તો ચાલો જોઈએ આ મોટી ભૂલ છે શું. સૌથી પહેલા વાત કરીએ ઈંગ્લેન્ડે ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેક ક્રૉઉલી અને બેન ડકેટ ઈગ્લેન્ડ ટીમ માટે ક્રિઝ પર આવ્યા હતા. શરુઆતમાં ઈંગ્લેન્ડના ઓપનર થોડા ડરી ગયા હતા. ઈંગ્લેન્ડની ચોથી ઓવરના પાંચમા બોલ પર આકાશ દીપે જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. આકાશ દીપે વિકેટનો જશ્ન મનાવાનો શરુ કર્યું કારણ કે, આ તેની પહેલી ટેસ્ટ ડેબ્યુ હતી પરંતુ ત્યાં જ મોટો ટ્વિસ્ટ આવ્યો હતો.
ટેસ્ટ ડેબ્યુ મેચમાં આકાશ દીપથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી જે વિશે તેમણે ક્યારે પણ વિચાર્યું નહિ હોય, આકાશ દીપે ઈંગ્લેન્ડની પહેલી ઈનિગ્સની ચોથી ઓવરમાં બેટ્સમેન જેક ક્રોઉલીને જીવનદાન આપ્યું હતુ. કારણ કે, આ બોલ નો બોલ નીકળ્યો હતો, જેક જ્યારે ક્લીન બોલ્ડ થયો તો તે 15 બોલ પર 4 રન બનાવી ચૂક્યો હતો, તેમ છતા આકાશ દીપે હાર માની નહિ થોડા જ સમયમાં બેન ડકેટ અને ઓલી પોપ તેમજ જેક ક્રાઉલીને સસ્તામાં પેવેલિયન મોકલ્યા હતા.
Drama on debut for Akash Deep!
A wicket denied by the dreaded No-ball hooter#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW
— JioCinema (@JioCinema) February 23, 2024
જેથી ટીમ ઈન્ડિયાનું પલડું ભારે થયું હતુ. 12મી ઓવરમાં આકાશે તેની ભૂલ સુધારી લીધી હતી, ઈંગ્લેન્ડની 12મી ઓવરના 5માં બોલ પર આકાશ દીપે પહેલા જેવી જ સ્ટાઈલમાં જેકના સ્ટંપ ઉડાવી દીધા હતા. જેક ક્રાઉલી 42 રન બનાવી આઉટ થયો હતો.આકાશ દીપે ટેસ્ટ ડેબ્યુમાં ઈંગ્લેન્ડના ઓપનરને પેવેલિયન મોકલી દીધા છે. ઓકાશ દીપ નો બોલ પર મેડન ટેસ્ટ વિકેટ મિસ કરનાર ભારતનો બીજો અને દુનિયાનો 7મો બેટ્સમેન બની ગયો છે.
આ પણ વાંચો : આવી ગયો છે રવિન્દ્ર જાડેજાને ટક્કર આપનાર ઓલરાઉન્ડર, એકલા હાથે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલ્યા
Published On - 12:16 pm, Fri, 23 February 24