પુર્વ દિગ્ગજ ક્રિકેટર દિલીપ વેંગસરકર (Dilip Vengsarkar) એ શ્રીલંકા સામેની શ્રેણી માટે પસંદ કરવામાં આવેલ ભારતીય ટેસ્ટ ટીમ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેણે કહ્યું કે આ ટીમમાં બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) અને સરફરાજ ખાન (Sarfaraz Khan) ને તક મળવી જોઇતી હતી. વેંગસરકર પ્રમાણે પસંદગીકર્તાઓએ આ બંને ખેલાડીઓ સાથે અન્યાય કર્યો છે. સરફરાજ ખાનની વાત કરી તો આ સમયે રણજી ટ્રોફીમાં તે શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. મુંબઈ ટીમ તરફથી રમતા તેણે પહેલી જ મેચમાં બેવડી સદી ફટકારી હતી. તેણે સૌરાષ્ટ્ર સામે 401 બોલમાં 275 રન બનાવ્યા હતા. પોતાની આ ઇનિંગ સમયે સરફરાજ ખાને 30 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતા દિલીપ વેંગસરકરે કહ્યું કે ઋતુરાજ ગાયકવાડ અને સરફરાજ ખાનને નજર અંદાજ કરવું કોઇ કાળે વ્યજબી લાગતું નથી. તેના પ્રમાણે આ ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણું સારૂ પ્રદર્શન કર્યું છે અને એટલા માટે આ બંને ખેલાડીઓને તક મળવી જોઇતી હતી.
તેમણે કહ્યું, “એવું લાગી રહ્યું છે કે જ્યારે ટીમની પસંદગી કરવામાં આવે છે તો કોઇ પણ પ્રકારની વાતોને ધ્યાનમાં રાખવામાં આવતી નથી. ઋતુરાજ અને સરફરાજને તમે બહાર કઇ રીતે કરી શકો છો, જેમણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા છે. જો હાલની ટીમને જોવામાં આવે તો કેટલાક ખેલાડીઓ એવા છે જે ટેલેન્ટેડ તો જરૂર છે પણ તેણે તેમણે એટલું સારૂ પ્રદર્શન કર્યું નથી. દરેક ખેલાડીને ટીમમાં તક મળવી જોઇએ. ઋતુરાજ અને સરફરાજનું સ્થાન ખરેખર ટીમમાં બને છે. તેમની પસંદગી ન કરીને પસંદગીકર્તાઓએ તે ખેલાડીઓનું મનોબળ તોડી દીધું છે.
રોહિત શર્મા (સુકાની), મયંક અગ્રવાલ, પ્રિયાંક પંચાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, શુભમન ગિલ, રિષભ પંત, કે.એસ. ભરત, આર. અશ્વિન (ફીટનેસ), રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ (ઉપ સુકાની), મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને સૌરભ કુમાર.
આ પણ વાંચો : IPL ટીમ ગુજરાત ટાઇટન્સે લોન્ચ કર્યો ટીમનો લોગો, સ્પેશિયલ વીડિયોમાં સુકાની હાર્દિકને અલગ અંદાજમાં બતાવવામાં આવ્યો
આ પણ વાંચો : Ranji Trophy: ડેબ્યૂ મેચમાં જ યશ ઢુલનો કમાલ, બે શતક ફટકારી બનાવી દીધો વિક્રમ