DC vs CSK Score, IPL 2024 : ચેન્નાઈ સામેની રોમાંચક મેચમાં દિલ્હીનો 20 રને વિજય

Nancy Nayak
| Edited By: | Updated on: Mar 31, 2024 | 11:58 PM

Delhi Capitals vs Chennai Super Kings Live Score in gujarati : રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રને હરાવ્યું હતું. આ સાથે દિલ્હી કેપિટલ્સે સતત બે હાર બાદ જીતનું ખાતું ખોલ્યું છે.

DC vs CSK Score, IPL 2024 : ચેન્નાઈ સામેની રોમાંચક મેચમાં દિલ્હીનો 20 રને વિજય

રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રને હરાવ્યું હતું. આ સાથે દિલ્હી કેપિટલ્સે સતત બે હાર બાદ જીતનું ખાતું ખોલ્યું છે. IPL 2024ની 13મી મેચમાં, દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા ડેવિડ વોર્નર અને રિષભ પંતની અડધી સદીના સહારે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. 192 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. એમએસ ધોનીએ 16 બોલમાં અણનમ 37 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Mar 2024 11:24 PM (IST)

    DC vs CSK Live Score, IPL 2024 : દિલ્હીનો 20 રને વિજય

    ચેન્નાઈ સામેની આજની મેચમાં દિલ્હીનો 20 રને વિજય થયો હતો. દિલ્હીએ પહેલા બેટિંગ કરતા ચેન્નાઈને 192 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે મહેન્દ્રસિંહ ધોનની ચેન્નાઈની ટિમે 20 ઓવરમાં છ વિકેટના ભોગે 171 રન જ કરી શકી હતી.

  • 31 Mar 2024 11:23 PM (IST)

    DC vs CSK Live Score, IPL 2024 : 19મી ઓવરમાં ધોનીની ગણતરી ખોટી પડી

    દિલ્લી સામેની રોમાંચક મેચમાં ત્ર વિકેટ પડી ગયા બાદ મેદાનમાં આવેલ મહેન્દ્રસિંહ ધોનીએ પહેલા જ બોલે ફોર મારીને પ્રેક્ષકોને આનંદમાં લાવી દીધા હતા. જો કે, મેચની 19મી મુકેશકુમારે નાખેલી ઓવરમાં મહેન્દ્રસિંહ ધોનીની ગણતરી ખોટી ઠરી હોય તેમ થયું. 19મી ઓવરનો પહેલો બોલ મુકેશ કુમારે વાઈડ નાખ્યો હતો. ત્યાર બાદના બોલે એક રન લીધો હતો. પરંતુ પછીના ત્રણ બોલે એક પણ રન લીધો નહોતો. ઓવરના પાંચમાં બોલે મહેન્દ્રસિંંહ ધોનીએ એક રન લીધો હતો. જ્યારે ઓવરના છઠ્ઠા બોલે રવિન્દ્ર જાડેજાએ બે રન લીધા હતા. આમ 19મી નિર્ણાયક ઓવરમાં મુકેશ કુમારે માત્ર પાંચ જ રન આપ્યા હતા.

  • 31 Mar 2024 11:06 PM (IST)

    DC vs CSK Live Score: ચેન્નાઈને 18 બોલમાં 58 રનની જરૂર

    ચેન્નાઈ સુપર કિંગ્સે હવે જીતવા માટે 18 બોલમાં 58 રન બનાવવા પડશે. 17 ઓવર પછી ટીમનો સ્કોર 6 વિકેટે 134 રન છે. રવિન્દ્ર જાડેજા 12 બોલમાં 16 રન અને એમએસ ધોની ત્રણ બોલમાં 9 રન બનાવીને ક્રિઝ પર છે.

  • 31 Mar 2024 11:05 PM (IST)

    DC vs CSK Live Score: MS ધોનીની ધમાકેદાર એન્ટ્રી

    MS ધોનીએ આવતાની સાથે જ પ્રથમ બોલે ફોર ફટકારી હતી.

  • 31 Mar 2024 11:03 PM (IST)

    DC vs CSK Live Score: શિવમ દુબે પેવેલિયન પરત ફર્યો

    શિવમ દુબે 17 બોલમાં 18 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા છે. મુકેશ કુમારને મેચમાં ત્રીજી સફળતા મળી હતી.

