AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 ઓક્ટોબરના મહત્વના સમાચાર : MCX માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં કડાકો, સોનામાં 2800 તો ચાંદીમાં 8500 ઘટ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2026 | 8:49 PM
Share

આજે 30 ઓક્ટોબરને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

30 ઓક્ટોબરના મહત્વના સમાચાર : MCX માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં કડાકો, સોનામાં 2800 તો ચાંદીમાં 8500 ઘટ્યા

આજે 30 ઓક્ટોબરને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Oct 2026 08:29 PM (IST)

    IPO લિસ્ટિંગ બાદ, જિયોએ વધુ એક મોટી સફળતા હાંસલ કરી, બીજા ત્રિમાસિક ગાળામાં (Q2) ₹8,389 કરોડનો નફો

    RIL અને જિયો પ્લેટફોર્મ્સ (Jio Platforms) ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2026- 2027ના બીજા ત્રિમાસિક ગાળામાં, જિયો પ્લેટફોર્મ્સનો ચોખ્ખો નફો 14 ટકા વધીને ₹8,389 કરોડ થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં ₹7,379 કરોડ હતો.

  • 30 Oct 2026 08:14 PM (IST)

    હિંમતનગરમાં પરશુરામ પાર્કને લઈ ભાજપના સિનિયર કોર્પોરેટરે ઉઠાવ્યો વાંધો

    હિંમતનગરમાં પરશુરામ પાર્કને લઈ સિનિયર કોર્પોરેટરે વાંધો ઉઠાવ્યો. ભાજપના જ સિનિયર કોર્પોરેટરે પરશુરામ પાર્કનું બોર્ડ ઉતારી લેવા માંગ કરી. પરશુરામ પાર્કનું બોર્ડને લઈ કોર્પોરેટરે વિરોધ ઉઠાવતા વિવાદ સર્જાયો છે. ફાળવેલ જગ્યાના બદલે આખા બગીચાની ઓળખ બદલી હોવાનો આક્ષેપ કરાયો છે. પરશુરામ પાર્કની ફાળવેલ જગ્યા સિવાય આખા બગીચા પર નામનો વિરોધ. બગીચો સ્ટેટના રાજવીએ આપેલો હતો એમના નામ ઉતરી ગયાના આક્ષેપ. શહેર મધ્યમાં આવેલ અને ઓળખ નાબૂદ કરવાનો આક્ષેપ કરાયો. કોર્પોરેટર ગોવિંદસિંહ રાઠોડે વિરોધ રજૂ કરી બોર્ડ ઉતારવા માંગ કરી. તેમનુ કહેવુ છે કે, બગીચાના એક ભાગને પરશુરામ પાર્ક કરવાનું હતું. તેના બદલે સમગ્ર બગીચાનુ નામકરણ કરી નાખ્યું

  • 30 Oct 2026 08:05 PM (IST)

    MCX માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં કડાકો, સોનામાં 2800 તો ચાંદીમાં 8500 ઘટ્યા

    MCX માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં ફરી કડાકો બોલી ગયો છે. 10 ગ્રામ સોના ભાવ 2800 રૂપિયા ઘટાડા સાથે 1,39,800 પહોચ્યો છે. એક કિલો ચાંદીમાં 8,500 રૂપિયા ઘટીને 1.80 લાખ ભાવ પહોંચ્યો છે. એક વર્ષ બાદ સોના ચાંદીમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. હજી પણ સોના ચાંદીના ભાવમાં ધટાડો નોધાઇ શકે છે.

  • 30 Oct 2026 07:38 PM (IST)

    રાજકોટના ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું

    રાજકોટના ધોરાજીમાં પણ અચાનક વાતાવરણમાં આવ્યો પલટો. ધોરાજી શહેરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદ નોંધાયો. ધોરાજીમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમીથી મળી રાહત. લાંબા વિરામ બાદ ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ. ધોરાજીના ભૂખી તોરણીયા મોટી પરબડી સહિતના ગામમાં વરસાદ. વરસાદને કારણે ખેતરમાં તૈયાર થઈ ગયેલ કપાસ મગફળી સોયાબીન એરંડા જેવા પાકને નુકસાનની ભીતિ.

  • 30 Oct 2026 07:35 PM (IST)

    ગાંધીનગરના કલોલમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો

    ગાંધીનગરના કલોલમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો. વરસાદને પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક. દિવાળીના તહેવાર સમયે વરસાદથી વેપારીઓની ચિંતા વધી. લારી-પાથરણાવાળા નાના વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાનની ભીતિ.

