AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lionel Messi Video: લિયોનેલ મેસ્સીએ કર્યો આશ્ચર્યજનક ગોલ, ઇન્ટર મિયામીએ લીગ કપની ફાઇનલમાં કરી એન્ટ્રી

Inter Miami vs Philadelphia Leagues Cup: યુરોપ બાદ દિગ્ગજ ફૂટબોલર મેસ્સી અમેરિકન ફૂટબોલમાં ધમાલ મચાવી રહ્યો છે. ઈન્ટર મિયામી તરફથી રમી રહેલા મેસ્સીએ છઠ્ઠી મેચ સુધીમાં નવ ગોલ પૂરા કર્યા હતા. છઠ્ઠી મેચમાં તેણે એક ચોંકાવનારો ગોલ કર્યો જેને કારણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.

Lionel Messi Video: લિયોનેલ મેસ્સીએ કર્યો આશ્ચર્યજનક ગોલ, ઇન્ટર મિયામીએ લીગ કપની ફાઇનલમાં કરી એન્ટ્રી
Image Credit source: TWITTER
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 7:45 PM
Share

USA : 36 વર્ષની ઉંમરે પણ દિગ્ગજ ફૂટબોલ મેસ્સી યુવા ખેલાડીઓ જેવી રમત રમી રહ્યો છે. આર્જેન્ટિનાનો આ સુપરસ્ટાર ખેલાડી હવે અમેરિકામાં ધમાલ મચાવી રહ્યો છે. મેજર લીગ સોકરની ટીમ ઈન્ટ મિયામીના કેપ્ટન મેસ્સી(Messi) સતત છઠ્ઠી મેચમાં ગોલ ફટકાર્યો છે. તેના ગોલ મદદથી ઈન્ટર મિયામી પહેલીવાર લીગ કપની ફાઈનલમાં પહોંચી છે.

ફિલાડેલ્ફિયા યૂનિયન કલબ સામે મેસ્સીની ટીમે 4-1થી જીત મેળવી છે.મેસ્સીની કેપ્ટનશીપમાં ઈન્ટર મિયામીએ તમામ છ મેચ જીતી છે.આ સાથે જ ઈન્ટર મિયામીએ 2024 કોન્કાકૈફ ચેમ્પિયન્સ કપમાં પોતાનું સ્થાન પાક્કુ કર્યુ છે. મેસ્સીની દરેક મેચ જોવા માટે અમેરિકાના સ્ટેડિયમની બહાર ફેન્સ પડાપડી કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Australia vs England Semi Final : ઓસ્ટ્રેલિયાને 3-1થી હરાવીને ઈંગ્લેન્ડ પહોંચ્યુ ફાઈનલમાં, ફિફાને મળશે નવી ચેમ્પિયન ટીમ

અમેરિકાની ધરતી પર મેસ્સીનો શાનદાર ગોલ

સેમિફાઈનલ મેચમાં ઈન્ટર મિયામીના જોસેફ માર્ટિનેઝે ત્રીજી મિનિટે ગોલ કરીને ધમાકેદાર શરુઆત કરી હતી. 20મી મિનિટે મેસ્સીએ જે ગોલ કર્યો, તેવો ગોલ તમે ભાગ્યે જ પહેલા જોયો હશે. ગોલપોસ્ટથી 30 મીટર દૂરથી જ મેસ્સીએ એવો શોર્ટ ફટકાર્યો કે ગોલકીપર પણ દંગ રહી ગયો. ત્રણ સિઝનમાં બેસ્ટ ગોલકીપર રહેલા આંદ્રે બ્લેક પણ મેસ્સીના આ ગોલને રોકી શક્યો ના હતો.

આ પણ વાંચો : PHOTOS : રિંકૂ સિંહ આર્યલેન્ડ પહોંચતા જ આવ્યો ચર્ચામાં, તસવીર જોઈ ચોંક્યા ફેન્સ

સ્પેનના કલબ બાર્સિલોનામાં લાંબા સમયથી એક સાથે રમેલા મેસ્સીના સાથી જોડી અલ્બાએ ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો. મેચના અંતે સ્કોર 4-1 રહ્યો અને ઈન્ટર મિયામીએ ફાઈનલમાં સ્થાન પાક્કી કર્યુ. મેસ્સીએ કુલ 6 મેચમાંથી ત્રણ મેચમાં 2-2 વાર અને ત્રણ મેચમાં 1-1 ગોલ કર્યા છે.

આ પણ વાંચો : ODI World Cup 2023 : ભારત-પાકિસ્તાન મેચ માટે અમદાવાદમાં હોટલનું ભાડું 2.5 લાખ રૂપિયા પર પહોંચ્યું, ફ્લાઇટ 5 ગણી મોંઘી થઈ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
g clip-path="url(#clip0_868_265)">