  • 31 Mar 2024 10:51 PM (IST)

    DC vs CSK Live Score: રહાણે બાદ રિઝવી પણ આઉટ

    મુકેશ કુમારે બે બોલમાં સતત બે વિકેટ લીધી છે. મુકેશે પહેલા રહાણેને આઉટ કર્યો અને પછી સમીર રિઝવીને પણ આઉટ કર્યો. 14મી ઓવરમાં માત્ર બે રન જ બન્યા હતા. હવે ચેન્નાઈને 36 બોલમાં 89 રન બનાવવાના છે.

  • 31 Mar 2024 10:40 PM (IST)

    DC vs CSK Live Score: ચેન્નાઈને જીતવા માટે 42 બોલમાં 91 રનની જરૂર

    13 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર ત્રણ વિકેટે 101 રન છે. અજિંક્ય રહાણે 28 બોલમાં 45 રન અને શિવમ દુબે 10 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે 16 બોલમાં 26 રનની ભાગીદારી છે.

  • 31 Mar 2024 10:37 PM (IST)

    DC vs CSK Live Score: ચેન્નાઈનો સ્કોર 92-3

    12 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર ત્રણ વિકેટે 92 રન છે. આ ઓવરમાં મિચેલ માર્શે 14 રન બનાવ્યા હતા. રહાણેએ આ ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. રહાણે હવે 27 બોલમાં 45 રન સુધી પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં તેણે 5 ફોર અને 2 સિક્સર ફટકારી છે. તેની સાથે શિવમ દુબે ચાર રન પર છે.

  • 31 Mar 2024 10:28 PM (IST)

    DC vs CSK Live Score: ચેન્નાઈની ત્રીજી વિકેટ

    ચેન્નાઈ સુપર કિંગ્સે 11મી ઓવરમાં 75ના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવી હતી. ડેરીલ મિશેલ 26 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો હતો. તેણે બે સિક્સ અને એક ફોર ફટકારી હતી. હવે રહાણે સાથે શિવમ દુબે ક્રિઝ પર છે.

  • 31 Mar 2024 10:12 PM (IST)

    DC vs CSK Live Score: ચેન્નાઈનો સ્કોર 47/2

    8 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર બે વિકેટે 47 રન છે. રહાણે 19 બોલમાં 25 રન અને મિશેલ 15 બોલમાં 14 રન બનાવીને રમતમાં છે. બંને વચ્ચે 30 બોલમાં 39 રનની ભાગીદારી છે. ચેન્નાઈને હવે 72 બોલમાં જીતવા માટે 145 રન બનાવવાના છે. રહાણેએ ત્રણ ફોર અને એક સિક્સ ફટકારી છે.

  • 31 Mar 2024 10:06 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીના નામે રહ્યું પાવરપ્લે

    પાવરપ્લે દિલ્હી કેપિટલ્સના નામે રહ્યો. 6 ઓવર પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો સ્કોર બે વિકેટે 32 રન રહ્યો. રહાણે 14 બોલમાં 18 રન બનાવીને રમતમાં છે. તેણે 2 ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા છે. તેની સાથે ડેરીલ મિશેલ આઠ બોલમાં સાત રન પર છે.

  • 31 Mar 2024 09:58 PM (IST)

    DC vs CSK Live Score: રહાણેએ ફટકાર્યા બે ચોગ્ગા

    ચોથી ઓવરમાં અજિંક્ય રહાણેએ બે ચોગ્ગા ફટકાર્યા હતા. 4 ઓવર પછી ચેન્નાઈનો સ્કોર બે વિકેટે 17 રન છે. અજિંક્ય રહાણે આઠ બોલમાં 10 રન બનાવીને રમતમાં છે. ડેરીલ મિશેલ તેની સાથે એક રન પર છે.

  • 31 Mar 2024 09:50 PM (IST)

    DC vs CSK Live Score: રચિન રવિન્દ્ર 7 રન બનાવી આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રીજી ઓવરમાં માત્ર સાત રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી હતી. રચિન રવિન્દ્ર 12 બોલમાં માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. ચેન્નાઈ સામે 192 રનનો પડકાર છે.

  • 31 Mar 2024 09:48 PM (IST)

    DC vs CSK Live Score, IPL 2024 : ખલિલે નાખી મેઈડન વિકેટ ઓવર

    દિલ્હી સામે 192 રનના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરેલ ચેન્નાઈ સુપર કિંગ્સે, 3 ઓવરના અંતે 2 વિકેટના ભોગે 7 રન બનાવ્યા છે. ત્રીજી ઓવરમાં ચેન્નાઈએ રચિન રવિન્દ્રની વિકેટ ગુમાવી છે. ખલિલે આ ત્રીજી ઓવર નાખી હતી જે મેઈડન રહેવાની સાથે એક વિકેટ મેળવી હતી.

