ઈશાંત શર્માએ સંભળાવી તેની સંધર્ષની સ્ટોરી, કહ્યું પિતા ઘર ચલાવવા માટે 5 માળ સુધી 2 ટનનું એસી માથા પર લઈ જતા
2 સપ્ટેમ્બર 1988ના રોજ ઈશાંત શર્માનો જન્મ થયો હતો. દિલ્હીના આ સ્લિમ અને 6 ફૂટ પાંચ ઈંચ ઊંચા ખેલાડીને 2007માં ટીમ ઈન્ડિયામાં પહેલી તક મળી હતી. તેનું ક્રિકેટ કરિયર ખુબ ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું છે.ઇશાંત શર્માએ વર્ષ 2007માં બાંગ્લાદેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
દિલ્હીમાં જન્મેલા ક્રિકેટર ઈશાંત શર્માએ વર્ષ 2007માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે સમયે તેની ઉંમર લગભગ 19 વર્ષની હતી અને ત્યારથી તેણે 104 ટેસ્ટ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે.ઈશાંત શર્માએ કહ્યું કે, મારા પિતા મજુરી કરતા હતા. તે બે ટનનું એસી લઈ એપોર્ટમેન્ટ ચઢતા હતા. તેનું કામ માત્ર 6 મહિનાનું હતુ. તેની 6 મહિનાની કમાણીથી અમે અમારું ઘર આખુ વર્ષ ચલાવતા હતા.
તમારે સફળતા માટે મહેનત કરવી પડે છે
હું અત્યારે જ્યારે જોઉ છું તો બાળકો સાથે તેના માતા-પિતા કે અન્ય કોઈ બાળકનું બેગ લઈને ઉભા હોય છે. પરંતુ આ વસ્તુ સારી નથી તમે આનાથી તમારા બાળકોને નબળા બનાવી રહ્યા છો. મે પણ ક્યારે મારું ક્રિકેટ બેગ જમીન પર રાખ્યું નથી.તમારે સફળતા માટે મહેનત કરવી પડે છે.
પિતા 5 માળ સુધી 2 ટનનું એસી માથા પર લઈ જતા
ઈશાંતે જણાવ્યું કે કેવી રીતે તે અને વિરાટ કોહલી સાથે જુનિયર ક્રિકેટ રમતા હતા અને તે દરમિયાન તેને દરરોજ 150 રૂપિયા ડીએ મળતું હતું. તેમજ ઈશાંતે આ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતા વિજય શર્મા એર કંડિશનર રિપેર કરતા હતા અને 5 માળ સુધી 2 ટનનું એસી માથા પર લઈ જતા હતા.
આ કામગીરી ઉનાળાની ઋતુમાં જ કરવામાં આવતી હતી. મતલબ કે આખા વર્ષની આવક અને ઘરનો ખર્ચ આ ચાર-પાંચ મહિનાની કમાણીમાંથી જ પૂરો કરવાનો હતો, જે ખરેખર મુશ્કેલ હતું.
દરેક વ્યક્તિ ટોચ પર પહોંચે તે જરૂરી નથી
ઈશાંતે અંતમાં એક ખૂબ જ મહત્વની વાત પણ કહી. ઈશાંતના કહેવા પ્રમાણે, ‘આપણા દેશમાં લાખો લોકો ક્રિકેટ રમે છે, તેમાંથી માત્ર 15 જ પસંદ કરવામાં આવે છે, તેથી ક્રિકેટની સાથે સાથે અભ્યાસ પણ મહત્વપૂર્ણ છે કારણ કે દરેક વ્યક્તિ ટોચ પર પહોંચે તે જરૂરી નથી.
આ પણ વાંચો : ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી થતાં મીમ્સ વાયરલ, શમીને કહો બીવી અને કીવીમાં તફાવત છે