  • 30 Oct 2026 07:33 PM (IST)

    અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

    અમરેલીના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. હનુમાનપુર, તાલડા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ.  વાવાઝોડાની અસરથી અમરેલી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. ખાંભા-ઉના રોડ પર ભારે પવનથી વૃક્ષો ધરાશાયી. મગફળી, કપાસ અને ડુંગળીના પાકને નુકસાનની ભીતિ. ખેતરમાં તૈયાર પાક પર વરસાદ પડતા ખેડૂતો ચિંતિત થયા.

  • 30 Oct 2026 07:06 PM (IST)

    સોમનાથ મંદિરની આસપાસ માંસાહાર વેચવા મંજૂરી આપતા હાઈકોર્ટના સિંગલ જજના ચૂકાદાને, રાજ્ય સરકારે ડીવીઝનલ બેંચમાં પડકાર્યો

    પ્રથમ જ્યોતિર્લિંગ પવિત્ર સોમનાથ મંદિરની આસપાસ માંસાહારના વેચાણ મામલે સિંગલ જજના હુકમ પર ડીવીઝનલ બેન્ચે આપ્યો સ્ટે. ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજે માંસાહાર વેચવાની માંગ સાથે કરેલી અરજી કરી હતી મંજૂર. બપોરે સિંગલ જજે આપેલા હુકમને રાજ્ય સરકારે ડીવીઝનલ બેંચમાં આપ્યો હતો પડકાર. રાજ્ય સરકાર તરફે GP જી એચ વીર્કએ રજૂ કર્યા હતા તથ્યો. સોમનાથ અને અન્ય ટાઉન અથવા શહેરોની જેમ સામાન્ય ના ગણવા જોઈએ તેમ રાજ્ય સરકારે દલીલ કરી હતી. હજારો શ્રદ્ધાળુઓ ભાલકા તીર્થથી સોમનાથ તરફ આવતા હોય છે. શ્રદ્ધાળુઓની લાગણી અને આસ્થાને માન આપીને આ પ્રકારે જનહિતમાં નિર્ણય લેવાયો છે  તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું. જેમ અયોધ્યા અને વૈષ્ણોદેવીની આસપાસના વિસ્તારોમાં માસા પર પ્રતિબંધ છે તેમ સોમનાથમાં પણ લગાવવામાં આવ્યો છે. અરજદારોએ રજૂઆત કરી હતી કે, માંસાહારનું વેચાણ કરવું એ અમારો બંધારણીય અધિકાર છે. રાજ્ય સરકારે 10 ઓગસ્ટ 2026 ના રોજ આ અંગેનું જાહેર કર્યું હતું નોટિફિકેશન.

  • 30 Oct 2026 06:55 PM (IST)

    માણાવદરમાં 51 મૃત કાચબા મળી આવવાના કેસમાં પકડાયેલા 2 આરોપીએ માર માર્યોનો કર્યો આક્ષેપ

    જૂનાગઢના માણાવદરમાં 51 મૃત કાચબા મળી આવવાના કેસમાં, વન વિભાગના અધિકારીઓએ માર મારી ગુનો કબૂલાવ્યાનો આક્ષેપ કરાયો છે. મૃત કાચબા મામલે વનવિભાગે 2 શખ્સની કરી હતી ધરપકડ. કોર્ટમાં રજૂ કરાતા બંને શખ્સે ઢોર માર માર્યાનો કર્યો આક્ષેપ. કોર્ટે બંને શખ્સને જામીન પર મુક્ત કરવાનો આપ્યો હુકમ. માર મારવાના આક્ષેપ બાદ બંને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થયા છે.

  • 30 Oct 2026 06:28 PM (IST)

    રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી 25 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ફરાર

    રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી આરોપી થયો ફરાર. 25 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ફરાર થયો. આરોપીને મેડિકલ ચેકઅપ માટે લવાયો હતો. આરોપીને પોલીસવાનમાં બેસાડતી વખતે થયો ફરાર. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

  • 30 Oct 2026 05:53 PM (IST)

    રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે, 46 પેઢીમાં તપાસ કરી 22 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

    અખાદ્ય ખોરાકને લઇને રાજકોટ મહાનગરપાલિકાની ફુડ શાખાની કાર્યવાહી. શહેરની 46 પેઢીમાં આરોગ્ય વિભાગની તપાસ. 22 કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ. 5 પેઢીને સ્ટોરેજ અંગે આપવામાં આવી હતી નોટિસ. પેકેજીંગ નાસ્તા,પફ સહિત ખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓને ત્યાં કાર્યવાહી.

