Breaking News : લગ્નના બંધનમાં બંધાતા પહેલા વર-કન્યાએ મતદાન કર્યુ, જુઓ વીડિયો
રાજ્યભરમાં આજે ખરાખરીનો જંગ યોજાશે. આજે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત માટે ચૂંટણી માટે મતદાન શરુ થઇ ગયુ છે. આ દરમિયાન વર-કન્યા લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા મતદાન મથક પર પહોંચ્યા હતા.
રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1,044 બેઠકો, 84 નગરપાલિકાના 656 વોર્ડની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો તેમજ 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ભાજપે તમામ 9,292 બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસના 8,443 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીના 5,261 ઉમેદવારો પણ મેદાનમાં ઉતરી ચૂંટણી જંગને રોમાંચક બનાવી રહ્યા છે.મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને ભાગીદારી દર્શાવે છે.
લગ્નના શણગારમાં સજી મતદાન કર્યું
આ તરફ બોટાદ જિલ્લામાં લોકશાહીના પર્વની અનોખી ઉજવણીના દ્રશ્યો સામે આવ્યા છે.જ્યાં લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા કન્યાએ મતદાન કરી દેશના જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરી હતી. બોટાદ નગરપાલિકાની ચૂંટણીને લઇ વોર્ડ નંબર-6માં સરકારી હાઈસ્કૂલના બુથ પર યુવતીએ લગ્નના શણગારમાં સજી મતદાન કર્યું હતુ. લગ્ન પહેલાં મતદાન જરૂરી હોય તે મુજબ દુલ્હન આજે જાન આવી ગઈ હોવા છતાં પહેલા મતદાન કર્યું હતુ. આ સાથે દુલ્હને લોકોને પણ લોકશાહીના પર્વમાં સહભાગી થવા અને નાગરિક તરીકેની ફરજ અદા કરવા અચૂક મતદાન કરવા માટે અપીલ કરી હતી.
લગ્નની જાન લઈ જતા પહેલા વરરાજાએ મતદાન કર્યું
તો બીજી બાજુ અરવલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.મેઘરજના રખાપુર મતદાન મથકે વરરાજાએ મતદાન કર્યું હતુ.શણગારેલી કાર સાથે વરરાજાએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતુ.લગ્નની જાન લઈ જતા પહેલા વરરાજાએ મત આપી લોકશાહીના પર્વને ઉજવ્યો હતો.લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે વરરાજાએ લોકોને અપીલ કરી હતી. આજે 26મી એપ્રિલના રોજ ચૂંટણી યોજાય છે અને 28મી એપ્રિલે પરિણામો જાહેર થશે.
બોટાદ અને અરવલ્લી બાદ રાજકોટમાં પણ વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું.ગોંડલના ઘોઘાવદર ગામે વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું હતુ.મતદાનની ફરજ અદા કર્યા બાદ જાનનું પ્રસ્થાન કરાશે.વરરાજા ભાજપના મહિલા ઉમેદવારના પુત્ર છે.તાલુકા પંચાયતના ભાજપ ઉમેદવારના પુત્ર છે.
ચૂંટણી એટલે મતથી પસંદ કરવાની કામગીરી. સામાન્ય રીતે ચૂંટણી એક કરતા વધુ લોકોમાંથી કોઈ એકને પસંદ કરવાની પ્રક્રિયા છે. અહી ક્લિક કરો
અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન વિજય રૂપાણીને યાદ કરી થયા ભાવુક-Video
શણગારેલી કાર સાથે વરરાજાએ મતદાન મથકે પહોંચી મતદાન કર્યું, જુઓ વીડિયો
નવસારીમાં BAPS સંતોએ સામૂહિક મતદાન કર્યું, જુઓ-Video
મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, જુઓ-Video
