એક વર્ષનો બાળક મકાઇનો દાણો ખાઇ જતા ફેફસામાં ફસાયો, અમદાવાદ સિવિલમાં કરાઇ સર્જરી, માંડ બચ્યો જીવ, જુઓ Video
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૂળ રાજસ્થાનનો એક પરિવાર તેમના બાળકને લઇને આવ્યો હતો. આ બાળકના ફેફસામાં મકાઇનો દાણો ફસાઇ ગયો હતો. જે પછી બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી. જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ખૂબ જ મહેનત અને પ્રયાસ કરીને બાળકનો જીવ બચાવી લીધો છે.
માતા-પિતા માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મૂળ રાજસ્થાનનો એક પરિવાર તેમના બાળકને લઇને આવ્યો હતો. આ બાળકના ફેફસામાં મકાઇનો દાણો ફસાઇ ગયો હતો. જે પછી બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી. જો કે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ખૂબ જ મહેનત અને પ્રયાસ કરીને બાળકનો જીવ બચાવી લીધો છે.
બાળકના ફેફસામાં ફસાયો મકાઇનો દાણો
અમદાવાદ સિવિલમાં તાત્કાલિક સર્જરી કરીને બાળકને નવજીવન અપાયું છે. મકાઈનો દાણો શ્વાસનળીમાંથી ફેફસામાં ફસાઇ જતા તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી. જે પછી પરિવાર ચિંતામાં આવી ગયો હતો. પરિવાર આ બાળકને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યો હતો. બાળકની સ્થિતિ ગંભીર હતી. જો કે બાળકને બચાવવામાં સુપ્રિન્ટેન્ડન્ટ, બાળરોગ સર્જરી વિભાગના વડાની ટીમે સરાહનીય કામગીરી કરી છે.
શું છે સમગ્ર ઘટના ?
ઘટના કઇક એવી છે કે રાજસ્થાનના રાજસંમદમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારના 1 વર્ષના બાળક લક્ષ્મણને થોડા દિવસો પહેલા અચાનક ખાંસી ઉધરસ સાથે શ્વાસ લેવામાં તકલીફ જણાઈ આવી હતી. જે પછી તેમણે તરત જ રાજસ્થાનના બ્યાવર અને અજમેરમાં બાળરોગ ડોક્ટર્સનો સંપર્ક કર્યો હતો. જે પછી બાળકનું સિટી સ્કેન કરવામાં આવ્યુ હતુ. સિટી સ્કેન કર્યા બાદ 1 વર્ષીય બાળકના ફેંફસામાં મકાઇનો દાણો ફસાયો હોવાનું જાણવા મળ્યુ હતુ. અનેક હોસ્પિટલમાં તપાસ કરાવતા ઓપરેશન માટે વધુ રૂપિયાની માગ કરી હતી.
બાળકની હાલત જોતા રાજસ્થાનના ડોક્ટર્સ દ્વારા બાળકને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ જવા જણાવવામાં આવ્યું હતું.આખરે અમદાવાદ સિવિલમાં બાળકને લવાતા તબીબોએ માનવતા દાખવી તાત્કાલિક ધોરણે સર્જરી કરીને મકાઈનો દાનો બહાર કાઢીને બાળકને નવજીવન આપ્યું.