  • 30 Oct 2026 05:30 PM (IST)

    મહેસાણામાં કોંગ્રેસે યોજ્યા કિસાન અધિકાર ધરણા, કલેકટરને આપ્યુ આવેદનપત્ર

    ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મહેસાણા ખાતે કિસાન અધિકાર ધરણાં યોજવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં કિસાન ધરણાં યોજાયા. ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે કિસાન અધિકાર ધરણાં યોજી સભા સંબોધી. કોંગ્રેસ નેતાઓએ પદયાત્રા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

  • 30 Oct 2026 04:57 PM (IST)

    સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર તાલુકામાં વરસાદી માવઠું

    સાબરકાંઠાના ઈડર અને હિંમતનગર તાલુકામાં વરસાદી માવઠું. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ સાંજે વરસ્યો કમોસમી વરસાદ. દરામલી, નેત્રામલી, ઈસરવાડા, ભદ્રેસરમાં વરસાદ. હિંમતપુર, ઉમિયાનગર, મહાદેવપુરામાં વરસાદી છાંટા. વરસાદી છાંટણા વરસતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી. મગફળી સહિતના પાકો ઉતારા બાદ ખુલ્લા હોવાને લઈ ચિંતા. અલનીનોને કારણે હાલ શિયાળાની તડકાને બદલે ઉનાળા જેવા તડકાના માહોલ વચ્ચે વરસાદી છાંટણા થયા.

  • 30 Oct 2026 04:47 PM (IST)

    સુરતના સરથાણામાં વેબ-ડેવલોપરનું કરાયું અપહરણ

    સુરતના સરથાણામાં વેબ-ડેવલોપરનું કરાયું અપહરણ. ‘GOV. OF GUJRAT’ લખેલી કારમાં આરોપીઓએ કર્યું અપહરણ. પોલીસની ઓળખ આપી આરોપીઓએ કર્યું અપહરણ. ફરિયાદીને કારમાં ફેરવી ધાક-ધમકી આપી અપહરણકર્તાઓએ ખંડણી માગી. ફરિયાદી પાસે 4 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી.

  • 30 Oct 2026 04:34 PM (IST)

    AMC એ કર્યો દાવો,  નિકોલ, ઠક્કરબાપાનગર અને વિરાટનગરમાં નહી ભરાય પાણી

    પૂર્વ અમદાવાદમાં ડ્રેનેજ સમસ્યાનાં કાયમી ઉકેલ લાવ્યાનો AMC નો દાવો. પૂર્વ અમદાવાદના 2.25 લાખ નાગરિકોને ડ્રેનેજ સમસ્યામાંથી મોટી રાહત. નિકોલ, ઠક્કરબાપાનગર અને વિરાટનગરનાં રહીશોને મળશે મુક્તિ. માઇક્રો ટનલિંગ ટેક્નોલોજીથી 3 વોર્ડનાં રહીશોની ડ્રેનેજ સમસ્યાનું સમાધાન. જીવણવાડી પમ્પિંગ સ્ટેશનની 600 MM રાઇઝિંગ લાઇનનું નવી લાઇન સાથે જોડાણ. નિકોલ, ગોપાલચોક, ઠક્કરબાપાનગર અને વિરાટનગરમાં નહિં ભરાય પાણી. જૂની લાઇન પરનું ભારણ ઘટશે, 1600 MM જૂની ટ્રંકલાઇનનું થશે રિહેબિલીટેશન.

  • 30 Oct 2026 01:52 PM (IST)

    અરવલ્લીના ધનસુરામાં મહાકાળી મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડની ઉઠાંતરી

    અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આમોદરા ગામમાં આવેલા મહાકાળી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ મંદિરની દાનપેટીને નિશાન બનાવી અંદાજે બે થી ત્રણ હજાર રૂપિયાની ચોરી કરી હતી. મંદિરની ચોરીના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક શખ્સ દાનપેટીમાંથી રૂપિયા ચોરતો નજરે પડે છે. ઘટનાની જાણ થતાં ધનસુરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે અને તસ્કરને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

  • 30 Oct 2026 01:16 PM (IST)

    સુરેન્દ્રનગરમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઇવ, વીજચોરી બદલ રૂ.54.22 લાખનો દંડ

    સુરેન્દ્રનગરમાં PGVCL દ્વારા વીજચોરી અટકાવવા મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 46 ટીમો દ્વારા ગળથળ, જશાપર, લીમલી, કાન્ધાસર સહિતના 10 વિસ્તારોમાં ઘરવપરાશના કુલ 617 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 109 વીજ જોડાણોમાં વીજચોરી પકડાતાં વીજચોરી કરનારાઓને કુલ રૂ.54.22 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચેકિંગની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 20 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો, જ્યારે સમગ્ર કામગીરીનું રેકોર્ડિંગ કરવા પાંચ વીડિયોગ્રાફરો પણ તૈનાત કરવામાં આવ્યા હતા.

