Ravindra Jadeja vs Father Controversy: ‘મારી પત્નીને બદનામ કરશો નહીં’…રવીન્દ્ર જાડેજા પિતાના આરોપોથી નારાજ

|

Feb 09, 2024 | 3:37 PM

રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ એક ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીય ઓલરાઉન્ડર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બંને વચ્ચેના સંબંધો ખરાબ છે અને તેઓ લાંબા સમયથી અલગ રહે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રવીન્દ્રના તેની પત્ની રીવાબા સાથેના લગ્ન પછી જ અમારા સંબંધોમાં તિરાડ શરૂ થઈ હતી.

Ravindra Jadeja vs Father Controversy: મારી પત્નીને બદનામ કરશો નહીં...રવીન્દ્ર જાડેજા પિતાના આરોપોથી નારાજ
Ravindra jadeja

Follow us on

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા એક મોટા વિવાદમાં ફસાયો છે. જાડેજાના પિતાએ એક ઈન્ટરવ્યુમાં પુત્ર અને પુત્રવધૂ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભારતીય ક્રિકેટરના પિતાએ આરોપ લગાવ્યો છે કે બંને વચ્ચે કોઈ વાત થઈ નથી અને તેઓ લાંબા સમયથી અલગ રહે છે. એટલું જ નહીં પિતાએ રવીન્દ્ર જાડેજાની પત્ની રીવાબા પર પણ આક્ષેપો કર્યા છે. હવે રવીન્દ્ર જાડેજાએ આ મામલે પોતાનું મૌન તોડ્યું છે અને નિવેદન જાહેર કરીને આ આરોપોને ખોટા અને એકતરફી ગણાવ્યા છે.

નિવેદન જાહેર કરી આરોપોને એકતરફી ગણાવ્યા

રવીન્દ્રના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ એક ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં તેમના પુત્ર અને પુત્રવધૂ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે 2016માં રિવાબા સાથેના લગ્ન બાદ તેમનો પુત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. તેણે રવીન્દ્રની પત્ની રીવાબા પર આરોપ લગાવ્યો કે લગ્નના 2-3 મહિના પછી તેણે તેના પર તમામ મિલકત તેના નામે ટ્રાન્સફર કરવા દબાણ કરવાનું શરૂ કર્યું. તેણે એમ પણ કહ્યું કે રવીન્દ્ર અને તેની પત્ની પરિવારથી અલગ રહે છે અને તેમની સાથે વાત પણ કરતા નથી.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

આક્ષેપોથી નારાજ જાડેજા

આ ઈન્ટરવ્યુ સામે આવ્યા બાદથી જ હોબાળો મચી ગયો છે અને હવે જાડેજાએ આ મામલે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. પિતાના આક્ષેપોથી નારાજ રવીન્દ્ર જાડેજાએ ગુજરાતીમાં પોતાનું નિવેદન જાહેર કરીને ઈન્ટરવ્યુને ‘સ્ક્રીપ્ટેડ’ ગણાવ્યો હતો અને તેને અવગણવાની અપીલ કરી હતી. પોતાના નિવેદનમાં જાડેજાએ લખ્યું છે કે અખબારમાં તાજેતરનો લેખ વાહિયાત અને ખોટો છે અને સંપૂર્ણપણે એકતરફી છે. ભારતીય ઓલરાઉન્ડરે આગળ લખ્યું કે તેમાં જે વાતો કહેવામાં આવી છે તે યોગ્ય નથી અને તે તેની સાથે સહમત નથી.

પત્નીને બદનામ કરવાનો પ્રયાસ

જાડેજા રિવાબા પરના આરોપોથી વધુ નારાજ દેખાયો અને કહ્યું કે આ તેની પત્નીની છબીને કલંકિત કરવાનો પ્રયાસ છે, જેની તે નિંદા કરે છે. આ પછી જાડેજાએ ચેતવણી આપી હતી કે તે પણ જાહેરમાં ઘણું કહી શકે છે પરંતુ તે આવું કરવાનું ટાળશે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા સામે પથ્થરમારો, ફાઈનલમાં હાર બાદ બાંગ્લાદેશમાં હંગામો, પરિણામ બદલવું પડ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article