  • 31 Mar 2024 09:39 PM (IST)

    DC vs CSK Live Score: ઋતુરાજ ગાયકવાડ પ્રથમ ઓવરમાં થયો આઉટ

    ચેન્નાઈ સુપર કિંગ્સને પહેલો ફટકો લાગ્યો, પ્રથમ ઓવરના અંતિમ બનોલમાં ખલીલે ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડ 1 બોલમાં 1 રન બનાવી આઉટ થયો હતો.

  • 31 Mar 2024 09:18 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીનો સ્કોર 191

    પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 52 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋષભ પંત 51 રન બનાવીને આઉટ થયો હતો.

  • 31 Mar 2024 09:10 PM (IST)

    DC vs CSK Live Score: ઋષભ પંત ફિફ્ટી કરી થયો આઉટ

    ઋષભ પંતએ ફટકારી IPL 2024 ની પ્રથમ અડધી સદી, 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી અને પછીના એક બોલમાં આઉટ થઈ ગયો.

  • 31 Mar 2024 09:02 PM (IST)

    DC vs CSK Live Score: પથિરાનાએ ફેંકી પાંચ રનની ઓવર

    મથિશા પથિરાનાએ 17મી ઓવર ફેંકી. આ ઓવરમાં માત્ર પાંચ રન આવ્યા હતા. 17 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 148 રન હતા. ઋષભ પંત 23 બોલમાં 23 રન બનાવીને રમતમાં છે. જ્યારે અક્ષર પટેલ ચાર રન પર છે.

  • 31 Mar 2024 08:53 PM (IST)

    DC vs CSK Live Score: 16 ઓવર પછી દિલ્હીનો સ્કોર

    16 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર છ વિકેટે 146 રન છે. ઋષભ પંત વીસ બોલમાં 1 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 20 રન પર છે. જ્યારે અક્ષર પટેલ એક બોલમાં એક રન બનાવીને રમી રહ્યો છે.

  • 31 Mar 2024 08:51 PM (IST)

    DC vs CSK Live Score: પથિરાનાએ એક ઓવરમાં બે વિકેટ લીધી

    15મી ઓવરમાં મથિશા પથિરાનાએ દિલ્હી કેપિટલ્સને બે મોટા ઝટકા આપ્યા. પથિરાનાએ પહેલા મિચેલ માર્શને બોલ્ડ કર્યો અને પછી ટ્રુસ્ટન સ્ટબ્સને પણ બોલ્ડ કર્યો. 15 ઓવર પછી દિલ્હીનો સ્કોર 4 વિકેટે 134 રન છે. માર્શ 18 રને અને સ્ટબ્સ શૂન્ય રને આઉટ થયો.

  • 31 Mar 2024 08:47 PM (IST)

    DC vs CSK Live Score: મિચેલ માર્શ થયો આઉટ

    દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. મિચેલ માર્શ 18 રન બનાવીને આઉટ થયો છે. પથિરાનાએ મિચેલ માર્શને ક્લીન બોલિંગ કરીને દિલ્હીને ત્રીજો ઝટકો આપ્યો.

  • 31 Mar 2024 08:38 PM (IST)

    DC vs CSK Live Score: ઋષભ પંતે ફટકારી શાનદાર સિક્સ

    13 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર બે વિકેટે 121 રન છે. ઋષભ પંતે 13મી ઓવરમાં શાનદાર સિક્સ ફટકારી હતી. તે હવે 11 બોલમાં 12 રન પર છે. તેની સાથે મિચેલ માર્શ છ બોલમાં સાત રન પર છે.

  • 31 Mar 2024 08:35 PM (IST)

    DC vs CSK Live Score: 12 ઓવર પછી દિલ્હીનો સ્કોર

    12 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર બે વિકેટે 111 રન છે. મિચેલ માર્શ પાંચ બોલમાં એક ચોગ્ગા સાથે 6 રન પર છે. જ્યારે ઋષભ પંત સાત બોલમાં પાંચ રન બનાવીને રમી રહ્યો છે.

  • 31 Mar 2024 08:31 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીની બીજી વિકેટ પડી

    દિલ્હીએ 11મી ઓવરમાં 103 રનમાં બીજી વિકેટ ગુમાવી દીધી છે. રવિન્દ્ર જાડેજાએ પૃથ્વી શોને પેવેલિયન મોકલ્યો હતો. તેને 27 બોલમાં 43 રન બનાવ્યા હતા. ઋષભ પંત અને મિચેલ માર્શ ક્રિઝ પર છે. 11 ઓવર પછી દિલ્હીનો સ્કોર 2 વિકેટે 104 રન છે. બંને સેટ બેટ્સમેન એક બાદ એક આઉટ થવાથી દિલ્હી માટે 200 સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે.

