Breaking News: આણંદમાં ચૂંટણી વચ્ચે તણાવ, કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર જીવલેણ હુમલાનો આક્ષેપ
આણંદમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન તણાવપૂર્ણ ઘટના સામે આવી છે. મનપાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસ ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે. હુમલામાં હર્ષિલ દવે ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ભાજપના લોકોએ હુમલો કર્યાના આક્ષેપો
કોંગ્રેસ તરફથી આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપના ઉમેદવાર કેતન બારોટના સમર્થકોએ આ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણીના માહોલ વચ્ચે આવી હિંસક ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, હુમલા બાદ પોલીસ દોડી આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. હુમલાના કારણો અને પરિસ્થિતિ અંગે વધુ વિગતો મેળવવા પ્રયાસ ચાલી રહ્યો છે.
આ ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની
ચૂંટણી દરમિયાન હિંસાની આ ઘટના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. વિરોધ પક્ષે કડક કાર્યવાહી અને નિષ્પક્ષ તપાસની માગ ઉઠાવી છે. હવે પોલીસ તપાસમાં શું ખુલાસો થાય છે અને આ ઘટનાનો ચૂંટણી પર શું પ્રભાવ પડે છે તેના પર સૌની નજર છે.
Breaking News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે મતદાનનો મહાસંગ્રામ, 9,292 બેઠકોનું ભવિષ્ય આજે EVMમાં થશે કેદ
જામા મસ્જિદના ભોંયરામાં મૂર્તિઓ હોવાનો સ્વામી મુક્તાનંદનો દાવો
સુરતમાં નાસીરનગર ડિમોલિશન મુદ્દે ભારે હોબાળો, કમિશનર બંગલે ધરણા
બે વર્ષથી ગટર અને રોડનું કામ અધૂરું, સ્થાનિકોએ કર્યો 'હલ્લાબોલ'
એક જ પિતાના જોડિયા દીકરા, પણ અલગ અલગ જ્ઞાતિના પ્રમાણપત્રથી નોકરી મેળવી