અનુભવ અગ્રવાલની શાનદાર બોલિંગના દમ પર મધ્યપ્રદેશે રણજી ટ્રોફીની રોમાંચક ક્વાર્ટર ફાઈનલ મેચમાં આંઘ્ર પ્રદેશને 4 રનથી હાર આપી સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. મેચનો હીરો ભોપાલનો 27 વર્ષનો અનુભવ રહ્યો હતો. જેમણે બીજી ઈનિગ્સમાં આંઘ્ર પ્રદેશના બેટ્સમેનોને સસ્તામાં પેવેલિયન મોકલી પોતાની ટીમને જીત અપાવી હતી.
ફાસ્ટ બોલર અનુભવે મેચમાં કુલ 9 વિકેટ લીધી છે. તેમણે પહેલી ઈનિગ્સમાં 33 રન આપ્યા જ્યારે બીજી ઈનિગ્સમાં 52 રન આપી 6 વિકેટ લીધી હતી. તેની મદદથી મધ્યપ્રદેશે આંધ્રપ્રદેશને બીજી ઈનિગ્સમાં 165 રનમાં આઉટ કરી હતી. મધ્યપ્રદેશને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો.તમિલનાડુ બાદ મધ્યપ્રદેશ સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. મધ્યપ્રદેશ 2021-22ની વિજેતા છે.
ભારતની સૌથી લોકપ્રિય ડોમેસ્ટ્રિક ટૂર્નામેન્ટમાંથી એક રણજી ટ્રોફીનું હાલમાં ભારતમાં આયોજન થઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચ શરુ થઈ ચૂકી છે. મુંબઈ અને વડોદરા વચ્ચે હજુ ક્વાર્ટરફાઈનલ મેચ ચાલી રહી છે. મધ્યપ્રદેશે માત્ર 4 રનના અંતરથી રણજી ટ્રોફી 2024ની ક્વાર્ટર ફાઈનલ આંધ્ર પ્રદેશની ટીમ વિરુદ્ધ જીતી અને એક ચેમ્પિયન ટીમની જેમ સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. અનુભવ અગ્રવાલે શાનદાર બોલિંગ કરી હતી.
વિદર્ભ, કર્ણાટક, મુંબઈ, બરોડા, સૌરાષ્ટ્ર, તામીલનાડુ, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશની ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. જેમાં વિદર્ભની ટીમ કર્ણાટક સામે, મુંબઈની ટીમ બરોડા સામે, તામીલનાડુની ટીમ સૌરાષ્ટ્ર સામે અને મધ્યપ્રદેશની ટીમ આંધ્ર પ્રદેશ સામે મેદાને ઉતરી છે.સેમિફાઈનલમાં મધ્યપ્રદેશનનો સામનો કોની સાથે થશે તે હજુ નક્કી નથી, કારણ કે, 2 સેમિફાઈનલ મેચ હજુ પણ રમાઈ રહી છે.
આ પણ વાંચો : ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સર્જરી થઈ, હોસ્પિટલમાંથી પોસ્ટ કર્યા ફોટો જુઓ