AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજવી માંઘાતાસિંહ વિન્ટેજ કારમાં બેસી મતાધિકારનો ઉપયોગ કર્યો, જુઓ વીડિયો

રાજવી પરિવાર વિનેટજ કાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતો.રાજવી પરિવારે મતાધિકારનો ઉપયોગ કર્યો છે.રાજવી માંઘાતાસિંહે લોકોને મતદાન કરવાની પણ અપીલ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 26, 2026 | 10:24 AM
Share

રાજકોટમાં રાજવી માંઘાતાસિંહ જાડેજા મત આપવા પહોંચ્યા હતા. રાજવી માંઘાતાસિંહ જાડેજા વિન્ટેજ કાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. વોર્ડ નંબર ૭માં આવેલ મુરલીધર સ્કૂલ ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા.રાજવી માંઘાતાસિંહે કહ્યું કે, આપણું હેરિટેજ, વારસો, સંસ્કૃતિ , કલા અને કારિગરીને પ્રતિબંધિત કરે છે.જ્યારે લોકશાહીનો મહાનપર્વ મતદાન દ્વારા અભિવ્યકિત કરે છે. મતદાન મથક પર આવી મતદાન કરવું તે વીરાસત અને પરંપરાનું શ્રેષ્ઠ મિલન છે. મારો મત મારી શક્તિ અને મારું ગૌરવ છે.લોકોને અપીલ કરું છું કે, તમારા અધિકાર દ્વારા રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરો.

રાજપરિવાર વિન્ટેજ કાર સાથે મતદાન કરવા પહોંચ્યો હતો. વોર્ડનંબર 7માં પોતાનું મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.રાજકોટના રાજવી પરિવાર પાસે વિન્ટેજ કારનો કાફલો છે, જે વિવિધ પ્રસંગોએ રસ્તા પર જોવા મળે છે. રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે રાજકોટના રાજવી પરિવારના સભ્યો મતદાન કરવા માટે શાહી વિન્ટેજ કારમાં આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા

તમને જણાવી દઈએ કે,રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કુલ 15 મહાનગરપાલિકાના 261 વોર્ડની 1,044 બેઠકો, 84 નગરપાલિકાના 656 વોર્ડની 2,624 બેઠકો, 34 જિલ્લા પંચાયતની 1,090 બેઠકો તેમજ 260 તાલુકા પંચાયતની 5,234 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે.

Breaking News : લગ્નના બંધનમાં બંધાતા પહેલા વર-કન્યાએ મતદાન કર્યુ, જુઓ વીડિયો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">