પર્થ ટેસ્ટ પહેલા મોટી દુર્ઘટના, ચહેરા પર બોલ વાગવાથી ખરાબ રીતે ઘાયલ થયો આ વ્યક્તિ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પર્થમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા પર્થમાં એક દર્દનાક અકસ્માત થયો હતો, જેમાં એક અમ્પાયર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અમ્પાયરને તેના ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પર્થ ટેસ્ટ પહેલા મોટી દુર્ઘટના, ચહેરા પર બોલ વાગવાથી ખરાબ રીતે ઘાયલ થયો આ વ્યક્તિ
umpire seriously injuredImage Credit source: X
Follow Us:
| Updated on: Nov 20, 2024 | 8:46 PM

ટીમ ઈન્ડિયા હાલ ઓસ્ટ્રેલિયાના પર્થમાં છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાવાની છે, જે 22 નવેમ્બરથી શરૂ થશે. આ મેચ માટે ભારતીય ટીમના ખેલાડીઓ ઓપ્ટસ સ્ટેડિયમમાં જ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ક્રિકેટ ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ સિરીઝની શરૂઆતની મેચ પહેલા જ પર્થમાં એક મોટી દુર્ઘટના થઈ હતી. વાસ્તવમાં, લાઈવ મેચમાં બોલ વાગવાને કારણે એક અમ્પાયરને ખરાબ રીતે ઈજા થઈ હતી. આ ઈજા એટલી ગંભીર હતી કે અમ્પાયરને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા.

પર્થ ટેસ્ટ પહેલા મોટી દુર્ઘટના

પર્થમાં થર્ડ ક્લાસ ક્રિકેટ મેચ દરમિયાન આ ખતરનાક અકસ્માત થયો હતો. વાસ્તવમાં, સ્ટ્રેટ ડ્રાઈવ શોટને કારણે અમ્પાયર ટોની ડિનોબ્રેકાને ચહેરા પર ગંભીર ઈજા થઈ હતી, બેટ્સમેને સ્ટ્રેટ ડ્રાઈવ શોટ રમ્યો હતો, જે અમ્પાયર ટોની ડિનોબ્રેકાને સીધો તેના ચહેરા પર વાગ્યો હતો. આ ઘટના પછી તરત જ ડિનોબ્રેકાને મેદાન પર સારવાર આપવામાં આવી હતી અને થોડા સમય માટે મેચ બંધ કરવી પડી હતી. આ પછી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારી વાત એ હતી કે ટોની ડિનોબ્રેકાના કોઈ હાડકાં તૂટ્યા નહોતાં, જોકે તેમને ડોક્ટરોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો.

અમ્પાયર એસોસિએશને આપ્યું અપડેટ

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન સબર્બન ટર્ફ ક્રિકેટ અમ્પાયર્સ એસોસિએશનએ સોશિયલ મીડિયા પોસ્ટમાં અપડેટ આપ્યું હતું કે, ‘ટોની, જેણે હોસ્પિટલમાં રાત વિતાવી હતી, તે નસીબદાર હતો કે તેના હાડકાં તૂટ્યા ન હતા, જો કે ડોકટરોએ તેને નિરીક્ષણ હેઠળ રાખ્યો છે અને તેનું ઓપરેશન પણ કરવું પડી શકે છે. અમે ટોનીના આ ભયંકર ઘટનામાંથી ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય. અમ્પાયરિંગ ટીમ તમારી સાથે છે, મિત્ર ટોની, આરામ કરો.’

મુકેશ અંબાણીએ 15 રૂપિયાના પ્લાન સાથે લોન્ચ કર્યું JioStar, જાણો
ઉદ્ધવ, ફડણવીસ, અજિત પવાર કે શિંદે... ચાર નેતાઓમાં કોણ ઉંમરમાં સૌથી મોટા છે?
પૃથ્વીથી મંગળ પર મેસેજ મોકલવામાં કેટલો સમય લાગે ?
પગના તમામ દુખાવા થશે છૂમંતર, મળી ગયો રામબાણ ઈલાજ, જુઓ Video
IPS ને કોણ કરી શકે છે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
એ.આર. રહેમાન બાદ ટીમ મેમ્બર મોહિની ડેએ લીધા છૂટાછેડા, જુઓ ફોટો

પહેલા પણ અમ્પાયરો સાથે થયો છે અકસ્માત

ટોની ડિનોબ્રેકા નોર્થ પર્થના ચાર્લ્સ વેરીયાર્ડ રિઝર્વમાં ત્રીજા ગ્રેડની મેચમાં અમ્પાયરિંગ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. ટોની ડિનોબ્રેકા એકલા એવા અમ્પાયર નથી કે જેઓ મેચમાં અમ્પાયરિંગ કરતી વખતે ગંભીર રીતે ઘાયલ થયા હોય, આ પહેલા પણ ક્રિકેટના મેદાન પર આવી ઘટનાઓ જોવા મળી છે. અમ્પાયરોની સુરક્ષાને લઈને અનેક વખત સવાલો ઉભા થયા છે. જેના કારણે આજે કેટલાક અમ્પાયરો પોતાના હાથમાં શિલ્ડ પણ રાખે છે, જેથી તેઓ પોતાની સુરક્ષા કરી શકે.

આ પણ વાંચો: IND vs AUS : પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, ઈજાના કારણે આ ખેલાડી ભારત પરત ફર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી ? જાણો Exit Poll માં કોને મળી બહુમતી
અમદાવાદની એક શાળાએ ટેરેસ પર જ ખડો કરી દીધો મોબાઈલ ટાવર
અમદાવાદની એક શાળાએ ટેરેસ પર જ ખડો કરી દીધો મોબાઈલ ટાવર
Rajkot : શિયાળાની શરુઆતમાં જ વકર્યો રોગચાળો
Rajkot : શિયાળાની શરુઆતમાં જ વકર્યો રોગચાળો
કતારગામના ફુલપાડામાં સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 7 કારીગર દાઝ્યા
કતારગામના ફુલપાડામાં સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 7 કારીગર દાઝ્યા
દબાણ કામગીરીમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ
દબાણ કામગીરીમાં પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ
ઘર કે શાળાની આસપાસ મોબાઈલ ટાવર હોય તો શરીર પર થાય છે આ જીવલેણ અસરો
ઘર કે શાળાની આસપાસ મોબાઈલ ટાવર હોય તો શરીર પર થાય છે આ જીવલેણ અસરો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે "ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નિહાળશે
સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની E - KYC માટે વહેલી સવારથી લાંબી કતારો
સુરેન્દ્રનગરમાં રાશન કાર્ડની E - KYC માટે વહેલી સવારથી લાંબી કતારો
આ 4 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">