Breaking News : સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે કર્યુ મતદાન, જુઓ-Video
મળતી માહિતી મુજબ, સી.આર. પાટીલ સુરતના વોર્ડ નંબર 20 વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.
સુરત મહાનગરપાલિકા ચૂંટણીને લઈને શહેરમાં મતદાનનો માહોલ જામ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સવારે અંદાજે 9 વાગ્યે ઉત્તર ગુજરાત વિદ્યાલય ખાતે આવેલા મતદાન મથકે મતદાન કર્યુ હતુ.
સી.આર.પાટીલે પરિવાર સાથે કર્યું મતદાન
મળતી માહિતી મુજબ, સી.આર. પાટીલ સુરતના વોર્ડ નંબર 20 વિસ્તારમાં પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પ્રત્યેની જવાબદારી નિભાવી હતી.
બહેનોને અપીલ કરી પહેલા વોટ આપવા મોકલજો પછી ચા આપજો
આ પ્રસંગે સી.આર. પાટીલએ જનતાને પણ વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી, જેથી લોકશાહી વધુ મજબૂત બને. પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતુ કે મતદાન કર્યા પછી એવી પરંપરા છે કે લોકો ચા અને ખમણની મજા માણે છે ત્યારે પહેલા વોટ આપી આવજો તે બાદ આ મજા માણજો.
સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલુ
આ સાથે પાટિલે મહિલાઓને પણ અપિલ કરી છે પહેલા તમે તમારા ઘરના લોકોને મત આપવા મોકલો અને પછી જ ચા આપજો. તેમણે મહિલાઓની પ્રસંશા કરતા ક્હ્યું કે મતદાનમાં બહેનો મોટો ભાગ ભજવી રહી છે. આ સાથે યુવાઓને પણ મતાધિકારનો ઉપયોગ કરવા કહ્યું છે. શહેરમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વિવિધ મતદાન મથકો પર લોકોની અવરજવર ચાલુ છે. ત્યારે આજે વહેલી સવારથી શરુ થયેલુ મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલશે.
Breaking News: રાજકોટમાં અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન થયા ભાવુક, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યા, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે પરિવાર સાથે કર્યુ મતદાન-Video
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરીવાર સાથે કર્યું મતદાન
Breaking News : રાજવી પરિવારે મતદાન કર્યું
અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન વિજય રૂપાણીને યાદ કરી થયા ભાવુક-Video

