T20 ક્રિકેટમાં ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડીને Babar Azam એ રચ્યો ઈતિહાસ, પાકિસ્તાન સુપર લીગમાં કર્યું આ કારનામું
T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિસ ગેલે તેની કારકિર્દીમાં 249 ઇનિંગ્સમાં 9000 રનનો આંકડો પાર કર્યો હતો, જ્યારે બાબરે તેના કરતા ઓછી 4 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા હતા.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે PSL 2023માં ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો. પાકિસ્તાન સુપર લીગ 2023ના પ્રથમ એલિમિનેટરમાં નેતૃત્વ કરતી વખતે, બાબરે 39 બોલમાં 10 ચોગ્ગા સાથે શાનદાર 64 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે તેણે T20 ક્રિકેટમાં 9000 રન પૂરા કર્યા. બાબર ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં આ પડાવ સુધી પહોંચનાર સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે T20ના બાદશાહ ક્રિસ ગેલને હરાવ્યો છે.
ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ક્રિસ ગેલે તેની કારકિર્દીમાં 249 ઇનિંગ્સમાં 9000 રનનો આંકડો પાર કર્યો હતો, જ્યારે બાબરે તેના કરતા ઓછી 4 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા હતા. બાબરના હવે T20 ક્રિકેટની 245 ઇનિંગ્સમાં 9029 રન છે. તમને જણાવી દઈએ કે, વિરાટ કોહલી, ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચ પણ સૌથી ઝડપી 9000 રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ છે.
T20 (ઇનિંગ)માં સૌથી ઝડપી 9000 રન બનાવનાર ખેલાડી
- 245 – બાબર આઝમ
- 249 – ક્રિસ ગેલ
- 271 – વિરાટ કોહલી
- 273 – ડેવિડ વોર્નર
- 281 – એરોન ફિન્ચ
ઇસ્લામાબાદ યુનાઇટેડને હરાવીને પેશાવર એલિમિનેટર 2માં પહોંચ્યું
ગુરુવારે રાત્રે પાકિસ્તાન સુપર લીગની પ્રથમ એલિમિનેટર મેચમાં, પેશાવર ઝાલ્મીએ ઈસ્લામાબાદ યુનાઈટેડને 12 રનથી હરાવીને એલિમિનેટર 2માં પ્રવેશ કર્યો. અહીં હવે તેઓ શુક્રવારે 17 માર્ચે શાહીન આફ્રિદીની આગેવાની હેઠળની લાહોર કલંદર સામે ટકરાશે. પ્રથમ એલિમિનેટરની વાત કરીએ તો, બાબર આઝમની અડધી સદીના આધારે પેશાવરે પ્રથમ બેટિંગ કરતા 183 રન બનાવ્યા હતા. આ સ્કોરનો પીછો કરતા ઈસ્લામાબાદની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 171 રન જ બનાવી શકી હતી. એલેક્સ હેલ્સ (57) અને શાન મસૂદ (60) એ ઈસ્લામાબાદ માટે બીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી નોંધાવી હતી,
આમિર જમાલે આ મેચમાં બે મહત્વની વિકેટ લીધી હતી અને એક રન આઉટ પણ થયો હતો. આ પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : PSL 2023: પાકિસ્તાને ‘મજબૂરી’ થી બદલવી પડી ફાઈનલની તારીખ, PCB એ ‘ગજબ’ કારણ દર્શાવ્યુ
પાકિસ્તાનમાં માહોલ ખૂબ જ અસ્તવ્યસ્ત
ખાસ કરીને લાહોરમાં પાછળના કેટલાક દિવસો દરમિયાન સ્થિતી વણસી હતી. આવામાં હવે લાહોરમાં રમાઈ રહેલી PSL 2023 ની અંતિમ તબક્કાની મેચોને લઈ સવાલો થઈ રહ્યા છે. ત્યાં હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટને ઝડપથી આટોપી લેવા માટે પ્રયાસો શરુ કર્યા છે. ખાસ કરીને ફાઈનલ મેચની તારીખને બદલવામાં આવી છે. આ પહેલા ક્વોલીફાયર મેચોના સ્થળ બદલવા અથવા માકૂફ કરવા માટે થઈને તત્કાળ બેઠક PCBની મળી હતી. જોકે બાદમાં મેચોને ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.