PSL 2023: પાકિસ્તાને ‘મજબૂરી’ થી બદલવી પડી ફાઈનલની તારીખ, PCB એ ‘ગજબ’ કારણ દર્શાવ્યુ
પાકિસ્તાનમાં રાજનીતિક બાબતને લઈ લાહોરમાં સ્થિતી ઠીક નથી. આવી સ્થિતીમાં વિદેશી ખેલાડીઓની હાજરી સાથે PSL 2023 Final યોજવી એ મુશ્કેલ છે. આવામાં હવે અલગ કારણ દર્શાવી તારીખ બદલવાના સમાચાર સામે આવ્યા છે.
પાકિસ્તાનમાં હાલમાં માહોલ ખૂબ જ અસ્તવ્યસ્ત છે. ખાસ કરીને લાહોરમાં પાછળના કેટલાક દિવસો દરમિયાન સ્થિતી વણસી હતી. આવામાં હવે લાહોરમાં રમાઈ રહેલી PSL 2023 ની અંતિમ તબક્કાની મેચોને લઈ સવાલો થઈ રહ્યા છે. ત્યાં હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટને ઝડપથી આટોપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે. ખાસ કરીને ફાઈનલ મેચની તારીખને બદલવામાં આવી છે. આ પહેલા ક્વોલીફાયર મેચોના સ્થળ બદલવા અથવા માકૂફ કરવા માટે થઈને તત્કાળ બેઠક PCBની મળી હતી. જોકે બાદમાં મેચોને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
લાહોરમાં સ્થિતી વણસવાને લઈ વિદેશી ખેલાડીઓની સુરક્ષાને લઈ સવાલો થવા લાગ્યા હતા. લાહોરમાં જ્યાં સૌથી વધારે સ્થિતી વિકટ બની હતી તેનાથી ખેલાડીઓનુ રોકાણ નજીક હોવાને લઈ સુરક્ષાની ચિંતા સર્જાઈ હતી. પીએસએલમાં કેટલાક દેશોના ખેલાડીઓએ હિસ્સો લીધો છે. ટૂર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે, ત્યાં હવે વર્તમાન પરિસ્થિતીઓ વચ્ચે ફાઈનલ મેચની તારીખ બદલવામાં આવી છે.
ફાઈનલની નવી તારીખનુ એલાન
ગુરુવારે જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા નવી તારીખનુ એલાન કરવામાં આવ્યુ હતુ. એલાન મુજબ ફાઈનલ મેચ જે પહેલા રવિવારના દિવસે રમાનારી હતી. જે હવે એક દિવસ વહેલા રમાશે. એટલે કે શનિવારે 18 માર્ચના રોજ રમાનારી છે. જ્યારે હવે રવિવારને અને સોમવારને રિઝર્વ દિવસ તરીકે રાખવામાં આવ્યો છે. પીસીબીએ આ માટેનુ કારણ પણ વિચારમાં મુકી દે એવુ દર્શાવ્યુ છે.
ફાઈનલ મેચ લાહોરમાં જ રમાશે અને શેડ્યૂલ મુજબના સ્થળ પર જ એટલે કે ગદ્દાફી સ્ટેડિયમમાં જ રમાશે. આમ સ્થળ યથાવત રાખીને તારીખમાં ફેરફાર કરવામા આવ્યો છે. જોકે પીસીબીએ તારીખ બદલવાનુ કારણ દર્શાવુ છે કે, રવિવારે હવામાન ખરાબ રહેવાનુ અનુમાન છે. જે અનુમાનના આધારે ફાઈનલને એક દિવસ વહેલા રમાડવામાં આવનાર છે.
🚨IMPORTANT UPDATE🚨
HBL PSL 8 final to be played on Saturday (18 March)
Read more: https://t.co/8mvxHvGTaM #HBLPSL8 | #SabSitarayHumaray | #IUvPZ
— PakistanSuperLeague (@thePSLt20) March 16, 2023
આ પહેલા 18મી તારીખ ટૂર્નામેન્ટમાં રેસ્ટ ડે હતો. એટલે કે આ દિવસે કોઈ મેચ રમાનારી નહોતી. 17મી માર્ચના રોજ બીજી એલિમિનેટર મેચ રમાનારી છે. જેના બીજા દિવસે એક દિવસનો ટૂર્નામેન્ટમાં રેસ્ટ ડે હતો. પરંતુ હવે 17મી બાદ તુરત જ 18મી માર્ચે ફાઈનલ મેચ રમાશે.