Valsad :  વાપીની એક ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

Valsad : વાપીની એક ખાનગી કંપનીમાં લાગી ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2024 | 3:04 PM

વાપીની એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. નેશનલ હાઈવે નજીક આવેલી થેમિસ કંપનીમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે વાપીની એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. નેશનલ હાઈવે નજીક આવેલી થેમિસ કંપનીમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું.

કંપનીમાં ભીષણ આગ લાગતા આસપાસ વિસ્તારોમાં દૂર દૂર સુધી ધુમાડો ફેલાઈ ગયો હતો. ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ ઓલવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. જો કે હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયો નથી. તેમજ કંપનીમાં ક્યાં કારણોસર આગ લાગી હતી તેનો ખુલાસો થયો નથી.

વેજલપુરના સ્વરિત એપાર્ટમેન્ટમાં લાગી ભીષણ આગ

બીજી તરફ અમદાવાદના વેજલપુરના સ્વરિત અપાર્ટમેન્ટમાં પાંચમા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગમાં 5 લોકો ફસાયા હતા. જો કે તમામ લોકોને સહી સલામત રેસ્ક્યુ કરાયા હતા. પ્રહલાદ નગર ફાયર સ્ટેશન થી 1 ફાઇટર, 1 ગજરાજ, 1 હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી બચાવવામાં આવ્યા હતા. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘરમાં ફર્નીચર, સોફા, ટીવી આગ થી નુકશાન થયું છે.

g clip-path="url(#clip0_868_265)">