IND Vs ZIM, 2nd ODI, Live Score Highlights: ભારતે જીતી લીધી બીજી વન ડે, શ્રેણી પર જમાવ્યો કબ્જો
India Vs Zimbabwe 2nd Match Live Updates: ભારતે પ્રથમ મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હતી અને હવે તે સિરીઝ જીતવાનો પ્રયાસ કરી રહી છે.

કેએલ રાહુલની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ 10 વિકેટથી જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આજે આ બંને ટીમો વચ્ચે બીજી વનડે મેચ રમાવાની છે અને ભારત આ મેચ જીતીને સિરીઝ જીતવાનો પ્રયાસ કરશે. તે જ સમયે, યજમાન ટીમ આ મેચ જીતીને સિરીઝમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે, જોકે તેના માટે તે ખૂબ જ મુશ્કેલ લાગે છે. પ્રથમ મેચમાં ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું, તેથી ઝિમ્બાબ્વેની પુનરાગમનની આશાઓ નહિવત્ છે.
LIVE NEWS & UPDATES
-
IND vs ZIM Live Score: સેમસને લગાવ્યો વિજયી છગ્ગો
26મી ઓવરના ચોથા બોલ પર સંજૂ સેમસને શાનદાર વિજયી છગ્ગો લગાવ્યો હતો. સાથે જ ભારતે બીજી વન ડે મેચ 5 વિકેટે જીતી લીધી હતી. ભારતીય ટીમે શ્રેણી પર પણ કબ્જો જમાવી લીધો છે.
-
IND vs ZIM Live Score:સંજુ સેમસને સિક્સ ફટકારી
સંજુ સેમસને 20મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સ ફટકારી, ભારતને જીતવા માટે હવે માત્ર 32 રનની જરુર છે
-
-
IND vs ZIM Live Score:સંજુ સેમસને ચોગ્ગો ફટકાર્યો
-
IND vs ZIM Live Score:ભારતનો સ્કોર 116 /4
18 ઓવર બાદ ભારતનો સ્કોર 116 /4 રન છે. ભારતને જીતવા માટે હવે માત્ર 40 રનની જરુર છે
-
IND vs ZIM Live Score:ભારતનો સ્કોર 100ને પાર
ભારતનો સ્કોર ચાર વિકેટના નુકસાને 100 રનને પાર કરી ગયો છે. ટીમ ઈન્ડિયા ટાર્ગેટ તરફ ઝડપથી આગળ વધી રહી છે. દીપક હુડા અને સંજુ સેમસન ક્રિઝ પર છે. બંને વચ્ચે 12 રનની ભાગીદારી થઈ છે.
-
-
IND vs ZIM Live Score: ભારતનો સ્કોર 109/4
સંજુ સેમસન અને દીપક હુડા ક્રિઝ પર છે. 16 ઓવર બાદ ભારતનો સ્કોર 109/4 છે. સંજુ સેમસન 5 બોલમાં 5 રન બનાવી ક્રિઝ પર છે, જ્યારે દીપક હુડા 16 બોલમાં 19 રન બનાવી ક્રિઝ પર છે.
-
IND vs ZIM Live Score:દીપક હુડાએ ચોગ્ગો ફટકાર્યો
દીપક હુડાએ 16મી ઓવરના પાંચમા બોલ પર ચોગ્ગો ફટકાર્યો
-
IND vs ZIM Live Score:સંજુ સેમસને ચોગ્ગો ફટકાર્યો
દીપક હુડા અને સંજુ સેમસન ક્રિઝ પર છે.
-
IND vs ZIM Live Score:શુભમન ગિલ આઉટ
ભારતની ચોથી વિકેટ 97 રન પર પડી, શુભમન ગિલ 33 રન બનાવીને આઉટ થયો
-
IND vs ZIM Live Score:શુભમન ગિલ અને દીપક હુડા ક્રિઝ પર
-
IND vs ZIM Live Score:ભારતની ત્રીજી વિકેટ પડી
ભારતને ઈશાન કિશનના રૂપમાં ત્રીજો ઝટકો લાગ્યો છે.
