AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Local Body Election Breaking: મતદાન શરૂ થતા જ  EVM ખોટકાવાનો સિલસિલો શરુ, સુરત, વડોદરા, પંચમહાલ સહિત અનેક સ્થળે મશીન બંધ

Local Body Election Breaking: મતદાન શરૂ થતા જ EVM ખોટકાવાનો સિલસિલો શરુ, સુરત, વડોદરા, પંચમહાલ સહિત અનેક સ્થળે મશીન બંધ

| Updated on: Apr 26, 2026 | 8:42 AM
Share

Local Body Election Breaking: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે.

ગુજરાતમાં આજે કુલ 9292 બેઠકો માટે 25579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. જ્યારે 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યભરમાં 4 કરોડ 18 લાખથી પણ વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યાં મતદાન શરુ થતાની સાથે જ અનેક મતદાન મથકોએથી EVM ખોટકાવાના સમાચાર સામે આવી રહ્યા છે.

મતદાન શરૂ થતા EVM ખોટકાયા

સુરતમાં વોર્ડ નંબર 21માં બુથ નંબર 88માં EVM બંધ પડ્યું. મશીન બંધ પડતા મતદાતાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક બીજા EVMની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. તો બીજી બાજૂ મહેસાણાના વોર્ડ નંબર 6માં ઇવીએમ બગડ્યું છે. કૃષ્ણના ઢાળમાં સાર્વજનિક સ્કૂલના મતદાન કેન્દ્ર ઉપર ઇવીએમ ખોટવાયું છે. મતદાન કેન્દ્ર નંબર 8/10માં ઇવીએમ ખોટવાતા મતદાતાઓને ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ઇવીએમ ખોટવાતા મતદારો અકળાયા છે.

સવારના મતદાન પ્રક્રિયા શરૂ થતાની સાથે જ વડોદરા માંજલપુરના સેન્ટર પરનું ઇવીએમ ખોટકાયું. ઇવીએમ બંધ થઈ જતા લોકો મતદાન કર્યા વગર પરત જવા મજબૂર બન્યા છે. સ્થાનિક મતદારોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. વ્યવસ્થા અને તંત્રની કામગીરીને લઈ મતદાતાઓએ સવાલો ઉઠાવ્યા છે. સમગ્ર મામલે મતદારો પોતાનો સમય વેડફાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. પંચમહાલના મોરવા હડફના જુના વાલૈયા મતદાન મથકે ઇવીએમ ખોટકાયું. ઇવીએમમાં ટેક્નિકલ ખામી ના કારણે હજી મતદાન શરૂ થયું નથી ઇવીએમ ટેક્નિકલ ટીમ સ્થળે પહોચી મતદાન શરૂ કરાવવા કામગીરી હાથ ધરી છે.

 

Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો મહાસંગ્રામ, 9,292 બેઠકોનું ભવિષ્ય આજે EVMમાં થશે કેદ

Published on: Apr 26, 2026 08:34 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">