IPL 2025 Retention : આઈપીએલની તમામ 10 ટીમોનું IPL 2025 માટે રીટેન્શન લિસ્ટ જુઓ

|

Oct 31, 2024 | 6:21 PM

IPL Retention 2025 Live Updates in Gujarati : IPL 2025 મેગા ઓક્શન પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી બહાર પાડી છે. અહિ તમામ 10 ટીમોના રિટેન કરેલા ખેલાડીઓ તેમજ ટીમ વિશે માહિતી જોવા મળશે.

IPL 2025 Retention :  આઈપીએલની તમામ 10 ટીમોનું IPL 2025 માટે રીટેન્શન લિસ્ટ જુઓ

Follow us on

તમામ 10 ટીમોએ IPL 2025 માટે તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી દીધું છે. મોટા સમાચાર એ છે કે એમએસ ધોની IPL 2025 રમશે અને તેને ચેન્નાઈએ રિટેન કર્યો છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિટેન કર્યો નથી. કેએલ રાહુલ પણ લખનૌ સુપરજાયન્ટ્સમાંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. બેંગલુરુએ માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલનો સમાવેશ થાય છે. પંજાબની ટીમે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સે 5 ખેલાડીઓને રિટેન કર્યા

મુંબઈ ઈન્ડિયન્સે મેગા ઓક્શન પહેલા કુલ 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને તિલક વર્માને રિટેન્શન લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે.

CSKએ આ 5 ખેલાડીઓને રિટેન કર્યા

ચેન્નાઈ સુપર કિંગ્સે એમએસ ધોની, ઋતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે અને મથીશા પથિરાનાને રિટેન કર્યા છે.

BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું

આરસીબીએ ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. સાથે જ રજત પાટીદારને તેમની ટીમ સાથે 11 કરોડ અને યશ દયાલને 5 કરોડમાં રિટેન કર્યો છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે ક્લાસેનને 23 કરોડ આપ્યા

સનરાઈઝર્સ હૈદરાબાદે 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. 5 કૈપ્ડ ખેલાડી છે. જેમાં કેપ્ટન પેટ કમિસ, ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન, નીતિશ રેડ્ડી અને અભિષેક શર્મા સામેલ છે. ક્લાસેનને 23 કરોડ આપ્યા છે.

દિલ્હી કેપિટલ્સમાંથી પંત બહાર

દિલ્હીની ટીમે અક્ષર પટેલને સૌથી વધુ 16.50 કરોડ રૂપિયા આપ્યા છે. કુલદીપ યાદવને 13.25 કરોડ રૂપિયા મળશે. ટ્રિસ્ટન સ્ટબ્સને 10 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. અભિષેક પોરેલને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે.

ગુજરાત ટાઈટન્સનો મોટો નિર્ણય

ગુજરાત ટાઈટન્સનું રિટેન્શન લિસ્ટ જોઈએ તો શુભમન ગિલ , રાશિદ ખાન, સાંઈ સુદર્શન, શાહરુખ ખાન અને રાહુલ તેવટિયાને રિટેન કર્યો છો. રાશિદ ખાનને 18 કરોડમાં રિટેન કર્યો છે.

રાજસ્થાન રોયલ્સનાનો ચોંકાવનારો નિર્ણય

રાજસ્થાન રોયલ્સે તમામ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને 18-18 કરોડ રૂપિયા આપવામાં આવશે. રિયાન પરાગ અને ધ્રુવ જુરેલ 14-14 કરોડ રૂપિયામાં આ ટીમનો ભાગ રહેશે. હેટમાયરને 11 કરોડ રૂપિયા મળ્યા છે.

લખનૌ સુપર જાયન્ટ્સે 5 ખેલાડીઓ પર દાવ લગાવ્યો

લખનૌ સુપર જાયન્ટ્સે નિકોલસ પુરનને સૌથી વધુ 21 કરોડ રૂપિયા આપ્યા છે. જ્યારે રવિ બિશ્નોઈ અને મયંક યાદવને 11-11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. મોહસિન ખાન અને આયુષ બદોની 4-4 કરોડ રૂપિયા સાથે ટીમમાં રહેશે.

પંજાબ કિંગ્સે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા

પંજાબ કિંગ્સે માત્ર શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને રિટેન કર્યા છે. શશાંક સિંહને રૂપિયા 5.5 કરોડ અને પ્રભસિમરન સિંહને રૂપિયા 4 કરોડ મળશે.

કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ અય્યરને બહાર કર્યો

કોલકાતા નાઈટ રાઈડર્સે પણ કુલ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. રિંકુ સિંહને સૌથી વધુ 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલને 12-12 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. આ સિવાય હર્ષિત રાણા અને રમનદીપ સિંહ 4 કરોડ રૂપિયામાં અનકેપ્ડ પ્લેયર તરીકે ટીમ સાથે છે.

Published On - 11:14 am, Thu, 31 October 24

Next Article