-
IND vs ZIM Live Score:પાવરપ્લેમાં ભારતે 75 રન બનાવ્યા
ભારતીય ટીમે પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને 75 રન બનાવી લીધા છે અને તે ઝડપથી લક્ષ્ય તરફ આગળ વધી રહી છે. શુભમન ગિલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે, બંને વચ્ચે 30 રનની ભાગીદારી થઈ છે. ભારતને આ મેચ જીતવા માટે 87 રનની જરૂર છે.
-
IND vs ZIM Live Score:ભારતનો સ્કોર 50ને પાર
ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 50ને પાર કરી ગયો છે. શુભમન ગિલ અને ઈશાન કિશન ક્રિઝ પર છે. ભારત માટે લક્ષ્ય આસાન છે, પરંતુ આ બંને બેટ્સમેનોએ સારી ભાગીદારી બનાવીને જીત સુનિશ્ચિત કરવી પડશે.
-
IND vs ZIM Live Score: ભારતને બીજો ઝટકો શિખર ધવન આઉટ
162 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખાસ રહી ન હતી. ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલો કેપ્ટન રાહુલ બીજી ઓવરમાં એક રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શિખર ધવન 33 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો.અને શુભમન ગીલે અને ઈશાન કિશને ઇનિંગ્સને સંભાળી લીધી છે અને ભારતનો સ્કોર 2 વિકેટે 47 રનને પાર કરી ગયો છે.
-
IND vs ZIM Live Score:શિખર ધવને ચોગ્ગો ફટકાર્યો
7મી ઓવરના બીજા બોલ પર શિખર ધવને ચોગ્ગો ફટકાર્યો
-
IND vs ZIM Live Score: ભારતનો સ્કોર 41/1
6 ઓવર બાદ ભારતનો સ્કોર 46/1 પર છે. શુભમન ગિલ 13 બોલમાં 7 અને શિખર ધવન 18 બોલમાં 27 રન બનાવી ક્રિઝ પર છે.
-
IND vs ZIM Live Score:શિખર ધવને ચોગ્ગો ફટકાર્યો
-
IND vs ZIM Live Score:શુભમન ગિલે ચોગ્ગો ફટકાર્યો
-
IND vs ZIM Live Score:રાહુલ બીજી ઓવરમાં આઉટ
એશિયા કપની તૈયારીઓ માટે ઓપનિંગ કરવા આવેલા કેએલ રાહુલનું બેટ આ મેચમાં ચાલ્યું ન હતું. તે બીજી ઓવરમાં જ પેવેલિયન પરત ફર્યો હતો. નૌચીએ રાહુલને એલબીડબલ્યુ કર્યો હતો. તે માત્ર એક રન બનાવી શક્યો હતો. તેના આઉટ થયા બાદ શુભમન ગિલ ક્રિઝ પર આવ્યો છે.
-
IND vs ZIM Live Score:ભારતની બેટિંગ શરૂ
ભારતની બેટિંગ શરૂ થઈ ગઈ છે. આજે કેપ્ટન કેએલ રાહુલ શિખર ધવન સાથે ઓપનિંગ કરવા માટે આવ્યો છે.
-
IND vs ZIM Live Score:ભારતનો દાવ શરૂ
ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલ ઓપનિંગ કરવા આવ્યો છે. એવી અટકળો પહેલાથી જ ચાલી રહી હતી કે રાહુલ એશિયા કપની તૈયારીઓ માટે ઓપનિંગ કરી શકે છે. તેની સાથે શિખર ધવન ક્રિઝ પર આવ્યો છે.
-
IND vs ZIM Live Score:ઝિમ્બાબ્વેની ટીમ 616 રનમાં સમેટાઈ ગઈ
સિરીઝની બીજી વનડેમાં પણ ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરતા મોટો સ્કોર બનાવી શકી ન હતી. પ્રથમ વનડેમાં 189 રન બનાવનારી ટીમ આ વખતે 161 રનમાં સમેટાઈ ગઈ હતી.
2ND ODI. WICKET! 38.1: Tanaka Chivanga 4(4) Run Out Kuldeep Yadav, Zimbabwe 161 all out https://t.co/RDdvgajdmi #ZIMvIND
— BCCI (@BCCI) August 20, 2022
-
IND vs ZIM Live Score:ઝિમ્બાબ્વેને નવમો ફટકો, રેયાન બર્લે આઉટ
ઝિમ્બાબ્વેની નવ વિકેટ 156ના સ્કોર પર પડી છે. ન્યાઉચી ખાતું ખોલાવ્યા વિના રનઆઉટ થઈ ગયો હતો અને ઝિમ્બાબ્વેની ટીમ ઓલઆઉટ થવાની અણી પર છે. જોકે, એક છેડે રેયાન બર્લે સારી બેટિંગ કરીને ટીમનો સ્કોર 150ની પાર પહોંચાડ્યો હતો. 38 ઓવર પછી ઝિમ્બાબ્વેનો સ્કોર નવ વિકેટે 160 રન છે.
