AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 34 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સની ટક્કર થઈ રહી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં ગુજરાત ટાઈટન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
RCB vs GT
| Updated on: Apr 24, 2026 | 7:19 PM
Share

IPL 2026માં આજે સિઝનના 34 મા મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે GT આ મેચમાં પહેલા બેટિંગ કરશે. RCB અને GT બંને આ સિઝનની સાતમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

રજત પાટીદારે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રજત પાટીદારે કહ્યું કે અમારી પ્લેઈંગ ઈલેવનમાં એક મોટો ફેરફાર છે, ફિલ સોલ્ટ ઈજાગ્રસ્ત છે અને આજની મેચમાં નહીં રમે, તેની જગ્યાએ જેકબ બેથેલ આજની મેચમાં રમશે. સારી વાત એ છે કે અમે વિકેટ અને પરિસ્થિતિનું સારી રીતે મૂલ્યાંકન કર્યું છે, અમારું પ્લાનિંગ સારું રહ્યું છે. આ બેટિંગ માટે સારી વિકેટ લાગે છે, પરંતુ તેમાં ઘાસનો અભાવ છે અને પ્રથમ ઈનિંગમાં બેટિંગ મુશ્કેલ હોઈ શકે છે.

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે આ એક સારી વિકેટ લાગે છે અને અમે પહેલા બેટિંગથી ખુશ છીએ. એક ટીમ તરીકે અમે શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેચ જીતવા પ્રયાસ કરીશું. અમારી ટીમમાં બે ફેરફારો છે. જેસન હોલ્ડર ગુજરાત ટાઈટન્સ માટે ડેબ્યૂ કરી રહ્યો છે અને માનવ સુથારનું કમબેક થયું છે.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ(કેપ્ટન), જોસ બટલર(વિકેટકિપર), વોશિંગ્ટન સુંદર, શાહરૂખ ખાન, જેસન હોલ્ડર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, માનવ સુથાર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ્સ: પ્રસિદ્ધ કૃષ્ણા, અનુજ રાવત, ગ્લેન ફિલિપ્સ, નિશાંત સિંધુ, અરશદ ખાન.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઈંગ ઈલેવન

વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર(કેપ્ટન), જીતેશ શર્મા(વિકેટકિપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા, રસિક સલામ દાર.

ઈમ્પેક્ટ સબ્સ: જેકબ બેથેલ, જોર્ડન કોક્સ, મંગેશ યાદવ, વિકી ઓસ્તવાલ, વેંકટેશ અય્યર.

Breaking News: IPL 2026 ની વચ્ચે અચાનક પોતાનો કેપ્ટન બદલશે આ ટીમ, ફ્રેન્ચાઈઝીએ કરી મોટી જાહેરાત

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">