AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો, જુઓ-Video

Breaking News: નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો, જુઓ-Video

| Updated on: Apr 26, 2026 | 9:39 AM
Share

સંતોએ મતાધિકારનો ઉપયોગ કરીને સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે દરેક નાગરિકે પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીનું વિશેષ મહત્વ છે અને દેશની એકતા તથા અખંડિતતા જાળવવા માટે મતદાન કરવું દરેકની જવાબદારી છે.

આધ્યાત્મિકતા એટલે ભારતની ઓળખ એવા સાધુ-સંતો દેશની અમૂલ્ય મૂડી માનવામાં આવે છે. તે જ પરંપરાને આગળ વધારતા નવસારીમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સામૂહિક રીતે મતદાન કરીને લોકશાહીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

નવસારીમાં BAPSના સંતોએ સામૂહિક રીતે કર્યું મતદાન

સંતોએ મતાધિકારનો ઉપયોગ કરીને સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો કે દરેક નાગરિકે પોતાના મતનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણીનું વિશેષ મહત્વ છે અને દેશની એકતા તથા અખંડિતતા જાળવવા માટે મતદાન કરવું દરેકની જવાબદારી છે.

સંતોએ લોકોને મતદાન કરવા કરી અપીલ

આ પ્રસંગે સંતોએ જનતાને પણ અપીલ કરી છે કે દરેક લોકો મતદાન ભૂલ્યા વગર કરે. તેઓ વધુમાં વધુ સંખ્યામાં મતદાનમાં ભાગ લઈ લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી છે. તેમના આ પગલાને કારણે સ્થાનિક લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો અને મતદાન પ્રત્યે જાગૃતિ વધતી નજરે પડી રહી છે.

મળતી માહિતી મુજબ પહેલા એક કલાકમાં 5% મતદાન થયું છે લોકો મતદાન કરવા માટે ઉત્સાહિત છે ત્યારે સાંજે 6 વાગ્યા સુધી તમે મતદાન કરી શકો છો.

ખેડાના વડતાલ ધામના સાધુ-સંતોએ પણ કર્યું મતદાન

ખેડાના વડતાલ ધામના સાધુ-સંતોએ લોકશાહીનો પર્વ ઉજવ્યો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતોએ મતદાન કર્યું છેે. ​92 વર્ષની વયના વયોવૃદ્ધ સંતે પણ મતદાનની ફરજ અદા કરી છે.  વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેને સૌ લોકોને મતદાનની અપીલ કરી છે.

Local Body Election Breaking: મતદાન શરૂ થતા જ EVM ખોટકાવાનો સિલસિલો શરુ, સુરત, વડોદરા, પંચમહાલ સહિત અનેક સ્થળે મશીન બંધ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Published on: Apr 26, 2026 09:34 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">