-
IND vs ZIM Live Score:ઝિમ્બાબ્વેની સાતમી વિકેટ પડી
ઝિમ્બાબ્વેની સાતમી વિકેટ 129ના સ્કોર પર પડી હતી. શાર્દુલ ઠાકુરે ભારતને સાતમી સફળતા અપાવી છે. આ મેચમાં આ તેની ત્રીજી વિકેટ છે. તેણે ઝોંગ્વેને ક્લીન બોલ્ડ કર્યો હતો. તેણે 16 બોલમાં છ રન બનાવ્યા હતા. 33 ઓવર પછી ઝિમ્બાબ્વેનો સ્કોર સાત વિકેટે 130 રન છે.
-
IND vs ZIM Live Score:ઝોંગ્વે આઉટ
ઝોંગ્વે 16 બોલમાં 6 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો,
-
IND vs ZIM Live Score:ઝોંગ્વે ચોગ્ગો ફટકાર્યો
-
IND vs ZIM Live Score:સીન વિલિયમ્સ અડધી સદી ચૂકી ગયો, 42 રન બનાવી આઉટ થયો
દીપક હુડ્ડાએ ભારતીય ટીમને છઠ્ઠી સફળતા અપાવી છે. સીન વિલિયમ્સ 42 રન બનાવીને આઉટ થયો હતો. ઝિમ્બાબ્વેએ 6 વિકેટ ગુમાવી દીધી છે.સ્કોર પર માત્ર 105 રન છે. એવું લાગે છે કે ટીમ 150 રન પણ બનાવી શકશે નહીં.
-
IND vs ZIM Live Score: ઝિમ્બાબ્વેએ 100 રન પુરા કર્યા
ઝિમ્બાબ્વેની ટીમે 5 વિકેટ ગુમાવીને 100 રન પૂરા કર્યા છે. અનુભવી ખેલાડી સીન વિલિયમ્સ 41 રન બનાવીને રમી રહ્યો છે.
-
IND vs ZIM Live Score:વિલિયમ્સે ચોગ્ગો ફટકાર્યો
વિલિયમ્સે 25મી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર ચોગ્ગો ફટકાર્યો હતો.
-
IND vs ZIM Live Score:25 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 92/5
-
IND vs ZIM Live Score:સિકંદર રઝા આઉટ
કુલદીપ યાદવે ભારતને મોટી સફળતા અપાવી છે. તેણે સિકંદર રઝાને આઉટ કર્યો છે. ઈશાન કિશને કુલદીપના બોલ પર રઝાનો શાનદાર કેચ લીધો હતો. રઝાએ કુલદીપને બોલ પર ફટકારવાનો પ્રયાસ કર્યો અને બોલ કિશન પાસે ગયો, જેણે બોલને સારી રીતે જજ કર્યો અને એક શાનદાર કેચ લીધો.
સિકંદર રઝા – 16 રન, 31 બોલ
-
IND vs ZIM Live Score: વિલિયમ્સ સિક્સ ફટકારી
-
IND vs ZIM Live Score:ઝિમ્બાબ્વેનો સ્કોર 50ને પાર
ઝિમ્બાબ્વેનો સ્કોર ચાર વિકેટના નુકસાને 50 રનને પાર કરી ગયો છે. અગાઉની મેચની જેમ આ મેચમાં પણ ઝિમ્બાબ્વેની ઓપનિંગ જોડીએ 20 રન ઉમેર્યા હતા, પરંતુ પ્રથમ વિકેટ પડતાની સાથે જ વિકેટો પડવા લાગી હતી અને હવે ચાર વિકેટે 50 રન બનાવ્યા બાદ ટીમ સંઘર્ષ કરી રહી છે. જોકે ટીમના બે સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન સીન વિલિયમ્સ અને સિકંદર રઝા ક્રિઝ પર છે. આ બંને પર મોટી ભાગીદારી કરીને ટીમને સારા સ્કોર સુધી લઈ જવાની જવાબદારી રહેશે.
