ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રન પર સમાપ્ત, કુલદીપે પાંચ અને અશ્વિને ચાર વિકેટ ઝડપી

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. પરંતુ કુલદિપ યાદવે પાંચ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડને વધુ સ્કોર કરતુ અટકાવ્યું હતું. 100મી ટેસ્ટ મેચ રમી રહેલા આર અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. તો રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ મેળવી હતી. ઈંગ્લેન્ડના તમામે તમામ બેટ્સમેનોને ભારતીય સ્પીનરોએ પેવેલિયનમા મોકલી આપ્યા હતા.

ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રન પર સમાપ્ત, કુલદીપે પાંચ અને અશ્વિને ચાર વિકેટ ઝડપી
Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2024 | 3:31 PM

ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો. કુલદીપ યાદવે પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે જ પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા આર અશ્વિને ચાર વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી જેક ક્રાઉલીએ સૌથી વધુ 79 રન બનાવ્યા હતા. આ સિવાય રવિન્દ્ર જાડેજાને એક વિકેટ મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ધર્મશાલાના મેદાન પર રમાઈ રહેલા ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના પ્રથમ દાવની તમામ 10 વિકેટ ભારતીય સ્પિનરોએ લીધી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત સારી રહી હતી. બેન ડકેટ અને જેક ક્રાઉલીએ પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. કુલદીપ યાદવે આ ભાગીદારી તોડી. તેણે ડકેટને શુભમન ગિલના હાથે અદ્ભુત કેચ કરાવ્યો. ડકેટ 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ક્રાઉલે તેની ટેસ્ટ કારકિર્દીની 14મી અને ભારત સામે પાંચમી અડધી સદી પૂરી કરી. લંચ પહેલા કુલદીપે ઓલી પોપને વિકેટકીપર ધ્રુવ જુરેલના હાથે સ્ટમ્પ આઉટ કરાવ્યો અને ઈંગ્લિશ ટીમને બીજો ઝટકો આપ્યો. પોપ 11 રન બનાવી શક્યો હતો.

પ્રથમ સેશનમાં 25.3 ઓવર નાખવામાં આવી હતી અને ઈંગ્લેન્ડે 100 રન બનાવ્યા હતા અને બે વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી બીજા સેશનમાં ઈંગ્લેન્ડે 29.3 ઓવર બેટિંગ કરી અને 94 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. એક સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 38મી ઓવરમાં બે વિકેટે 137 રન હતો. આ પછી ક્રાઉલીની વિકેટ પડી અને અહીંથી ઈંગ્લેન્ડની આખી ઈનિંગની પડતી શરૂ થઈ. 137ના સ્કોર પર બે વિકેટ સાથે ઈંગ્લેન્ડની ટીમ 58મી ઓવરમાં 218 રનમાં સમેટાઈ ગઈ હતી. 20 ઓવરમાં અને 81 રન બનાવીને ભારતે ઈંગ્લેન્ડની બાકીની આઠ વિકેટ ઝડપી હતી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

ક્રાઉલીએ 108 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 79 રન બનાવ્યા હતા. જ્યારે જો રૂટ 26 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે તેની 100મી ટેસ્ટ રમી રહેલા જોની બેરસ્ટો 29 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપે કેપ્ટન બેન સ્ટોક્સને ખાતું પણ ખોલવા દીધું ન હતું. ઈંગ્લેન્ડનો સ્કોર 175 રન હતો ત્યારે ટીમે બેયરસ્ટો, રૂટ અને સ્ટોક્સની વિકેટ ગુમાવી દીધી હતી. અશ્વિને ઇનિંગની 50મી ઓવરમાં હાર્ટલી (6) અને વુડ (0)ને પેવેલિયન મોકલી દીધા હતા. આ પછી એન્ડરસન (0)ને પેવેલિયન મોકલીને ઈંગ્લેન્ડનો દાવ 218 રનમાં સમેટાઈ ગયો હતો. બશીર 11 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">