વિરાટ કોહલી નહીં મતલબ ઈંગ્લેન્ડની જીત નિશ્ચિત ! રાજકોટ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની નિવેદનબાજી

ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે અને આ મેચ પહેલા અંગ્રેજોએ ફરી એકવાર નિવેદનબાજી શરૂ કરી દીધી છે. વિશાખાપટ્ટનમમાં કારમી હાર બાદ પણ ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરો દાવો કરી રહ્યા છે કે ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણી હારી જશે. સ્ટુઅર્ટ બ્રોડે પણ કંઈક આવું જ કહ્યું છે. ચાલો જાણીએ આ ખેલાડીને આવું કેમ લાગે છે?

વિરાટ કોહલી નહીં મતલબ ઈંગ્લેન્ડની જીત નિશ્ચિત ! રાજકોટ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડની નિવેદનબાજી
Virat Kohli
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 5:18 PM

ભારતીય ક્રિકેટ ટીમે રાજકોટમાં જીતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના નેતૃત્વમાં જોરશોરથી પ્રેક્ટિસ કરી હતી. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. આ મેચ ખૂબ જ રસપ્રદ બની રહી છે કારણ કે શ્રેણી 1-1થી બરાબર છે.

વિરાટ કોહલી આખી શ્રેણીમાંથી બહાર

જો કે રાજકોટ ટેસ્ટ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરોએ વિચિત્ર નિવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. ભૂતપૂર્વ ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડનું માનવું છે કે હવે ઈંગ્લેન્ડની ટીમ જ ટેસ્ટ શ્રેણી જીતશે, કારણ કે વિરાટ કોહલી આખી શ્રેણીમાંથી બહાર છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ઈંગ્લેન્ડની ટીમ પાસે હવે શ્રેણી જીતવાની સારી તક

બ્રોડે કહ્યું કે વિરાટ પોતાના જુસ્સા, આક્રમકતા અને શાનદાર રમતથી કોઈપણ મેચને શાનદાર બનાવે છે. દર્શકો તેની રમત જોવા આતુર છે, પરંતુ તેની ગેરહાજરીથી ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે અને ઈંગ્લેન્ડની ટીમ પાસે હવે શ્રેણી જીતવાની સારી તક છે. જોકે, બ્રોડનું પણ માનવું છે કે વિરાટની ગેરહાજરી ભારત-ઈંગ્લેન્ડ શ્રેણી માટે સારી નથી.

વિરાટ નહીં હોય તો શું ટીમ જીતશે નહીં?

સ્ટુઅર્ટ બ્રોડે સાચું જ કહ્યું છે કે વિરાટ કોહલીની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયાને ઝટકો લાગ્યો છે, પરંતુ તે થોડું વિચિત્ર છે કે હવે ઈંગ્લેન્ડ પાસે ટેસ્ટ શ્રેણી જીતવાની સારી તક છે. ઈંગ્લેન્ડની ટીમે હૈદરાબાદ ટેસ્ટમાં રોમાંચક જીત નોંધાવી હતી પરંતુ વિશાખાપટ્ટનમમાં ભારતનો દબદબો રહ્યો હતો.

વિરાટનો ખાલીપો ભરવા ભારત પાસે સારા બેટ્સમેન

વિશાખાપટ્ટનમમાં વિરાટ કોહલી પણ નહોતો, તેમ છતાં ટીમ ઈન્ડિયાએ આસાનીથી મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલી ભલે ટીમમાં ન હોય, પરંતુ તેની ખાલીપો ભરવા માટે ભારત પાસે સારા બેટ્સમેન છે. હવે જ્યારે કેએલ રાહુલ અને જાડેજા પણ વાપસી કરી ચૂક્યા છે ત્યારે ટીમ ઈન્ડિયાને ઓછો આંકવો એ મોટી ભૂલ હશે.

ઈંગ્લેન્ડના બોલરો માટે ભારતીય બેટ્સમેનોને રોકવાનો પડકાર

યશસ્વી જયસ્વાલ શાનદાર ફોર્મમાં છે. આ 24 વર્ષના બેટ્સમેને વિશાખાપટ્ટનમમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ શુભમન ગિલે પણ બીજી ટેસ્ટની બીજી ઈનિંગમાં સદી ફટકારીને ફોર્મમાં પરત ફરવાનો પુરાવો આપ્યો છે. હવે ઈંગ્લેન્ડના બોલરો માટે ભારતીય બેટ્સમેનોને રોકવાનો મોટો પડકાર હશે.

આ પણ વાંચો: IPL 2024 પહેલા નવા લૂકમાં જોવા મળ્યો રાહુલ તેવટિયા, ચાહકોએ જાવેદ મિયાનંદ સાથે સરખામણી કરી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">