AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IPL 2026 ની વચ્ચે અચાનક પોતાનો કેપ્ટન બદલશે આ ટીમ, ફ્રેન્ચાઈઝીએ કરી મોટી જાહેરાત

IPL 2026 માં એક મોટો ફેરફાર થવાનો છે. એક ટીમ આગામી મેચમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. આ ટીમનો ફૂલ ટાઈમ કેપ્ટન કમબેક કરી રહ્યો હોવાથી IPL 2026 ની મધ્યમાં પોતાનો કેપ્ટન બદલશે.

Breaking News: IPL 2026 ની વચ્ચે અચાનક પોતાનો કેપ્ટન બદલશે આ ટીમ, ફ્રેન્ચાઈઝીએ કરી મોટી જાહેરાત
SRH CaptainImage Credit source: X
| Updated on: Apr 24, 2026 | 6:59 PM
Share

IPL 2026ની વચ્ચે એક ટીમ કેપ્ટન બદલવાની તૈયારીમાં છે. આ ટીમ તેની આગામી મેચમાં નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે, જે તેનો ફૂલ ટાઈમ કેપ્ટન પણ છે. આ કેપ્ટન ઈજાને કારણે IPL 2026માં એક પણ મેચ રમ્યો નથી. જોકે, ટીમે હવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જાહેરાત કરી છે કે તેમનો ફૂલ ટાઈમ કેપ્ટન હવે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.

સનરાઈઝર્સ હૈદરાબાદનો કેપ્ટન બદલાશે

સનરાઈઝર્સ હૈદરાબાદે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે તેમનો રેગ્યુલર કેપ્ટન અને સ્ટાર ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ 25 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામે IPL 2026 માં પાછો ફરશે. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાનારી આ મેચ સિઝનની પહેલી રિવર્સ મેચ હશે. કમિન્સ પીઠની ઈજાને કારણે ક્રિકેટથી દૂર રહ્યો છે, જેના કારણે તે 2026 ના T20 વર્લ્ડ કપમાંથી પણ બહાર રહ્યો હતો. હવે, ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી તે ભારત પાછો ફર્યો છે અને મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે.

ઈશાનની જગ્યાએ કમિન્સ કરશે કપ્તાની

કમિન્સની ગેરહાજરીમાં ઈશાન કિશન ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યારે અભિષેક શર્માને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, પેટ કમિન્સ ટીમનો ફૂલ ટાઈમ કેપ્ટન છે, તેથી રાજસ્થાન રોયલ્સ સામે હૈદરાબાદની કેપ્ટનશીપમાં ફેરફાર શક્ય છે. પેટ કમિન્સ કેપ્ટન તરીકે ઈશાન કિશનનું સ્થાન લઈ શકે છે. પેટ કમિન્સની વાપસીથી SRHને ઘણો ફાયદો થશે. કેપ્ટન હોવાની સાથે તે ટીમનો સૌથી મહત્વપૂર્ણ બોલર પણ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદ 4 મેચ જીતી ચૂક્યું છે

કમિન્સની ગેરહાજરીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ કુલ સાત મેચ રમી છે. આ દરમિયાન ટીમે ચાર મેચ જીતી છે અને ત્રણઅ હારનો સામ્નીઓ કરવો પડ્યો છે. SRH પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. તેનો નેટ રન રેટ +0.820 છે, જેનો અર્થ છે કે SRH પાસે પ્લેઓફની રેસમાં ટોચ 4 માં સ્થાન મેળવવાની તક છે. તેથી મહત્વપૂર્ણ સમયે કમિન્સનું કમબેક ટીમ માટે સારા સમાચાર છે.

Breaking News: 77 કરોડના આ 5 કેપ્ટન પોતાની જ ટીમ પર પડી રહ્યા છે ભારે, ખરાબ પ્રદર્શન છતાં ટીમમાંથી બહાર કાઢવું મુશ્કેલ!

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
g clip-path="url(#clip0_868_265)">