-
IND vs ZIM Live Score:ઝિમ્બાબ્વેની ચોથી વિકેટ પડી
પ્રખ્યાત કૃષ્ણાએ ઝિમ્બાબ્વેને ચોથો ઝટકો આપ્યો છે. કૃષ્ણાએ 13મી ઓવરના ચોથા બોલ પર વેસ્લી મેડવેરને આઉટ કર્યો. કૃષ્ણાનો આ બોલ મેડવેરના બેટની કિનારી લેતા વિકેટકીપર સંજુ સેમસનના હાથમાં ગયો અને સંજુએ કેચ પકડવામાં કોઈ ભૂલ કરી નહીં.
મેધવેરે – 2 રન, 12 બોલ
-
IND vs ZIM Live Score:ભારતને બીજી સફળતા મળી
ભારતને બીજી વિકેટ મળી છે
-
IND vs ZIM Live Score:પ્રથમ પાવરપ્લે ઓવર પુરો
પહેલો પાવરપ્લે પૂરો થયો. એટલે કે, પ્રથમ 10 ઓવરની રમત પૂર્ણ થાય છે. આ 10 ઓવરમાં ઝિમ્બાબ્વેએ 26 રન બનાવ્યા છે અને એક વિકેટ ગુમાવી છે.
-
IND vs ZIM Live Score: ઝિમ્બાબ્વેને પ્રથમ ઝટકો
કૈતાનો આઉટ
-
IND vs ZIM Live Score: કાયા ચોગ્ગો ફટકાર્યો
8મી ઓવરમાં ઝિમ્બાબ્વેના ખાતામાં ચોગ્ગો આવ્યો હતો
-
IND vs ZIM Live Score: સિરાજ તરફથી શાનદાર ફિલ્ડિંગ
ઝિમ્બાબ્વેના દાવની પ્રથમ બાઉન્ડ્રી આવવાની હતી પરંતુ મોહમ્મદ સિરાજે તેને રોકી દીધી હતી. કૈતાનોએ છઠ્ઠી ઓવરના પાંચમા બોલ પર શોટ રમ્યો, સિરાજે તેને શાનદાર ફિલ્ડિંગ વડે બાઉન્ડ્રી મેળવતા અટકાવ્યો. 8 ઓવર પછી ઝિમ્બાબ્વેનો સ્કોર વિના નુકશાન 20 રન છે.8મી ઓવર શાર્દુલ ઠાકુરે નાંખી હતી
-
IND vs ZIM Live Score:બોલિંગમાં ફેરફાર
કેપ્ટન કેએલ રાહુલે બોલિંગમાં બદલાવ કર્યો છે. કૃષ્ણાની જગ્યાએ શાર્દુલ ઠાકુરને બોલિંગ આપવામાં આવ્યો છે. આ મેચમાં દીપક ચાહરની જગ્યાએ શાર્દુલ ઠાકુર આવ્યો છે.
-
IND vs ZIM Live Score: 7 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 12/0
ભારત તરફથી મોહમ્મદ સિરાજે 7મી ઓવર ફેંકી હતી. ઝિમ્બાબ્વેના ખેલાડી ઇનોસેન્ટ કાયા 4 અને તાકુડઝવાનશે કૈતાનો 5 રન બનાવી ક્રિઝ પર છે.7 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 12/0 રન છે.
-
IND vs ZIM Live Score: ઝિમ્બાબ્વેની ટીમ પાંચ ઓવરમાં દસ રન સુધી પહોંચી શકી નથી
ઝિમ્બાબ્વેની ઇનિંગ્સની પાંચ ઓવર રહી છે. ટીમ બે આંકડાને સ્પર્શી શકી નથી. તેણે કોઈપણ નુકશાન વિના આઠ રન બનાવ્યા છે. કાયા 14 બોલમાં ચાર અને કૈતાનો 16 બોલમાં બે રન બનાવીને અણનમ છે.
-
IND vs ZIM Live Score: 4 ઓવર બાદ ઝિમ્બાબ્વેનો સ્કોર 4-0
-
IND vs ZIM Live Score: સિરાજ તરફથી મેડન ઓવર
મોહમ્મદ સિરાજે ત્રીજી ઓવર નાખી અને આ ઓવર પણ મેડન હતી. ત્રણ ઓવર પછી ઝિમ્બાબ્વેનો સ્કોરબોર્ડ પર માત્ર એક રન છે. જોકે ટીમે એક પણ વિકેટ ગુમાવી નથી.
