2024માં IPL અને વર્લ્ડ કપ સિવાય કઈ સિરીઝ રમવા ઉતરશે ટીમ ઈન્ડિયા ? જાણો સંપૂર્ણ શેડયૂલ

|

Dec 30, 2023 | 8:42 PM

જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રીકા સામે ટેસ્ટ મેચ અને અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. ટી20 વર્લ્ડ કપની સાથે ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે અલગ અલગ ફોર્મેટમાં સિરીઝ રમશે. આઈપીએલ 2024 અને ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા વ્યસ્ત રહેશે.

2024માં IPL અને વર્લ્ડ કપ સિવાય કઈ સિરીઝ રમવા ઉતરશે ટીમ ઈન્ડિયા ? જાણો સંપૂર્ણ શેડયૂલ
Indian cricket team 2024 schedule

Follow us on

વર્ષ 2023નું વર્ષ ભારતીય ક્રિકેટ ટીમ માટે સામાન્ય રહ્યુ. મેદાન પર શાનદાર ક્રિકેટ રમવા છતા ટીમ ઈન્ડિયા 2 વાર આઈસીસી ટ્રોફી જીતતા ચૂકી ગઈ હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને 2023 વર્લ્ડ કપ ફાઈનલમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડયો. પ્રથમ ટેસ્ટમાં હાર સાથે ટીમ ઈન્ડિયાનું સાઉથ આફ્રીકાની ધરતી પર જીતવાનું સ્વપ્ન પણ તૂટયુ હતુ. ચાલો જાણીએ કે ભારતીય ક્રિકેટ ટીમ 2024માં કઈ કઈ ટીમ સામે રમશે.

જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રીકા સામે ટેસ્ટ મેચ અને અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સિરીઝ રમશે. ટી20 વર્લ્ડ કપની સાથે ભારતીય ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે અલગ અલગ ફોર્મેટમાં સિરીઝ રમશે. આઈપીએલ 2024 અને ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા વ્યસ્ત રહેશે. ટી20 વર્લ્ડ કપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝ અને યૂએસએ જશે.

ટીમ ઈન્ડિયાનું 2024નું સંપૂર્ણ શેડ્યૂલ

  • જાન્યુઆરી- દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ
  • 11 થી 17 જાન્યુઆરી – ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની T20 સિરીઝ
  • 25 જાન્યુઆરીથી 11 માર્ચ – ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની T20 સિરીઝ
  • માર્ચ એન્ડથી મે એન્ડ – IPL 2024
  • 4 જૂનથી 30 જૂન – 2024 T20 વર્લ્ડ કપ
  • જુલાઈ 2024- શ્રીલંકામાં ત્રણ મેચની ODI અને ત્રણ મેચની T20 સિરીઝ (તારીખની જાહેરાત બાકી)
  • સપ્ટેમ્બર 2024- ઘરઆંગણે બાંગ્લાદેશ સામે ત્રણ T20 અને બે ટેસ્ટ સિરીઝ (તારીખની જાહેરાત બાકી)
  • ઓક્ટોબર 2024- ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ
  • નવેમ્બર-ડિસેમ્બર 2024- ઓસ્ટ્રેલિયામાં 5 મેચની ટેસ્ટ સિરીઝ

 

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

આ પણ વાંચો : પાકિસ્તાન હાર પચાવી ન શક્યું, DRS-અમ્પાયરિંગ પર ઉઠાવ્યા સવાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article