  • 31 Mar 2024 08:23 PM (IST)

    DC vs CSK Live Score: ડેવિડ વોર્નર થયો આઉટ

    દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. ડેવિડ વોર્નર અડધી સદી ફટકાર્યા બાદ આઉટ થયો છે. દિલ્હી કેપિટલ્સની પહેલી વિકેટ 10મી ઓવરમાં 93 રનના સ્કોર પર પડી હતી. મુસ્તફિઝુર રહેમાનના બોલ પર પથિરાનાએ વોર્નરનો અદભૂત કેચ લીધો. હવે ઋષભ પંત ત્રીજા નંબર પર બેટિંગ કરી રહ્યો છે.

  • 31 Mar 2024 08:22 PM (IST)

    DC vs CSK Live Score: ડેવિડ વોર્નરે ફિફ્ટી ફટકારી

    દિલ્હી કેપિટલ્સના ઓપનર ડેવિડ વોર્નરે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે અડધી સદી ફટકારી છે. તેને 32 બોલમાં 50 રન પૂરા કર્યા. પૃથ્વી 22 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે.

  • 31 Mar 2024 08:19 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીનો સ્કોર 91/0

    9 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 91 રન છે. ડેવિડ વોર્નર 33 બોલમાં 51 રન બનાવીને રમતમાં છે. અત્યાર સુધીમાં તેને 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે પૃથ્વી શો 22 બોલમાં 34 રન બનાવીને રમી રહ્યો છે.

  • 31 Mar 2024 08:16 PM (IST)

    DC vs CSK Live Score: 8 ઓવર પછી દિલ્હીનો સ્કોર

    8 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 80 રન છે. ડેવિડ વોર્નર 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 42 રન અને શો 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 રન બનાવીને રમી રહ્યો છે.

  • 31 Mar 2024 08:11 PM (IST)

    DC vs CSK Live Score: રવિન્દ્ર જાડેજાની ઓવરમાં 13 રન આવ્યા

    રવિન્દ્ર જાડેજાએ સાતમી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 13 રન આવ્યા હતા. પૃથ્વી શોએ સિક્સર ફટકારી હતી જ્યારે વોર્નરે ફોર ફટકારી હતી. 7 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 75 રન છે. વોર્નર 5 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 41 રન અને શો 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 31 રન બનાવીને રમી રહ્યા છે.

  • 31 Mar 2024 08:04 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીના નામે રહ્યો પાવરપ્લે

    મુસ્તાફિઝુર રહેમાને છઠ્ઠી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 20 રન આવ્યા હતા. પૃથ્વી શોએ ત્રણ ચોગ્ગા અને ડેવિડ વોર્નરે એક ચોગ્ગો ફટકાર્યો હતો. 6 ઓવર પછી દિલ્હીનો સ્કોર કોઈ વિકેટ વિના 62 રન છે. વોર્નર 22 બોલમાં 35 રન અને પૃથ્વી શો 15 બોલમાં 24 રન બનાવીને રમી રહ્યા છે.

  • 31 Mar 2024 08:03 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીનો સ્કોર 50 રનને પાર

    દિલ્હી કેપિટલ્સે 50 રન પૂરા કર્યા છે. ડેવિડ વોર્નર 21 બોલમાં 34 રન અને પૃથ્વી શો 14 બોલમાં 24 રન બનાવીને અણનમ છે. બંને વચ્ચે સારી ભાગીદારી જોવા મળી રહી છે.

  • 31 Mar 2024 07:57 PM (IST)

    DC vs CSK Live Score: દીપક ચહરની ત્રીજી ઓવરમાં 18 રન આવ્યા

    દીપક ચહરે પાંચમી ઓવર નાખી. પરંતુ આ ઓવરમાં 18 રન આવ્યા હતા. ડેવિડ વોર્નરે ચહર પર એક સિક્સર અને બે ફોર ફટકારી હતી. 5 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 42 રન છે. વોર્નર 19 બોલમાં 30 રન બનાવીને રમી રહ્યો છે. જ્યારે પૃથ્વી શો 11 બોલમાં 12 રન બનાવીને રમી રહ્યો છે.

