7.1.2025

Plant Tips : લીંબુના છોડની આ રીતે રાખો કાળજી, ફળના થઈ જશે ઢગલા 

Image - Freepik  

લીંબુના છોડની કાળજી રાખવામાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

મોટાભાગના લોકો ઘરે શાકભાજી ઉગાડતા હોય છે. તેમાંથી એક લીંબુનો પણ સમાવેશ થાય છે.

પરંતુ કેટલીક વાર છોડની યોગ્ય કાળજી ન લેવાતી હોવાના કારણે છોડ બળી જાય છે.

સૌ પ્રથમ એવી જગ્યા પસંદ કરો જ્યાં છોડને પૂરતી માત્રામાં  સૂર્યપ્રકાશ મળે

છોડમાં વધારે પાણી ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

તેમજ માટી સાથે વર્મી કમ્પોસ્ટ અથવા છાણિયું ખાતર ઉમેરવામાં ધ્યાન રાખો.

છોડના સૂકા પાંદડા અને ડાળીઓને કાપવા જોઈએ.

છોડને જીવાતથી બચાવવા માટે છાશ અથવા લીમડાનું તેલ છાંટી શકો છો.