ઝડપ જોવા મળી

પંતની તરફેણમાં બીજું સૌથી મહત્ત્વનું પાસું તેની વિકેટકીપિંગ છે, જેના વિશે સૌથી વધુ શંકા હતી. અકસ્માતમાં પંતના ઘૂંટણમાં સૌથી વધુ ઈજા થઈ હતી. આવી સ્થિતિમાં, તેના માટે આ સૌથી મુશ્કેલ કાર્ય હતું પરંતુ પંતે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી જબરદસ્ત કીપિંગ કર્યું છે. પંતે ગુજરાત સામે બે શાનદાર કેચ પકડ્યા હતા. આ પહેલા પણ કેટલીક મેચોમાં તેની કીપિંગમાં આ જ ઝડપ જોવા મળી હતી, જેણે કીપિંગ મામલે દરેક પ્રકારની શંકા દૂર દીધી છે.

IPL 2024માં 161ની સ્ટ્રાઈક રેટથી ફટકાર્યા રન

આ 25 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેનની સૌથી મહત્વની વાત કેટલાક આંકડાઓ પરથી સમજી શકાય છે, જે દર્શાવે છે કે પંત શાનદાર ફોર્મમાં છે. IPL 2024 પહેલા, છેલ્લી 3 સિઝન પંત માટે બહુ સારી ન હતી. 2020માં તેણે 14 મેચમાં 113ના સ્ટ્રાઈક રેટથી 343 રન બનાવ્યા હતા. ત્યારબાદ 2021માં તેણે 419 રન બનાવ્યા અને 2022માં તેણે 151ના સ્ટ્રાઈક રેટથી 340 રન બનાવ્યા. હવે તેની વર્તમાન સિઝન સાથે સરખામણી કરો. પંતે અત્યાર સુધી 9 મેચમાં 342 રન બનાવ્યા છે, જે 2022ની સિઝનની 14 મેચોથી વધુ છે. તેનો સ્ટ્રાઈક રેટ 161 છે, જે છેલ્લી 3 સિઝનમાં સૌથી વધુ છે.

આ પણ વાંચો : IPL 2024: ‘તેના પર ખતરો તોળાઈ રહ્યો છે’…અક્ષર પટેલને શેનો ડર સતાવી રહ્યો છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:58 pm, Thu, 25 April 24

Next Article