વાહ! એક જ ઓવરમાં છ છગ્ગા જમાવી દીધા આ ભારતીય ક્રિકેટરે, યુવરાજ સિંહના કમાલની માફક મચાવી ધમાલ, જુઓ Video

Six Sixes In An Over: એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારવાનો કમાલ યુવરાજ સિંહ (Yuvraj Singh) કર્યો હતો અને તે દૃશ્ય છગ્ગાની વાત કરવા માત્રથી નજર સામે તરી આવે છે.

વાહ! એક જ ઓવરમાં છ છગ્ગા જમાવી દીધા આ ભારતીય ક્રિકેટરે, યુવરાજ સિંહના કમાલની માફક મચાવી ધમાલ, જુઓ Video
Krishna Pandey એ 19 બોલમાં 83 રન ફટકાર્યા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 7:36 PM

એક જ ઓવરમાં છ છગ્ગા … આ આશ્વર્યજક દૃષ્ય માટે યુવરાજ સિંહની તસ્વીર નજર આવી જાય છે. કારણ કે તેણે જે અંદાજમાં એક જ ઓવરમાં એટલે કે છ બોલમાં છ સળંગ છગ્ગા વરસાવી દીધા હતા એ હરહંમેશ યાદોમાં તાજુ રહે છે. ભારતીય ક્રિકેટરો આ યુવરાજ જેવો કમાલ કરવાના સપના જરુર જુએછે પણ હજુ તે પુરા થયા નથી, ભારતીય ચાહકો પણ આવી સિક્સરોની રાહ આઇપીએલ અને ટી20 ફોર્મેટની મેચોમાં જોઈ રહ્યા હોય છે. જોકે આ દરમિયાન ઘરેલુ ક્રિકેટમાં ટી10 ફોર્મેટ (T10 League) ની મેચમાં એક ભારતીય ક્રિકેટરે એક જ ઓવરમાં છ છગ્ગા (Six Sixes In An Over) જમાવી દીધા છે. તેણે ભલે આ છગ્ગા ઘરેલુ ક્રિકેટમાં લગાવ્યા હોય પણ તેનો વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે અને તેના પ્રદર્શન પર સૌ કોઈ ફીદા જોવા મળી રહ્યુ છે.

વાત છે પોંડિચેરી ટી10 લીગની. જેમાં પેટિયાટ્સ અને રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. અહીં ઘરેલુ ક્રિકેટ લીગમાં કૃષ્ણાં પાંડે નામના ક્રિકેટરે પોતાના કાંડાનો દમ દેખાડી દીધો હતો. તેણે એક જ ઓવરના તમામ બોલ પર છગ્ગા વરસાવી દીધા હતા. નિતેશ ઠાકુર તેની સામે ઓવર લઈને આવ્યો હતો અને તેની ઓવરમાં આ કમાલ કર્યો હતો. જેમ યુવરાજ સિંહે વર્ષ 2007માં વિશ્વકપની મેચમાં એક જ ઓવરનમાં સિક્સર જમાવી હતી, એમ જ કૃષ્ણાએ છગ્ગા જમાવી દીધા. તેનુ આ પ્રદર્શન જોઈને મેદાનમાં હાજર સૌ કોઈ દંગ રહી ગયુ હતુ અને તે યુવરાજના નામથી પોકારવા લાગ્યા હતા. કૃષ્ણાના આ કમાલે મેદાન બહાર પણ લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થવા લાગ્યો અને લોકોને તેનો કમાલ ખૂબ પસંદ આવ્યો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

છતાય ટીમને નિરાશા રહી

તો વળી તેની ઈનીંગ પણ ખૂબ જ આકર્ષીત કરનારી હતી. કારણ કે, તેણે તોફાની રમત વડે 83 રન ટીમ માટે બનાવ્યા હતા. જે માત્રણ 19 બોલમાં જ તેણે સ્કોર કર્યો હતો. તેણે પોતાની ઈનીંગ 436ની સ્ટ્રાઈક રેટથી રમી હતી અને તેણે આ દરમિયાન 12 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 2 ચોગ્ગા પણ લગાવ્યા હતા. આમ તેની ટીમને તો તેની ઈનીંગથી બલ્લે બલ્લે થઈ ગઈ હશે એમ માની લીધુ હશે, પરંતુ તેની ટીમ પેટ્રિયટ્સ મેચને ગુમાવી બેઠી હતી.

યુવરાજ ઉપરાંત ગિબ્સ અને પોલાર્ડ પણ કમાલ કરી ચુક્યા છે

યુવરાજ સિંહની વાત કરવામાં આવેતો 2007ના વિશ્વકપ દરમિયાન તેણે આ કમાલ કર્યો હતો. યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડી ઓવરમા છ છગ્ગા જમાવ્યા હતા. તેના સિવાય ભારતીય ક્રિકેટમાં ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રવિ શાસ્ત્રી પણ આ કમાલ કરી ચુક્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં યુવરાજ સિંહ ઉપરાંત હર્ષિલ ગિબ્સ અને કિયરોન પોલાર્ડ પણ છ છગ્ગા એક જ ઓવરમાં લગાવી ચુક્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">