8.11.2024

સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ

Image - Freepik 

સિલિકોનના વાસણની સાફ સફાઈ સારી રીતે કરવી ખૂબ જ મહત્તવની છે.

આ વાસણની સફાઈ માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકાય છે.

ઘણી વખત વાસણમાં ડાઘ જવાનું નામ નથી લેતા ત્યારે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો.

સિલિકોનના વાસણ સાફ કરવા માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકો છો.

હાઇડ્રોજન પેરોક્સાઇડમાં હળવા બ્લીચિંગ ગુણધર્મો છે જે સામગ્રીને નુકસાન પહોંચાડ્યા વિના કોઈપણ જિદ્દી સ્ટેનને દૂર કરવામાં મદદ કરે છે.

ડીશ સોપ અને કોર્નસ્ટાર્ચ પેસ્ટ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો.

સિલિકોન કુકવેર પરના ડાઘ હોય તો ડિશ સોપ અને મકાઈના સ્ટાર્ચથી ક્લિનિંગ પેસ્ટ બનાવવાથી તેમને દૂર કરવામાં મદદ મળી શકે છે.

ડ્રાયર શીટને ગરમ પાણીથી ભરો અને તેને સિંકમાં મૂકો અને તેમાં તમારી સિલિકોન વસ્તુને ડૂબી દો.