AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મિશન ‘2023 વનડે વર્લ્ડ કપ’ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, કેપ્ટન જોસ બટલર સહિત આ 15 ખેલાડીઓને મળ્યુ સ્થાન

વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડે હજુ સત્તાવાર રીતે આઈસીસીને વર્લ્ડ કપ માટે ખેલાડીઓના નામ આપ્યા નથી. ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ 2023માં હવે લગભગ 50 દિવસ બાકી છે.

મિશન '2023 વનડે વર્લ્ડ કપ' માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, કેપ્ટન જોસ બટલર સહિત આ 15 ખેલાડીઓને મળ્યુ સ્થાન
england provisional world cup 2023 squad
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 10:49 PM
Share

England Cricket Team : ભારતમાં યોજાનારા વનડે વર્લ્ડ કપ 2023માં હવે લગભગ 50 દિવસ બાકી છે. ત્યારે ડિફેન્ડિગ ચેમ્પિયન ઈંગ્લેન્ડે પોતાના ધૂંધરોથી ભરપૂર ટીમની જાહેરાત કરી છે. જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ દ્વારા જાહેર થયેલી આ ટીમ કાયમી નથી. પણ વનડે વર્લ્ડ કપની (World Cup 2023) શરુઆત પહેલા આ અસ્થાયી ટીમમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા પણ નથી.

ઈંગ્લેન્ડે અસ્થાયી ટીમમાં 15 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. મહત્વની વાત એ છે કે આમાં હેરી બ્રુક અને જોફ્રા આર્ચરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આર્ચર કદાચ વર્લ્ડ કપમાં નહીં રમી શકે. કારણ કે ઈજા બાદ તે સંપૂર્ણ રીતે ફિટ થઈ શક્યો નથી. ઈંગ્લેન્ડના પસંદગીકાર લ્યુક રાઈટે કહ્યું કે આર્ચર માત્ર રિઝર્વ ખેલાડી તરીકે ટીમનો ભાગ હશે.

આ પણ વાંચો : બેન સ્ટોક્સ નિવૃત્તિ બાદ ODI ક્રિકેટમાં ફરી કરશે વાપસી, ન્યૂઝીલેન્ડ સામે મચાવશે ધમાલ

ઈંગ્લેન્ડની અસ્થાયી વર્લ્ડ કપ ટીમ: જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ગુસ એટકિન્સન, જોની બેરસ્ટો, સેમ કરન, લિયામ લિવિંગસ્ટોન, ડેવિડ મલાન, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, રીસ ટોપલી, ડેવિડ વિલી, માર્ક વુડ , ક્રિસ વોક્સ.

આ પણ વાંચો : Lionel Messi Video: લિયોનેલ મેસ્સીએ કર્યો આશ્ચર્યજનક ગોલ, ઇન્ટર મિયામીએ લીગ કપની ફાઇનલમાં કરી એન્ટ્રી

આ ટીમમાં બેન સ્ટોક્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટોક્સે 2022માં ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ હવે તે નિવૃત્તિમાંથી પરત ફરશે.

સ્ટોક્સે અત્યાર સુધી 105 વનડે રમી છે. તેણે આ ફોર્મેટમાં 3 સદી અને 21 અડધી સદી ફટકારી છે. આ સાથે 2924 રન બનાવ્યા છે. સ્ટોક્સે 74 વિકેટ લીધી છે. વનડેમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 61 રનમાં 5 વિકેટ લેવાનું રહ્યુ છે.

આ પણ વાંચો : PHOTOS : રિંકૂ સિંહ આર્યલેન્ડ પહોંચતા જ આવ્યો ચર્ચામાં, તસવીર જોઈ ચોંક્યા ફેન્સ

વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ઈંગ્લેન્ડે હજુ સત્તાવાર રીતે આઈસીસીને વર્લ્ડ કપ માટે ખેલાડીઓના નામ આપ્યા નથી. પરંતુ ટૂંક સમયમાં જ ઈંગ્લેન્ડ બોર્ડ આઈસીસીને ટીમને સુપરત કરી શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">