  • 30 Oct 2026 12:32 PM (IST)

    પશુઓને સમય પર રસીકરણ અને સારવાર મળશે: PM મોદી

    વડાપ્રધાન મોદી આજે બનાસકાંઠાના ભીલડી પહોંચ્યા હતા. અહીં PM મોદીના ભવ્ય રોડ શોનું આયોજન થયું. “મોદી કહીં નહીં જાયેગા. હમ તુમ્હારે સાથ હૈ”ના નારા તેમજ પોસ્ટરો સાથે લોકોએ PM મોદીનું અભિવાદન કર્યું. વડાપ્રધાન મોદીએ ભીલડીમાં 325 કરોડના ખર્ચે તૈયાર થયેલ BBBRC સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. સાથે જ જનસભા સંબોધિત કરતા કહ્યુ ગુજરાતે મને ખૂબ પ્રેમ અને પ્રેરણા આપી છે. અમારી સરકારે MSPનો વાયદો પૂર્ણ કરે છે. પશુપાલન પરનો ખર્ચ ઓછો થયો છે.  પશુઓને સમય પર રસીકરણ અને સારવાર મળશે

  • 30 Oct 2026 11:27 AM (IST)

    રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોએ સરકાર સામે બાંયો ચડાવી, 9 અને 10 ડિસેમ્બરે શાળાઓ બંધ રાખવાની ચીમકી

    રાજકોટમાં ખાનગી શાળા સંચાલકોએ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે. શિક્ષણ સુધારા વિધેયક, FRC સહિત પાંચ મુદ્દાઓને લઈને રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના શાળા સંચાલકોની બેઠક યોજાઈ હતી. જેમાં FRCના મુદ્દે શાળા સંચાલકો સાથે અન્યાય થતો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ્યની અંદાજે 16 હજાર શાળાઓના સંચાલકો સરકાર સમક્ષ રજૂઆત કરશે. જો સરકાર દ્વારા તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એટલું જ નહીં, આગામી 9 અને 10 ડિસેમ્બરના રોજ રાજ્યભરની શાળાઓ બંધ રાખવાની ચીમકી આપતાં શિક્ષણ જગતમાં ગરમાવો આવ્યો છે.

  • 30 Oct 2026 11:20 AM (IST)

    ભીલડીમાં સભા સ્થળે પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

    ભીલડીમાં સભા સ્થળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા  છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભીલડીમાં પશુપાલકો, ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે.

  • 30 Oct 2026 09:57 AM (IST)

    સુરતના વાલક મિશન રોડ પર તંત્રની બેદરકારી, બાઈક ચાલક કેનાલમાં ખાબક્યો

    સુરતના વાલક મિશન રોડ પર તંત્રની બેદરકારી સામે આવી છે. રસ્તાની આસપાસ સેફ્ટી ગ્રીલ ન લગાવવામાં આવતા બાઈક ચાલક કેનાલમાં ખાબક્યો હતો. વાહન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બાઈક સીધું કેનાલમાં પડ્યું હતું. જોકે, સદનસીબે આ ઘટનામાં બાઈક ચાલકને કોઈ મોટી ઈજા પહોંચી નથી. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને દોરડાની મદદથી બાઈકને બાંધી કેનાલની બહાર કાઢ્યું હતું. રસ્તાની બાજુમાં સુરક્ષાનાં પૂરતાં પગલાં ન લેવાતાં વાહનચાલકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે.

  • 30 Oct 2026 08:41 AM (IST)

    આર્મેનિયાની સંસદમાં સાંસદો વચ્ચે છુટ્ટા હાથની મારામારી, હંગામા બાદ સત્ર સસ્પેન્ડ

    આર્મેનિયાની સંસદમાં લોકશાહીના ધજાગરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. સંસદની અંદર સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. સત્તાપક્ષના એક સાંસદના વિવાદાસ્પદ ભાષણથી વિપક્ષી સાંસદો રોષે ભરાયા હતા. શરૂઆતમાં બંને પક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. રોષે ભરાયેલા વિપક્ષી સાંસદો વેલ સુધી ધસી આવ્યા હતા અને સત્તાપક્ષના સાંસદો સાથે બાખડી પડ્યા હતા. બંને પક્ષના સાંસદોએ એકબીજા પર હાથ ઉપાડતાં ભારે હોબાળો મચ્યો હતો. આ દરમિયાન એક સાંસદ જમીન પર પટકાયા હતા. સંસદની અંદર થયેલી મારામારીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઘટનાને પગલે સંસદનું સત્ર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.

