AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું લેબમાં બનેલું સોનું વાસ્તવિક ગોલ્ડ જેટલું શુદ્ધ હોય છે? સમજો સંપૂર્ણ પ્રક્રિયા

અમેરિકાની એક કંપનીએ ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશન દ્વારા પારામાંથી સોનું બનાવવાનો દાવો કર્યો છે. આ પ્રક્રિયા કેટલી જટિલ છે, લેબમાં બનેલું સોનું સામાન્ય સોના જેટલું શુદ્ધ છે કે નહીં અને શું તેનાથી સોનાના ભાવ ઘટશે, જાણો સમગ્ર વૈજ્ઞાનિક વિશ્લેષણ.

શું લેબમાં બનેલું સોનું વાસ્તવિક ગોલ્ડ જેટલું શુદ્ધ હોય છે? સમજો સંપૂર્ણ પ્રક્રિયા
| Updated on: Oct 30, 2026 | 7:30 AM
Share

સોનાના સતત વધતા ભાવો વચ્ચે હવે સોનું પણ લેબમાં બનવાનો દાવો સામે આવ્યો છે. સાન ફ્રાન્સિસ્કોની કંપની મેરેથોન ફ્યુઝને ન્યૂક્લિયર ફ્યુઝન ટેકનિકની મદદથી પારા (મર્ક્યુરી) ને શુદ્ધ સોનામાં બદલવામાં સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા મુજબ સોનું બનાવવાનો તેમનો દર વર્ષ 2025 માં CERN દ્વારા નોંધાયેલા રેકોર્ડ કરતાં 10 ગણો ઝડપી છે. કંપનીએ પારાને સોનામાં પરિવર્તિત કરવા માટે ‘ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશન’ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે.

શું છે લેબમાં સોનું બનાવવાની તકનીક?

સરળ ભાષામાં સમજીએ તો આ પ્રયોગમાં પારો ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેને ન્યૂક્લિયર ટ્રાન્સમ્યુટેશનની પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવી. આ પ્રક્રિયા દરમિયાન ધાતુના પરમાણુ કેન્દ્ર (ન્યુક્લિયસ) માં મૂળભૂત ફેરફારો કરવામાં આવે છે, જેના પરિણામે એક તત્વ બીજા તત્વમાં ફેરવાઈ જાય છે.

વૈજ્ઞાનિકોએ ફ્યુઝન પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જિત થતા ઉચ્ચ-ઊર્જાવાળા ન્યુટ્રોનના સંપર્કમાં મર્ક્યુરી-198 ને રાખ્યો. જેનાથી મર્ક્યુરી-197 બન્યો, જે એક રેડિયોએક્ટિવ આઇસોટોપ છે અને આખરે વિઘટિત થઈને સ્થિર ગોલ્ડ-197 (Au-197) માં ફેરવાઈ જાય છે.

શું આ કોઈ સામાન્ય પ્રક્રિયા છે?

ના, બિલકુલ નહીં. આ કોઈ સામાન્ય કેમિકલ પ્રક્રિયા નથી જેને ઘરમાં કે સામાન્ય લેબમાં કરી શકાય. પરમાણુના ન્યુક્લિયસને બદલવા માટે જટિલ ન્યૂક્લિયર ટેકનોલોજીની જરૂર પડે છે. અગાઉ યુરોપની પ્રતિષ્ઠિત સંસ્થા CERN ના વૈજ્ઞાનિકોએ પણ અતિ અલ્પ માત્રામાં આવું સોનું બનાવ્યું હતું. જોકે મેરેથોન ફ્યુઝને હજુ સુધી ઉત્પાદિત સોનાની ચોક્કસ માત્રા અને સત્તાવાર શુદ્ધતાના તમામ આંકડા જાહેર કર્યા નથી.

શું લેબનું સોનું અસલી સોના જેટલું શુદ્ધ હોય છે?

  • આ સવાલના બે પાસાં છે:
  1. રસાયણિક સમાનતા: કુદરતી શુદ્ધ સોનાનો માત્ર એક જ સ્થિર આઇસોટોપ છે—Au-197. જો લેબમાં Au-197 જ બને તો તે રાસાયણિક રીતે ખાણમાંથી નીકળેલા અસલી સોના જેવું જ ગણાય.
  2. રેડિયોએક્ટિવ ભેળસેળનું જોખમ: મોટાભાગના ન્યૂક્લિયર પ્રયોગોમાં સોનાના અન્ય અસ્થિર આઇસોટોપ્સ (Au-190 થી Au-199) પણ બનતા હોય છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના નિષ્ણાતો મુજબ, રિએક્ટરમાં બનેલું સોનું રેડિયોઆઇસોટોપ્સથી દૂષિત થવાનું જોખમ રહે છે. આવું સોનું રેડિયેશન ફેલાવી શકે છે, જે ઘરેણાં બનાવવા કે રોકાણ માટે જરાય સુરક્ષિત હોતું નથી. તેથી તેનું કડક પરીક્ષણ જ સાબિત કરી શકે કે તે 100 ટકા વાપરવા યોગ્ય છે કે નહીં.

શું આનાથી સોનાના બજારભાવમાં ઘટાડો થશે?

હાલના તબક્કે આવું માનવું ખૂબ ઉતાવળિયું ગણાશે. આ પ્રક્રિયા અત્યંત ખર્ચાળ છે. કરોડો રૂપિયાના ખર્ચ પછી માત્ર થોડાક પરમાણુ જેટલું સોનું બનતું હોવાથી તેનો વ્યાવસાયિક ઉપયોગ હજુ ઘણો દૂર છે. જ્યાં સુધી આ ઉત્પાદન મોટા પાયે ન થાય અને તેનો ખર્ચ ખાણમાંથી સોનું કાઢવા કરતાં સસ્તો ન બને, ત્યાં સુધી બજારમાં સોનાના ભાવ ઘટવાની કોઈ શક્યતા નથી.

Plant In Pot: છોડની માટી સ્વસ્થ છે કે નહીં? માત્ર આ એક જીવ દેખાતાં જ ખુલી જશે રહસ્ય, ફૂલોથી ભરાઈ જશે કૂંડું

Follow Us
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
g clip-path="url(#clip0_868_265)">