IPL 2024: LSG સામેની મેચમાં RCB માટે ખતરો બનશે ‘લોકલ બોય’

IPL 2024માં RCB તેના ઘરઆંગણે મેચ હારનારી પ્રથમ ટીમ બની હતી. હવે ફરી એકવાર હોમ ગ્રાઉન્ડ પર તેમનો મુકાબલો છે અને તેમની સામે LSG છે, જે ઘરથી દૂર જીતનું ખાતું ખોલવાના મૂડમાં છે. LSG માટે સારી વાત એ છે કે તેમનો કેપ્ટન બેંગલુરુનો લોકલ બોય છે. એવામાં બેંગલુરુમાં હોમ ટીમ નહીં પરંતુ વિરોધી ટીમ પાસે એડવાન્ટેજ છે.

IPL 2024: LSG સામેની મેચમાં RCB માટે ખતરો બનશે 'લોકલ બોય'
KL Rahul & Virat Kohli
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 6:34 PM

મંગળવારે લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ‘લોકલ બોય’ ખતરો સાબિત થઈ શકે છે. આ લોકલ બોય લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન પણ છે. જેનું નામ છે કેએલ રાહુલ. કેએલ રાહુલ બેંગલુરુનો રહેવાશી છે અને તે ચિન્નાસ્વામી સ્ટેડિયમના દરેક ખૂણાથી વાકેફ છે. આવી સ્થિતિમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે આ લોકલ બોય મોટો પડકાર બની શકે છે.

બેંગલુરુને હોમ ગ્રાઉન્ડ પર જીતની તલાશ

IPL 2024ની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનૌ સુપર જાયન્ટ્સ સામ-સામે ટકરાશે. આ મેચ ચિન્નાસ્વામી ખાતે રમાશે, જે ચેલેન્જર્સનું હોમ ગ્રાઉન્ડ છે. આ સિઝનમાં અત્યાર સુધીની છેલ્લી 14 મેચોમાં બે જ ટીમ હોમ ગ્રાઉન્ડ પર હારી છે, જેમાં એક છે મુંબઈ ઈન્ડિયન્સ અને બીજી છે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. આજે આ સિઝનમાં બેંગલુરુ બીજી હોમ મેચ રમશે અને તેમના પરત જીત મેળવવાનું દબાણ રહેશે.

કેએલ રાહુલ RCB સામે સુપરહીટ

કેએલ રાહુલ છેલ્લી મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો. તેના સ્થાને નિકોલસ પૂરનને લખનૌ સુપર જાયન્ટ્સની કપ્તાની સોંપવામાં આવી હતી. હવે આ મેચમાં પણ તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે કે કેપ્ટન તરીકે તે જાણી શકાયું નથી, પરંતુ એક વાત નક્કી છે કે બંને સ્થિતિમાં તેની બેટિંગ ચોક્કસ જોવા મળશે. રાહુલે લખનૌ માટે ઓપનિંગ કર્યું. RCBના બોલર મોહમ્મદ સિરાજ સામે તેનો સ્ટ્રાઈક રેટ 181 છે. હવે આના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે તે સ્થાનિક RCB સામે બેટ સાથે કેવો કમાલ કરી શકે છે. રાહુલ સિવાય ટીમના મિડલ ઓર્ડરમાં નિકોલસ પુરન છે, જે સારી રીતે જાણે છે કે સારી શરૂઆત કેવી રીતે કરવી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કોહલી પર વધુ પડતી નિર્ભરતા દૂર કરવી પડશે

બીજી તરફ, જો RCB ઘરઆંગણે સતત બીજી મેચ હારવાનું ટાળવા માંગે છે, તો તેણે બેટિંગમાં વિરાટ કોહલી પર વધુ પડતી નિર્ભરતા દૂર કરવી પડશે. તેના બાકીના બેટ્સમેનો હજુ સુધી પોતાના પ્રદર્શન પર કોઈ મોટી છાપ છોડી શક્યા નથી. ટોપ ઓર્ડરમાં ફાફ ડુ પ્લેસિસ અને મિડલ ઓર્ડરમાં ગ્લેન મેક્સવેલને પણ જવાબદારી લેવી પડશે. જો આમ નહીં થાય તો વધુ એક હાર ટીમના ઘા પર મીઠા સમાન હશે.

આ પણ વાંચો : હાઈવે પર લાગેલી આગ અને રસ્તા પર ટ્રાફિક જામના કારણે 2 મેચ 24 કલાક માટે સ્થગિત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">