IPL 2024: દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું
કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને એકતરફી મેચમાં 106 રનથી હરાવ્યું હતું. કોલકાતા નાઈટ રાઇડર્સે સતત ત્રીજી મેચમાં જીત નોંધાવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. જ્યારે બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ચાર મેચમાં આ ત્રીજી હાર છે. દિલ્હી પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને પહોંચી ગયું છે.
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 16મી મેચ એકતરફી રહી હતી. દિલ્હી કેપિટલ્સને કોલકાતા નાઈટ રાઈડર્સે 106 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીની ટીમે 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ માત્ર 166 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મોટી જીત સાથે કોલકાતાએ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવી લીધું છે. કોલકાતાની ટીમે અત્યાર સુધીની ત્રણેય મેચ જીતી છે અને દરેક મોરચે શાનદાર પ્રદર્શન કર્યું છે.
કોલકાતાનો એકતરફી વિજય
કોલકાતા નાઈટ રાઈડર્સે તેની ત્રીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું. બેટિંગ કરતી વખતે સુનીલ નારાયણે 39 બોલમાં 85 રનની ઇનિંગ રમી હતી. અંગક્રિશ રઘુવંશીએ તેની પ્રથમ IPL ઇનિંગમાં 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ પછી રસેલે 19 બોલમાં 41 રનની ઈનિંગ રમી હતી. રિંકુ સિંહે પણ 8 બોલમાં 26 રન બનાવ્યા હતા. આ પછી બોલિંગમાં વૈભવ અરોરાએ 4 ઓવરમાં 27 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે મિચેલ સ્ટાર્ક 3 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. વરુણ ચક્રવર્તીએ 33 રનમાં 3 વિકેટ લીધી હતી.
દિલ્હીની ટીમ દરેક મોરચે નિષ્ફળ રહી
આ મેચમાં દિલ્હીની ટીમ દરેક મોરચે નિષ્ફળ રહી હતી. સૌથી પહેલા કેપ્ટન રિષભ પંતે ટોસ હાર્યો અને ત્યારબાદ સુનીલ નારાયણે કોલકાતાને એવી શરૂઆત અપાવી કે જાણે દિલ્હી કેપિટલ્સના બોલરોએ હાર જ માંની લીધી હોય. દિલ્હીનો કોઈ બોલર સારી બોલિંગ કરી શક્યો નહીં. એનરિક નોરખિયાએ 4 ઓવરમાં 59 રન આપ્યા હતા. રસિક સલામે 3 ઓવરમાં 47 રન આપ્યા હતા. ખલીલ અહેમદ અને ઈશાંત શર્માએ 43-43 રન આપ્યા હતા. અક્ષર પટેલે એક ઓવર નાંખી અને તેણે પણ 18 રન બનાવ્યા.
Thunderous batting display Comprehensive bowling & fielding display
A hat-trick of wins for @kkriders & they go to the of the points table
Scorecard ▶️ https://t.co/SUY68b95dG #TATAIPL | #DCvKKR pic.twitter.com/xq4plqLatQ
— IndianPremierLeague (@IPL) April 3, 2024
દિલ્હીની સિઝનની સૌથી મોટી હાર
આ પછી વોર્નર 18 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે શો 10 રન બનાવીને આઉટ થયો હતો. મિશેલ માર્શ અને અભિષેક પોરેલ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. રિષભ પંતે 25 બોલમાં 55 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 32 બોલમાં 54 રન બનાવ્યા હતા, જેના કારણે દિલ્હીને શરૂઆતમાં પતન થતું બચાવ્યું હતું. જોકે, દિલ્હીને હજુ પણ આ સિઝનની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : IPL 2024: ઈશાંત શર્માએ કંઈક એવું કર્યું કે વિરોધી ટીમનો બેટ્સમેન પણ તેના માટે તાળીઓ પાડવા લાગ્યો