AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વૈભવ સૂર્યવંશીની હાલત તેના મિત્ર જેવી થઈ, શું તે IPL 2026માંથી બહાર થઈ જશે?

વૈભવ સૂર્યવંશીને સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધની મેચમાં ઈજા થઈ હતી. જે ઈશાન કિશનના એક શોર્ટને રોકવાના પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે થઈ હતી. વૈભવ સૂર્યવંશીની હાલત અત્યારે એવી છે. જેવી તેના મિત્રની છે.

Breaking News : વૈભવ સૂર્યવંશીની હાલત તેના મિત્ર જેવી થઈ, શું તે IPL 2026માંથી બહાર થઈ જશે?
| Updated on: Apr 26, 2026 | 11:01 AM
Share

Vaibhav Sooryavanshi Injury Update : વૈભવ સૂર્યવંશીને શું થયું? આ સવાલ 15 વર્ષના બેટ્સમેનના ચાહકોના મગજમાં ચાલી રહ્યો છે. વૈભવ સૂર્યવંશીને જયપુરમાં સનરાઈઝર્સ હૈદરાબાદની ઈનિગ્સ દરમિયાન ફીલ્ડિંગ કરતી વખતે ઈજા થઈ હતી. ત્યારબાદ તે માત્ર 36 બોલમાં સદી ફટકાવનાર બેટ્સમેનના ખભાનો સપોર્ટ લઈ મેદાનની બહાર ગયો હતો. વૈભવ સૂર્યવંશીની હાલત તેવી છે જેવી તેના ફ્રેન્ડની આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની મેચમાં આયુષ મ્હાત્રેની થઈ હતી. તો શું આયુષ મ્હાત્રેની જેમ વૈભવ સૂર્યવંશી પણ આઈપીએલ 2026માંથી બહાર થઈ જશે?

વૈભવ સૂર્યવંશીનો ફ્રેન્ડ IPL 2026 માંથી કેમ બહાર થયો?

સૌથી પહેલા તો એ જાણી લો કે, આયુષ મ્હાત્રેને શું થયું હતુ? CSKના બેટ્સમેન આયુષ મ્હાત્રેને પણ ઈજા સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ રમાયેલી મેચમાં થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિગ્સની 5મી ઓવરમાં બીજા બોલ પર રન લેતી વખતે તેની હૈમસ્ટ્રિંગ ખેચાય હતી.આ દર્દના કારણે ફિઝિયોની તપાસ બાદ પોતાની બેટિંગ ચાલું રાખી હતી પરંતુ 2 બોલ રમ્યા બાદ તેની હાલત એટલી ખરાબ થઈ હતી કે,આઉટ થયા બાદ તેને મેદાનમાંથી બહાર જવા માટે અન્ય ખેલાડીઓનો સપોર્ટ લેવો પડ્યો હતો. આયુષ મ્હાત્રેની ઈજાનું સ્કેન થયું છે. જેમાં તેની ગંભીરતાને જોઈ તેને આરામની સલાહ આપવામાં આવી છે. પરિણામે આવ્યું કે, આયુષ મ્હાત્રે આઈપીએલ 2026માંથી બહાર થયો હતો.

વૈભવ સૂર્યવંશીની ઈજાનું થઈ શકે સ્કેન

વૈભવ સૂર્યવંશીની ઈજા રાજસ્થાનની ટીમનું ટેન્શન વધારી દીધું છે. આ સાથે એક સવાલ થયો છે કે, શું પોતાના મિત્ર આયુષ મ્હાત્રેની જેમ તે પણ હવે આઈપીએલ 2026માંથી બહાર થઈ જશે? આ નિર્ણય વૈભવ સૂર્યવંશીનું ઈજાના સ્કેનના રિપોર્ટ આવ્યા બાદ લેવામાં આવી શકે છે.

આશા કે બધું યોગ્ય થઈ જશે

મેચ પછી વૈભવ સૂર્યવંશી ગ્રાઉન્ડ પર હૈદરાબાદના ખેલાડીઓ સાથે હાથ મિલાવતો જોવા મળ્યો હતો. તેના ચેહરા પર દુખ જોવા મળ્યું હતુ. જે રાજસ્થાન રોયલ્સ અને વૈભવ સૂર્યવંશીના ચાહકો બંન્ને માટે સારો સંકેત છે. આશા છે કે, ઈજા વધારે ના હોય અને તેના સ્કૈનના રિપોર્ટ પણ યોગ્ય આવે. જેનાથી વૈભવ સૂર્યવંશી આઈપીએલ 2026માં રમતો જોવા મળે. પોતાના મિત્ર આયુષ મ્હાત્રેની જેમ બહાર ન જાય.

આઈપીએલમાં વૈભવ સૂર્યવંશીએ અનેક રેકોર્ડ તોડ્યા, પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">