પિતા યુદ્ધમાં પાકિસ્તાનને ધુળ ચટાવી ચૂક્યા છે, તો પુત્રએ ક્રિકેટના મેદાનમાં ઈંગ્લેન્ડને પરસેવો પાડી દીધો છે. ત્યારે આઈપીએલ 2024માં ફોઝીના દિકરાનું સ્વાગત પણ એક ફોઝીની જેમ કરવામાં આવ્યું હતુ. જોવા મળ્યું જ્યારે ધ્રુવ જુરેલે રાજસ્થાન રૉયલ્સની કેમ્પમાં એન્ટ્રી કરી છે. આ તમામ પ્રી-પ્લાન હતો. એ આપણે દાવાથી કહી શકતા નથી પરંતુ જે ઝલક ધ્રુવના આવ્યા બાદ રાજસ્થાન કેમ્પમાં જોવા મળી તે અદ્ધભુત હતી અને સાથે દિલ જીતનારી પણ હતી. રાજસ્થાન રોયલ્સે સેલ્યુટ મારી ધ્રુવ જુરેલનું સ્વાગત કર્યું હતુ.
તમે વિચારી રહ્યા હશો કે, ધ્રુવ જુરેલને આ સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી કેમ? તો આની પાછળ મુ્ખ્ય કારણ છેલ્લા કેટલાક દિવસથી તેનું ચર્ચામાં રહેવું, જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યું કર્યું હતુ ત્યારથી તેના નામની જ ચર્ચા થઈ રહી હતી. એવું એટલા માટે કારણ કે, ટેસ્ટ સીરિઝમાં પોતાના પ્રરફોર્મન્સને તેમણે આવું કરવા મજબુર કર્યો હતો. ભલે તમે ધ્રુવ જુરેલનું નામ જાણતા નહિ હોય પરંતુ આ વખતે આઈપીએલમાં આ નામની ચર્ચા થનારી છે તેમજ આ ખેલાડી ધુમ પણ મચાવવા માટે તૈયાર છે.
The only way you deserve to be welcomed, @dhruvjurel21 pic.twitter.com/nqDViH8CsV
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2024
ધ્રુવ જુરેલ વિકેટકીપર બેટ્સમેન છે. જે મિડિલ ઓડરમાં બેટિંગ કરે છે, 2020 અંડર 19 વર્લ્ડકપમાં રમનારી આ ભારતીય ટીમના ઉપકેપ્ટન રહેલા ધ્રુવ જુરલને રાજસ્થાન રોયલ્સે 20 લાખ રુપિયામાં ખરીદ્યો છે. આઈપીએલમાં અત્યાર સુધી તે રાજસ્થાન રોયલ્સ માટે જ રમ્યો છે. આ ટીમ હજુ પણ રમી રહ્યો છે અત્યાર સુધી 13 મેચમાં ધ્રુવ જુરેલનો સ્ટ્રાઈક રેટ 172.73નો છે.
થોડા દિવસો પહેલા ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝમાં ડેબ્યુ કરનારા ધ્રુવ જુરેલે 3 મેચમાં 190 રન બનાવ્યા હતા. આ સાથે તેના બેટમાંથી એક અડધી સદી પણ આવી હતી. ધ્રુવ જુરેલને મેદાન પર જ સેલ્યુટ મારી જશ્ન મનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Sidhu Moosewala : સિદ્ધુ મૂસેવાલાના ઘરે આવ્યું નાનું મહેમાન માતાએ 58 વર્ષે આપ્યો પુત્રને જન્મ, ફોટો આવ્યો સામે