બીટનો રસ પીવાના આટલા ગેરફાયદા તમે કદાચ નહીં જાણતા હોવ

07 Jan 2025

Created By Mina Pandya

બીટરૂટનો રસ વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને એન્ટી-ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ તેમજ બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે.

પોષક તત્વોથી ભરપૂર  બીટરૂટનો રસ

પોષક તત્વોથી ભરપૂર હોવા ઉપરાંત બીટરૂટનો રસ પીવાના કેટલાક ગેરફાયદા પણ છે. ચાલો આ ગેરફાયદાઓ વિશે વિગતવાર જાણીએ.

બીટરૂટનો રસ પીવાના ગેરફાયદા

વધારે માત્રામાં બીટરૂટનો રસ પીવાથી તમારું બ્લડ પ્રેશરમાં ઘટાડો આવી શકે છે કારણ કે તેમાં નાઈટ્રેટ્સ હોય છે. તેને ઓછી માત્રામાં પીવું વધુ સારું રહેશે.

બ્લડ પ્રેશર લો થઈ શકે છે

બીટરૂટના રસમાં ઓક્સાલેટની માત્રા વધુ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે તેનું વધુ માત્રામાં સેવન કરો છો, તો તે કિડનીમાં પથરીનું કારણ બની શકે છે.

કિડની સ્ટોનનું જોખમ

મોટી માત્રામાં બીટરૂટનો રસ પીવાથી પેટ ફૂલવું, ગેસ, કબજિયાત અથવા ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે કારણ કે તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે.

કબજિયાતની સમસ્યા

ઘણા રિસર્ચ પેપરમાં ખુલાસો થયો છે કે બીટરૂટનો વધુ પડતો રસ પીવાથી ત્વચા પર ફોલ્લીઓ, લાલ ચકામા, ખજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.

શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે

હેલ્થ એક્સપર્ટના મતે, જો તમે બીટરૂટનો રસ વધુ માત્રામાં પીવો છો, તો તેનાથી સ્ટૂલનો રંગ ગુલાબી અથવા લાલ થઈ શકે છે. તેને બીટુરિયા કહેવામાં આવે છે.

થઈ શકે છે બિટુરિયા

હેલ્થ એક્સપર્ટના મતે, જો તમે બીટરૂટનો રસ વધુ માત્રામાં પીવો છો, તો તેનાથી સ્ટૂલનો રંગ ગુલાબી અથવા લાલ થઈ શકે છે. તેને બીટુરિયા કહેવામાં આવે છે.

થઈ શકે છે બિટુરિયા

આ પણ જુઓ