AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું T20 World Cup 2026 મેચ ફિક્સિંગ થયું હતું? ICCએ તપાસ શરૂ કરી

ICC T20 World Cup 2026: ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની એન્ટી કરપ્શન યુનિટ (ACU) ટી20 વર્લ્ડકપની એક મેચની તપાસ કરી રહી છે. આ મેચમાં ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : શું T20 World Cup 2026 મેચ ફિક્સિંગ થયું હતું? ICCએ તપાસ શરૂ કરી
| Updated on: Apr 17, 2026 | 4:23 PM
Share

ટી20 વર્લ્ડકપ 2026 ભારત અને શ્રીલંકાની મેજબાનીમાં રમાઈ હતી. આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવી ત્રીજી વખત ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે આ ટૂર્નામેન્ટ સાથે જોડાયેલી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની એન્ટી કરપ્શન યુનિટે ટી20 વર્લ્ડકપ 2026ની એક મેચની તપાસ શરુ કરી છે. આ મેચમાં ફિક્સિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના વિશે આ ડોક્યુમેન્ટરીમાં દાવો કરવામાં આવ્યો છે.

શું T20 World Cup 2026 મેચ ફિક્સિંગ થયું હતું?

એક મીડિયા રિપોર્ટ મુજબ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલિંગની એન્ટી કરપ્શન યુનિટે કેનેડા ક્રિકેટ સાથે જોડાયેલા ભ્રષ્ટાચારના આરોપની તપાસ શરુ કરી છે. તપાસમાં કેન્દ્ર કેનેડા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચ છે. ન્યુઝીલેન્ડની ઈનિગ્સની પાંચમી ઓવર પર નજર રહી હતી. આ ઓવરમાં કેનેડાના કેપ્ટન દિલપ્રીત બાજવાએ બોલિંગ કરી હતી. આ ઓવરમાં તેમણે નો બોલ ફેક્યો હતો, લેગ સાઈડ પર વાઈડ નાંખ્યો હતો કુલ 15 રન આપ્યા હતા. આ પહેલા કેનેડાના જસકરણ સિંહ અને ડિલોન હેલિગરે પણ મોંઘી ઓવર નાંખી હતી. સ્પિનર સાદ બિન ઝફરે ત્રીજી ઓવર મેડન નાંખી હતી.

ખેલાડીઓનો સમાવેશ કરવા માટે દબાણ

કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (સીબીસી) ના તપાસ કાર્યક્રમ, ફિફ્થ એસ્ટેટ દ્વારા નિર્મિત ડોક્યુમેન્ટ્રી ‘Corruption, Crime and Cricket’ના પ્રસારણ પછી તપાસ શરૂ થઈ હતી. ડોક્યુમેન્ટ્રીમાં ક્રિકેટ કેનેડા બોર્ડની આંતરિક બાબતો, ખેલાડીઓની પસંદગીમાં દબાણ અને શંકાસ્પદ મેચ સંબંધિત પ્રવૃત્તિઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. બીજી તપાસ એક જૂની ટેલિફોન રેકોર્ડિંગ સાથે સંબંધિત છે જેમાં તત્કાલીન કોચ ખુર્રમ ચોહાણે દાવો કર્યો હતો કે , ક્રિકેટ કેનેડા બોર્ડના વરિષ્ઠ સભ્યોએ તેમને ટીમમાં ચોક્કસ ખેલાડીઓનો સમાવેશ કરવા માટે દબાણ કર્યું હતું.

કેનેડા ક્રિકેટમાં બબાલ

આઈસીસીની એન્ટી કરપ્શન યુનિટ હાલમાં આ આરોપોની તપાસ કરી રહી છે કોઈ આધિકારિક નિવેદન આપી રહી નથી. આઈસીસીની એન્ટી કરપ્શન યુનિટના જનરલ મેનેજરે કહ્યું કે,‘ACU ને CBC દ્વારા પ્રસારિત કાર્યક્રમની જાણકારી છે. તમને જણાવી દઈએ કે, કેનેડા ક્રિકેટમાં ગત્ત વર્ષેથી એક પ્રશાસનિક અસ્થિરતા ચાલી રહી છે. પૂર્વ સીઈઓ સલમાન ખાનની નિયુક્તિ અને તેના વિરુદ્ધ ચોરી -છેતરપિંડીના આરોપ, ખેલાડીનો પગાર તેમજ પ્રાઈઝ મનીમાં મોડું થવું વગેરે મુદ્દા પહેલાથી ચર્ચામાં છે.

ભારતમાં જન્મ થયો, કેનેડાની ટીમનો કેપ્ટન બન્યો, હવે અમદાવાદમાં રમશે પહેલી મેચ અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
g clip-path="url(#clip0_868_265)">