  • 30 Oct 2026 08:25 AM (IST)

    ગાંધીનગર PSI આત્મહત્યા કેસમાં નવો ખુલાસો, એક મહિનાથી ઘરમાં ચાલતો હતો ગૃહક્લેશ

    ગાંધીનગરમાં PSIની આત્મહત્યાના મામલે નવો ખુલાસો થયો છે. પ્રાથમિક માહિતી મુજબ, છેલ્લા એક મહિનાથી PSIના ઘરમાં ગૃહક્લેશ ચાલી રહ્યો હતો. નાના ભાઈ સાથે પત્નીના અણગમાને લઈને વિવાદ થતો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. PSIના ભાઈએ પણ પોલીસ સમક્ષ ઘરમાં ગૃહક્લેશ ચાલતો હોવાની વાત જણાવી છે. PSI પત્ની, બે બાળકો અને નાના ભાઈ સાથે રહેતા હતા. ઘટનાના સમયે પરિવારજનો પણ ઘરમાં હાજર હતા. જોકે, PSIએ કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. સ્વજનો અને સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યા બાદ જ આત્મહત્યાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે.

  • 30 Oct 2026 07:51 AM (IST)

    વડાપ્રધાન મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, બનાસકાંઠાને આપશે ₹14 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ બનાસકાંઠાના ભીલડી ખાતે ભવ્ય જાહેર જનસભાને સંબોધિત કરશે અને ₹14 હજાર કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. ભીલડીમાં વડાપ્રધાન ખેડૂતો અને પશુપાલક મહિલાઓ સાથે સીધો સંવાદ પણ કરશે. ગુજરાતમાં પ્રથમવાર વડાપ્રધાન જાહેર મંચ પરથી ખાટલા બેઠકને સંબોધિત કરશે. આ ઉપરાંત બનાસકાંઠામાં ‘ભારત ગાય સંવર્ધન અને સંશોધન કેન્દ્ર’ રાષ્ટ્રને સમર્પિત કરશે. જ્યારે થરાદ અને રાધનપુરમાં બનાસ ડેરીના બે કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું શિલાન્યાસ કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો પણ જાહેર કરશે.

Published On - Oct 30,2026 7:49 AM

Follow Us
સુરતની સિટી બસમાં વિકરાળ આગ, જુઓ Video
સુરતની સિટી બસમાં વિકરાળ આગ, જુઓ Video
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 5 યાત્રિકો માટે નાવિકો બન્યા તારણહાર
તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 5 યાત્રિકો માટે નાવિકો બન્યા તારણહાર
નવસારીમાં દીપડાનો આતંક: 2 મહિનામાં 3 બાળકો પર હુમલા ! Video
નવસારીમાં દીપડાનો આતંક: 2 મહિનામાં 3 બાળકો પર હુમલા ! Video
બેટ દ્વારકા નજીક જોવા મળી બે ડોલ્ફિન, જુઓ Video
બેટ દ્વારકા નજીક જોવા મળી બે ડોલ્ફિન, જુઓ Video
નકલી દેવી-દેવતાની પૂજાથી દૂર રહો..શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન
નકલી દેવી-દેવતાની પૂજાથી દૂર રહો..શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું નિવેદન
જામનગરમાં વીજળી ગુલ થતાં લિફ્ટમાં ફસાયા છ વૃદ્ધો...
જામનગરમાં વીજળી ગુલ થતાં લિફ્ટમાં ફસાયા છ વૃદ્ધો...
અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં
અમદાવાદના ગ્યાસપુરમાં ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ, 80થી વધુ ઝૂંપડા ચપેટમાં
ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતા ખેડૂતો ખુશ ! Video
ડુંગળીના ભાવ પ્રતિમણ ₹862 સુધી પહોંચતા ખેડૂતો ખુશ ! Video
ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી આવતા ગ્રામજનો ગભરાયા
ગીર સોમનાથમાં સિંહણોનો આતંક! ગામમાં ઘૂસી આવતા ગ્રામજનો ગભરાયા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી MD ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી MD ડ્રગ્સની હેરાફેરી કરનારને ઝડપ્યો
g clip-path="url(#clip0_868_265)">