IND Vs AUS: ઈંદોરની પીચ પર હંગામો કેમ થઈ રહ્યો છે હંગામો, જાણો 4 મોટા કારણો
India Vs Australia: ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ ભારતીય બેટરો ઝડપથી જ વિકેટ ગુમાવવા લાગ્યા હતા. ટીમ ઈન્ડિયા માત્ર 109 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવાસ્કર ટ્રોફી રમાઈ રહી છે. ટેસ્ટ સિરીઝમાં શરુઆતથી ભારતીય પીચો પર સવાલો કરવામાં આવી રહ્યા છે. પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઈ હતી. અને જેનુ પરીણામ ત્રીજા દિવસની રમતમાં જ સામે આવી ગયુ હતુ. ત્યારબાદ હવે ઈંદોર ટેસ્ટને લઈ સવાલો થવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજો તો કહી રહ્યા છે કે, ઈંદોરની પિચ ટેસ્ટ ક્રિકેટ માટે લાયક જ નથી. સવાલોના ઘેરામાં આવેલી ઈંદોરની પિચને લઈ હંગામો થવાનુ શુ કારણ છે?
ઈંદોરની પીચને લઈ ઓસ્ટ્રેલિયન પૂર્વ બોલર બ્રેડ હોગે કહ્યુ હતુ કે, શુ ઈંદોર ટેસ્ટ એક જ દિવસમાં ખતમ થઈ જશે. આમ હવે ઈંદોરની પિચને લઈ સવાલો થવા લાગ્યા છે. જોકે સવાલો થવાના કારણો પર એક નજર કરીએ.
સિરીઝમાં સૌથી વધુ ટર્ન ઈંદોરમાં જોવા મળ્યો
ઈંદોરની પીચ પર પ્રથમ દિવસની રમત દરમિયાન પ્રથમ સેશનમાં જ બોલ ટર્ન લેવા લાગ્યો હતો. 4.8 ડિગ્રી સુધી બોલ ટર્ન લઈ રહ્યો હતો. જે શરુઆતના સેશન મુજબ આમ બોલ આટલો ટર્ન ના થઈ શકે. નાગપુર ટેસ્ટમાં પ્રથમ દિવસે પ્રથમ સેશનમાં બોલ 2.5 ડિગ્રી ટર્ન લઈ રહ્યો હતો. જ્યારે દિલ્લીમાં જે 3.8 ડિગ્રી ટર્ન લઈ રહ્યો હતો.
આટલા ડિગ્રી ટર્ન પર ગુમાવી વિકેટ
રોહિત શર્માએ જે બોલ પર વિકેટ ગુમાવી હતી એ બોલ 8.3 ડિગ્રી ટર્ન લીધો હતો. જેની પર રોહિત શર્મા ચૂકી ગયો અને વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલે 5.9 ડિગ્રી ટર્ન લેતા બોલ પર વિકેટ ગુમાવી હતી. પૂજારાએ 6.8 ડિગ્રી ટર્ન લેતા બોલ પર વિકેટ ગુમાવી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા 5.8 ડિગ્રીના બોલ પર વિકેટ ગુમાવી હતી. અય્યરે 3.5 ડિગ્રીના બોલ પર વિકેટ ગુમાવી હતી.
ભારતીય ટીમનો દાવ ઝડપથી સમેટાયો
ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા માત્ર 109 રનના સ્કોર જ નોંધાવ્યો હતો. ટીમ ઈન્ડિયા બીજા સેશનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સુકાની રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજરા અને શ્રેયસ અય્યર સહિતના ખેલાડીઓએ સસ્તામાં વિકેટ ગુમાવી હતી. માત્ર 2 જ ખેલાડીઓ 20ના સ્કોર પર પહોંચી શક્યા હતા.
ઓસ્ટ્રેલિયા સામે સૌથી ખરાબ પ્રદર્શન
ઘર આંગણે રમતા ટીમ ઈન્ડિયાએ ઝડપથી સમેટાઈ જવાનો સૌથી નિચો સ્કોર આજે નોંધાવ્યો હતો. માત્ર 34 મી ઓવરમાંજ ભારતીય ટીમ ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતનુ ઓસ્ટ્ર્લિયા સામે ઘર આંગણે અત્યાર સુધીનુ સૌથી ખરાબ પ્રદર્શન નોંધાવ્યુ છે. આ બધાજ કારણો એકઠા કરીને હવે ચર્ચાઓ બનાવવાની શરુઆત કરી છે.