IPL 2024: KL રાહુલના દમ પર ચેન્નાઈ પર લખનૌની મોટી જીત, 8 વિકેટે આપ્યો પરાજય

લખનૌ સુપરજાયન્ટ્સે ચેન્નાઈ સુપરકિંગ્સને 8 વિકેટે હરાવ્યું. કેએલ રાહુલ અને ડી કોકે શાનદાર અડધી સદી ફટકારી હતી. લખનૌએ 7 મેચમાં ચોથી જીત નોંધાવી હતી જ્યારે ચેન્નાઈની ટુર્નામેન્ટમાં ત્રીજી હાર છે. ધોની અને જાડેજાની મજેદાર ઈનિંગ બેકાર ગઈ હતી. આજે ચેન્નાઈની બોલિંગ સામાન્ય કક્ષાની રહી હતી, તો બીજી તરફ લખનૌની બેટિંગ અને બોલિંગ બંને શાનદાર રહી હતી.

IPL 2024: KL રાહુલના દમ પર ચેન્નાઈ પર લખનૌની મોટી જીત, 8 વિકેટે આપ્યો પરાજય
Lucknow Super Giants
Follow Us:
| Updated on: Apr 19, 2024 | 11:59 PM

IPL 2024 ની 34મી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને એકતરફી ફેશનમાં 8 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 176 રન બનાવ્યા જેના જવાબમાં લખનૌએ 2 વિકેટ ગુમાવીને આ સ્કોર 19 ઓવરમાં હાંસલ કર્યો હતો. લખનૌની જીતનો હીરો કેપ્ટન કેએલ રાહુલે રહ્યો હતો, જેણે 82 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

રાહુલ-ડી કોકની ફિફ્ટી

રાહુલે આ સિઝનમાં તેની બીજી અડધી સદી ફટકારી અને 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. તેણે ક્વિન્ટન ડી કોક સાથે પ્રથમ વિકેટ માટે 90 બોલમાં 134 રન જોડ્યા હતા. ડી કોકે પણ 43 બોલમાં 54 રન બનાવ્યા હતા. બોલિંગમાં લેફ્ટ આર્મ સ્પિનર ​​કૃણાલ પંડ્યાએ લખનૌની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કૃણાલે 3 ઓવરમાં માત્ર 16 રન આપીને 2 વિકેટ લીધી હતી.

ચેન્નાઈ માટે જાડેજા-ધોની ચમક્યા

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જાડેજા અને ધોનીએ સારૂ પ્રદર્શન કર્યું હતું. જાડેજાએ 40 બોલમાં 57 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ 9 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા. મોઈન અલીએ પણ 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. તમને જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સનો 7 મેચમાં ત્રીજો પરાજય થયો છે. લખનૌએ 7 મેચમાં ચોથી જીત હાંસલ કરી છે. જો કે, તે હજુ પણ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

લખનૌનું જબરદસ્ત પુનરાગમન

લખનૌની ટીમ છેલ્લી બે મેચ હારી ગઈ હતી પરંતુ ચેન્નાઈ સામે તેમને નસીબની સાથે ખેલાડીઓનો સાથ મળ્યો હતો. લખનૌના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમની પિચ શરૂઆતમાં થોડી ધીમી હતી. બોલ બેટ પર વચ્ચે-વચ્ચે આવી રહ્યો હતો, જેના કારણે ચેન્નાઈની બેટિંગ શરૂઆતમાં ખોરવાઈ ગઈ હતી.

ચેન્નાઈનો ટોપ ઓર્ડર ફ્લોપ

રચિન રવિન્દ્ર પહેલા જ બોલ પર આઉટ થયો હતો. કેપ્ટન ગાયકવાડ પણ 17 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી, અજિંક્ય રહાણેએ ચોક્કસપણે 36 રન બનાવ્યા હતા પરંતુ મધ્ય ઓવરોમાં કૃણાલ પંડ્યાએ તેને આઉટ કર્યો હતો. કૃણાલે સમીર રિઝવીની વિકેટ પણ લીધી હતી. શિવમ દુબે માત્ર 3 રન બનાવીને સ્ટોઈનિસના હાથે આઉટ થયો હતો અને તેની વિકેટે ચેન્નાઈને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. જો કે અંતમાં મોઈન અલીએ 20 બોલમાં 30 રન અને ધોનીએ 9 બોલમાં 28 રન ફટકારીને ટીમને લડત આપવાની તક આપી હતી, પરંતુ કેએલ રાહુલ-ડી કોકે તેમની તમામ મહેનત બરબાદ કરી દીધી હતી.

ડી કોક-રાહુલની 134 રનની પાર્ટનરશિપ

આ બંને બેટ્સમેનોએ પાવરપ્લેમાં તોફાની બેટિંગ કરી અને 54 રન ઉમેર્યા. ખાસ કરીને કેએલ રાહુલ ખૂબ જ આક્રમક રીતે રમ્યો હતો અને આ ખેલાડીએ 31 બોલમાં અડધી સદી ફટકારી હતી. લખનૌએ માત્ર 10.5 ઓવરમાં 100નો આંકડો પાર કર્યો અને ડી કોક-રાહુલની આ ભાગીદારીએ ચેન્નાઈની હાર નક્કી કરી.

આ પણ વાંચો : 2 ભારતીય કુસ્તીબાજોને પેરિસ ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભાગ લેવાનો ઈનકાર કરવામાં આવ્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">