AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Local Body Election Breaking: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન

Local Body Election Breaking: રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન

| Updated on: Apr 26, 2026 | 11:24 AM
Share

Local Body Election Breaking: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે અને રાજ્યભરમાં લોકશાહીનો મહાપર્વ ઉજવાઈ રહ્યો છે.

રાજ્ય ચૂંટણી આયોગની જાહેરાત મુજબ આજે 26 એપ્રિલ, 2026ના રોજ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાવામાં આવી છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમના પરિવાર સાથે સુરતના વોર્ડ નંબર 21માં મતદાન કર્યું. તેમના માટે પોલીસ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાઈ હતી.

નાયબ મુખ્યમંત્રીએ વૃદ્ધના લીધા આશીર્વાદ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે વોટીંગ કરવા આવેલા એક વૃદ્ધ માતાના અને વડીલોના સપત્નીક સાથે આશીર્વાદ લીધા અને લોકોને મતદાન કરવાનો આગ્રહ કર્યો. વહેલી સવારથી જ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. લોકોમાં મતદાન કરવાનો ભારે ઉત્સવ જોવા મળી રહ્યો છે.

 

ગુજરાતમાં આજે કુલ 9292 બેઠકો માટે 25579 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. જ્યારે 730 ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. રાજ્યભરમાં 4 કરોડ 18 લાખથી પણ વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. તમામ બેઠકો માટે સવારે 7:00 વાગ્યાથી શરૂ કરીને સાંજે 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

 

Local Body Election Breaking: મતદાન શરૂ થતા જ EVM ખોટકાવાનો સિલસિલો શરુ, સુરત, વડોદરા, પંચમહાલ સહિત અનેક સ્થળે મશીન બંધ

Published on: Apr 26, 2026 10:26 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">