IND vs SL : રોહિત શર્મા બાદ વિરાટ કોહલીની પણ છુટ્ટી રદ્દ, બંને ગૌતમ ગંભીર સામે ઝૂક્યા, ODI સિરીઝ રમશે!

શ્રીલંકા સામેની ODI અને T20 શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. મોટા સમાચાર એ છે કે રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલી પણ શ્રીલંકા સામેની ODI સિરીઝમાં રમવાના હોવાના અહેવાલ છે. બંનેએ નવા હેડ કોચ ગૌતમ ગંભીરની વાત માની લીધી છે.

IND vs SL : રોહિત શર્મા બાદ વિરાટ કોહલીની પણ છુટ્ટી રદ્દ, બંને ગૌતમ ગંભીર સામે ઝૂક્યા, ODI સિરીઝ રમશે!
Rohit Sharma & Virat Kohli
Follow Us:
| Updated on: Jul 18, 2024 | 5:12 PM

શ્રીલંકા સામેની ODI અને T20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો છે કે રોહિત શર્મા બાદ હવે વિરાટ કોહલીની રજા પણ રદ્દ કરવામાં આવી છે. આ બંને ખેલાડીઓ શ્રીલંકા સામેની ODI શ્રેણીમાં રમશે. સૂત્રોનું માનીએ તો મુખ્ય કોચ ગૌતમ ગંભીરે બંને ખેલાડીઓને શ્રીલંકા સામેની ODI શ્રેણી માટે ઉપલબ્ધ રહેવા કહ્યું હતું. પહેલા રોહિત શર્માએ સંમતિ આપી અને હવે વિરાટ કોહલી પણ તેના માટે સંમત થયો છે.

રોહિત-વિરાટ શ્રીલંકા સામે ODI સિરીઝ રમશે?

રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને T20 વર્લ્ડ કપ બાદ આરામ કરી રહ્યા હતા. રોહિત શર્મા અમેરિકામાં છે અને વિરાટ કોહલી લંડનમાં છે. આ બંને દિગ્ગજ ખેલાડીઓએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે. એવું માનવામાં આવતું હતું કે બંને દિગ્ગજ શ્રીલંકા સામેની ODI શ્રેણીમાં ભાગ્યે જ રમશે, પરંતુ ગૌતમ ગંભીરે મુખ્ય કોચ બનતાની સાથે જ આ બંનેને ટીમમાં સામેલ કરવા આગ્રહ કર્યો છે. એવામાં રોહિત-વિરાટ શ્રીલંકા સામે વનડે સિરીઝ રમશે એવું લાગી રહ્યું છે. જો કે શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.

કોહલી 7 વર્ષ બાદ શ્રીલંકામાં ODI સિરીઝ રમશે!

તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ કોહલી છેલ્લા 7 વર્ષથી શ્રીલંકામાં વનડે સિરીઝ રમ્યો નથી. વિરાટે છેલ્લી વનડે શ્રેણી વર્ષ 2017માં શ્રીલંકામાં રમી હતી. વર્ષ 2017માં, વિરાટ કોહલીએ શ્રીલંકા ODI શ્રેણીમાં 110ની એવરેજથી 330 રન બનાવ્યા હતા, જેમાં તેણે 2 સદી અને એક અડધી સદી ફટકારી હતી. વિરાટ કોહલીનો સ્ટ્રાઈક રેટ પણ 111.86 હતો. મતલબ કે હવે ફરી એકવાર વિરાટ કોહલી શ્રીલંકામાં તબાહી મચાવી શકે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

સૂર્યકુમાર યાદવ T20 કેપ્ટન બનશે!

મોટા સમાચાર એ છે કે, ગૌતમ ગંભીરે પણ ટીમ ઈન્ડિયાના T20 કેપ્ટનને લઈને મોટો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાની જગ્યાએ હવે સૂર્યકુમાર યાદવ T20 કેપ્ટન બનશે. પરંતુ આ તમામ બાબતો ટીમની જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: વિરાટ કોહલી પુત્ર અકાય સાથે લંડનમાં એક દુકાનમાં ફૂલ ખરીદતો જોવા મળ્યો, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">