એડીસી બેંકમાં જૂની ચલણી નોટ બદલવાના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 12 જૂલાઈએ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાયું છે. રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેંક પર પ્રહાર કર્યા હતા. આ મુદ્દે એડીસી બેંકના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું. પરંતુ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની 55મી વરસી હોવાથી […]
Follow us on
એડીસી બેંકમાં જૂની ચલણી નોટ બદલવાના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને 12 જૂલાઈએ મેટ્રો કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાયું છે. રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને બેંક પર પ્રહાર કર્યા હતા. આ મુદ્દે એડીસી બેંકના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં હાજર થવા ફરમાન કર્યું હતું. પરંતુ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની 55મી વરસી હોવાથી રાહુલ ગાંધી હાજર રહી શક્યા નથી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ ઉપરાંત કોર્ટે રાહુલ ગાંધીને ગુજરાતી ન આવડતું હોવાથી દસ્તાવેજ ટ્રાન્સલેટ કરી આપવાની અરજી માન્ય રાખી છે. મહત્વનું છે કે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલા પર માનહાનીનો દાવો બેંક દ્વારા કરાયો હતો.