Cannesમાં કિયારા અડવાણીએ બ્લેક અને પિંક ગાઉનમાં લૂટી મહેફિલ
19 May, 2024
Image - Instagram
હંમેશાની જેમ આ વખતે પણ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડ સ્ટાર્સનો જાદુ જોવા મળી રહ્યો છે. કિયારા અડવાણીએ પોતાના લુકથી ચાહકોનું દિલ જીતી લીધું છે.
Image - Instagram
ડિનર ગાલા માટે કિયારા અડવાણીએ પિંક અને બ્લેક ડ્રેસ પહેર્યો હતો.
Image - Instagram
તેણે સ્ટ્રેપલેસ પિંક ટોપ સાથે ફિશ કટ લોંગ સ્કર્ટ પહેર્યું હતું. હાથ પર લાંબા નેટ ગ્લોવ્ઝ પહેર્યા હતા.
Image - Instagram
એક તરફ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ધમધમાટ છે, તો બીજી તરફ વુમન ઇન સિનેમા કાર્યક્રમમાં કિયારા અડવાણીનું સન્માન કરવામાં આવ્યું છે.
Image - Instagram
કાન્સમાં ડિનર દરમિયાન રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને વેનિટી ફેર યુરોપ દ્વારા સન્માનિત કરવામાં આવેલી 6 ફિલ્મ અભિનેત્રીઓમાં કિયારા અડવાણી પણ સામેલ હતી
Image - Instagram
કિયારાનો લુક ખુબ જ સિંપલ હતો તેમ છત્તા તે ખુબ સુંદર લાગી રહી હતી જેમાં તેણે એક સુંદર નેકલેસ પણ પહેર્યો હતો.
Image - Instagram
હાઈ ટાઈટ હેર બન અને ગ્લોસી મેકઅપમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગે છે. ત્યાં પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં તમે અભિનેત્રીને શાનદાર પોઝ આપતી જોઈ શકો છો.
Image - Instagram
અભિનેત્રીના આ લુકને જોઈને તો પતિ સિદ્ધાર્થ પણ ખુદને રોકી ન શક્યો અને સોશિયલ મીડિયામાં પત્ની પર પ્રેમ વરસાવ્યો