હાર્દિક પંડ્યાની અમિત શાહ સાથે મુલાકાત, BCCI સેક્રેટરી જય શાહ પણ હાજર રહ્યા
હાર્દિક પંડ્યા સોશિયલ મીડિયા પર સતત વીડિયો અને ફોટો પોસ્ટ કરી રહ્યો છે, જે દર્શાવે છે કે તેની રિકવરી સારી રીતે ચાલી રહી છે. પરંતુ હાલમાં તેઓ ગૃહમંત્રી અમિત શાહ સાથેની મુલાકાતને લઈને સમાચારમાં છે. બંનેની આ મુલાકાત ક્રિકેટના મેદાન પર થઈ હતી.
ઈજામાંથી સાજા થઈ રહેલા હાર્દિક પંડ્યાએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બંધ રૂમમાં નહીં પરંતુ ક્રિકેટના મેદાનમાં થઈ હતી. હાર્દિક અને અમિત શાહ માટે ક્રિકેટના મેદાનમાં એકસાથે આવવાનું મોટું કારણ હતું, જેના સાક્ષી BCCI સેક્રેટરી જય શાહ પણ હતા. જ્યાં સુધી બંનેના મેદાન પર આવવાના કારણની વાત છે તો તે માત્ર ક્રિકેટ સાથે સંબંધિત હતું. ગૃહમંત્રી અમિત શાહ અને હાર્દિક પંડ્યાએ સાથે મળીને ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ એટલે કે GLPLનું ઉદ્ઘાટન કર્યું.
હાર્દિક લાંબા સમય બાદ જાહેર કાર્યકમમાં જોવા મળ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ‘સાંસદ ખેલકૂદ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તે અંતર્ગત ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ એટલે કે GLPL પણ શરૂ થવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 7 એસેમ્બલીની ટીમો વચ્ચે રમાશે. હાર્દિક પંડ્યાએ સરકારના આ અભિયાનને સમર્થન આપ્યું છે. તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ આ પહેલીવાર છે જ્યારે આવી કોઈ ઘટનામાં જોવા મળ્યો છે.
હાર્દિક પંડ્યા રિકવરી કરી રહ્યો છે
જ્યાં સુધી હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજા થવાની વાત છે તો તેમાં સતત સુદાહરો થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર જે રીતે નેટ પર પરસેવો પાડી રહેલા હાર્દિકના વિઝ્યુઅલ્સ અને ફોટોગ્રાફ્સ સામે આવી રહ્યા છે, તે જોઈને લાગે છે કે તે IPL 2024માં શાનદાર કમબેક કરશે. હાર્દિક પંડ્યા વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયાથી દૂર છે. પુણેમાં બાંગ્લાદેશ સામે રમાયેલી વર્લ્ડ કપ મેચ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી ટીમમાં તેની વાપસી શક્ય બની નથી. પરંતુ, જો બધું લાગે છે તેમ સારું ચાલતું રહ્યું, તો પંડ્યા ટૂંક સમયમાં IPL 2024 માં રમતો જોવા મળશે.
હાર્દિક પંડ્યાની કારકિર્દી
હાર્દિક પંડ્યાએ IPLમાં 123 મેચ રમવા સિવાય અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 86 ODI, 92 T20 અને 11 ટેસ્ટ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે 3500 થી વધુ રન અને 150 થી વધુ વિકેટ છે. IPLમાં 2309 રન બનાવવા ઉપરાંત તેણે અત્યાર સુધીમાં 53 વિકેટ પણ લીધી છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં બે ઈંગ્લિશ ખેલાડીઓએ કર્યો કમાલ, એકે ફટકારી સદી, બીજાએ હેટ્રિક લીધી