-
IND vs ZIM Live Score: દીપક ચહર આ મેચમાં રમી રહ્યો નથી
ઝિમ્બાબ્વેની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઇનોસેન્ટ કાયા અને તાકુડઝવાનશે કૈતાનો ક્રિઝ પર છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે બોલિંગની શરૂઆત કરી હતી. દીપક ચહર આ મેચમાં નથી રમી રહ્યો. આવી સ્થિતિમાં ટીમને સિરાજ અને કૃષ્ણા પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા છે.
-
IND vs ZIM Live Score: બીજી ઓવર મેડઈન રહી
-
IND vs ZIM Live Score: સિરાજ તરફથી શાનદાર ઓવર
ભારત તરફથી મોહમ્મદ સિરાજે પ્રથમ ઓવર ફેંકી હતી. સિરાજે આર્થિક બોલિંગ કરી અને આ ઓવરમાં માત્ર એક રન આપ્યો. આ એક રન કૈતાનોએ બનાવ્યો હતો.
-
IND vs ZIM Live Score: મેચની શરૂઆત
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે બીજી વનડે મેચ શરૂ થઈ ગઈ છે. મોહમ્મદ સિરાજ બોલિગ કરી રહ્યો છે
-
IND vs ZIM Live Score: ઝિમ્બાબ્વેની પ્લેઈંગ ઈલેવન
ઝિમ્બાબ્વે: તદિવાનાશે મારુમની, ઇનોસેન્ટ કાયા, સીન વિલિયમ્સ, વેસ્લે મધવેરે, સિકંદર રઝા, રેઝિસ ચકાબાવા (કેપ્ટન અને વિકેટકીપર), આર. બર્લ, લ્યુક ઝોંગ્વે, બ્રેડ ઇવાંસ, વિક્ટર ન્યાઉચી, આર. ગારવા.
-
IND vs ZIM Live Score: ભારતની પ્લેઈંગ ઈલેવન
A look at our Playing XI 👇
One change for #TeamIndia. Shardul Thakur comes in place of Deepak Chahar.
Live – https://t.co/6G5iy3rRFu #ZIMvIND pic.twitter.com/JAmJ6HxmGu
— BCCI (@BCCI) August 20, 2022
-
IND vs ZIM Live Score: રાહુલે સતત બીજી મેચમાં ટોસ જીત્યો
ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલે સતત બીજી મેચમાં ટોસ જીત્યો હતો. તેણે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે સતત બીજી મેચમાં ઝિમ્બાબ્વેની ટીમ પ્રથમ બેટિંગ કરશે.
-
IND vs ZIM Live Score: બધાની નજર ધવન પર
શિખર ધવને છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ આ મેચમાં તે ઇજાગ્રસ્ત થયો હતો. હવે જોવાનું એ રહેશે કે ધવન આ મેચમાં પ્રવેશ કરે છે કે નહીં.
-
IND vs ZIM Live Score: ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો
Captain KL Rahul wins the toss and we will bowl first in the 2nd ODI.
Live – https://t.co/RDdvga1BXI #ZIMvIND pic.twitter.com/7vF1riOxD9
— BCCI (@BCCI) August 20, 2022
-
IND vs ZIM Live Score: ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવવા ઈચ્છશે
We are here at the Harare Sports Club for the 2nd ODI against Zimbabwe.
Live action to commence at 12.45 PM IST.#ZIMvIND pic.twitter.com/mMoPkph9ju
— BCCI (@BCCI) August 20, 2022
-
IND vs ZIM Live Score: ભારતની નજર સિરીઝ પર
ભારતે પહેલી મેચ ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. આ મેચમાં ભારતે 10 વિકેટે જીત મેળવી અને મેચ એકતરફી રીતે જીતી લીધી. હવે બીજી મેચમાં પણ તે આ જ ફોર્મને ચાલુ રાખવા માંગશે. આ મેચ જીતીને ટીમ ઈન્ડિયા સિરીઝમાં 2-0થી અજેય સરસાઈ મેળવવા ઈચ્છશે.
Published On - Aug 20,2022 12:06 PM