  • 31 Mar 2024 07:54 PM (IST)

    DC vs CSK Live Score: 4 ઓવર પછી દિલ્હીનો સ્કોર

    તુષાર દેશપાંડેએ ચોથી ઓવર ફેંકી. આ ઓવરમાં માત્ર પાંચ રન આવ્યા હતા. પરંતુ ઓવરના બીજા બોલ પર પૃથ્વી શોએ ઓફ સાઈડ પર શાનદાર ફોર ફટકારી હતી. 4 ઓવર પછી દિલ્હીનો સ્કોર કોઈ વિકેટ વિના 24 રન છે.

  • 31 Mar 2024 07:49 PM (IST)

    DC vs CSK Live Score: વોર્નરે ફટકારી સિક્સ

    દીપક ચહરે ત્રીજી ઓવર નાખી. આ ઓવરમાં કુલ 9 રન આવ્યા હતા. પરંતુ ઓવરના બીજા બોલ પર વોર્નરે લેગ સાઈડ પર ગગનચુંબી સિક્સર ફટકારી હતી. ત્યારબાદ તેને આગળના બોલ પર શોટ રમીને ડબલ પણ લીધો હતો. 3 ઓવર પછી દિલ્હીનો સ્કોર કોઈ વિકેટ વિના 19 રન છે.

  • 31 Mar 2024 07:43 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીનો સ્કોર 10/0

    2 ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર કોઈ વિકેટ વિના 10 રન છે. તુષારદેશ પાંડેએ બીજી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. પૃથ્વી શો છ બોલમાં પાંચ રન અને ડેવિડ વોર્નર પણ છ બોલમાં પાંચ રન પર છે.

  • 31 Mar 2024 07:39 PM (IST)

    DC vs CSK Live Score: દીપક ચહરે પ્રથમ ઓવરમાં 7 રન આપ્યા

    ચેન્નાઈ સુપર કિંગ્સ માટે દીપક ચહરે પ્રથમ ઓવર ફેંકી હતી. આ ઓવરમાં સાત રન આવ્યા હતા. ડેવિડ વોર્નરે છેલ્લા બોલ પર શાનદાર ફોર ફટકારી હતી. પૃથ્વી શો ત્રણ રને અને વોર્નર ચાર રને રમી રહ્યો છે.

  • 31 Mar 2024 07:21 PM (IST)

    DC vs CSK Live Score: ચેન્નાઈ સુપર કિંગ્સના ઈમ્પેક્ટ પ્લેયર

    ચેન્નાઈ સુપર કિંગ્સના ઈમ્પેક્ટ પ્લેયર – શિવમ દુબે, શાર્દુલ ઠાકુર, શેખ રશીદ, મોઈન અલી, મિશેલ સેન્ટનર

  • 31 Mar 2024 07:20 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હી કેપિટલ્સના ઈમ્પેક્ટ પ્લેયર

    દિલ્હી કેપિટલ્સના ઈમ્પેક્ટ પ્લેયર: સુમિત કુમાર, કુમાર કુશાગરા, રસિક દાર સલામ, પ્રવીણ દુબે, જેક ફ્રેઝર-મેકગર્ક

  • 31 Mar 2024 07:18 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીની ટીમમાં થયા બે ફેરફાર

    ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઋષભ પંતે કહ્યું કે કુલદીપ યાદવ ઈજાના કારણે આ મેચમાં રમી શકશે નહીં. રિંકી ભુઈને બહાર કરવામાં આવ્યો છે. પૃથ્વી શો અને ઈશાંત શર્માની વાપસી થઈ છે. બીજી તરફ ચેન્નાઈની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

  • 31 Mar 2024 07:16 PM (IST)

    DC vs CSK Live Score: ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન

    ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લેઈંગ ઈલેવન – ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિશેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), દીપક ચહર, તુષાર દેશપાંડે, મતિશા પાથિરાના અને મુસ્તફિઝુર રહેમાન.

  • 31 Mar 2024 07:15 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન

    દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન – પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અભિષેક પોરેલ, અક્ષર પટેલ, એનરિચ નોર્ટજે, મુકેશ કુમાર, ઈશાંત શર્મા અને ખલીલ અહમદ.

  • 31 Mar 2024 07:10 PM (IST)

    DC vs CSK Live Score: દિલ્હીએ જીત્યો ટોસ

    દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. દિલ્હીની ટીમ ત્રણ ફેરફારો સાથે આવી છે. જેમાં કુલદીપ રમી રહ્યો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દિલ્હી પોતાની જીત હાંસલ કરવા રમશે

Published On - Mar 31,2024 7:06 PM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">