શા માટે ચપ્પલ કે શૂઝ પહેરીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે ? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો
આજકાલ ઘણી વખત લોકો હોટલોમાં કે કેન્ટિનમાં સમયની અછત કે આદતના કારણે ચપ્પલ કે જૂતાં પહેરીને જમવા બેસી જાય છે, પરંતુ આ પરંપરા મુજબ યોગ્ય માનવામાં આવતું નથી. ચાલો જાણીએ તેના પાછળનાં વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો.

ભારતીય સંસ્કૃતિમાં ભોજનને માત્ર શરીર માટેની જરૂરિયાત તરીકે નહીં પરંતુ એક પવિત્ર ક્રિયા તરીકે માનવામાં આવે છે. આપણા ઘરોમાં ભોજન બનાવવાનું સ્થાન ‘રસોઈ’ એ અન્નપૂર્ણા માતાનું સ્થાન ગણાય છે. તેથી અહીં શુદ્ધતા અને સન્માનનું વિશેષ મહત્વ છે. આજકાલ ઘણી વખત લોકો સમયની અછત કે આદતના કારણે ચપ્પલ કે જૂતાં પહેરીને જમવા બેસી જાય છે, પરંતુ આ પરંપરા મુજબ યોગ્ય માનવામાં આવતું નથી. ચાલો જાણીએ તેના પાછળનાં વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો.

ધાર્મિક અને વાસ્તુ દૃષ્ટિએ: હિંદુ સંસ્કૃતિમાં અન્નને ‘માતા અન્નપૂર્ણા’નું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જમવાના સમયે ચપ્પલ પહેરવી એ દેવતાનું અપમાન ગણાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચપ્પલ અને જૂતાં બહારની નેગેટિવ એનર્જી સાથે ઘરમાં પ્રવેશે છે. ખાસ કરીને રસોડામાં અથવા જમવાના સ્થાને આવી નકારાત્મક ઊર્જા શાંતિ અને સમૃદ્ધિમાં અવરોધ ઉભો કરે છે.

જ્યોતિષ મુજબ જૂતાં-ચપ્પલ રાહુ અને શનિ ગ્રહ સાથે સંબંધિત છે. જો કોઈ વ્યક્તિ જમવાના સમયે ચપ્પલ પહેરે છે, તો તે ગ્રહોના નકારાત્મક પ્રભાવને આમંત્રણ આપે છે, જેના પરિણામે આર્થિક મુશ્કેલીઓ, તણાવ અને અસંતુલન આવી શકે છે.

વૈજ્ઞાનિક કારણો: ચપ્પલ અને જૂતાં દિવસભર રસ્તાની ધૂળ, ગંદકી, જીવાણુ અને બેક્ટેરિયા સાથે સંપર્કમાં રહે છે. જ્યારે આપણે તેને પહેરીને ભોજન કરીએ છીએ ત્યારે આ અશુદ્ધ કણો અને બેક્ટેરિયા ભોજનની આસપાસ ફેલાઈ શકે છે, જે આપણા આરોગ્ય માટે જોખમરૂપ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં ચેપ લાગવાની શક્યતા વધુ હોય છે. એટલા માટે ભોજન પહેલાં હાથ અને પગ ધોવા, તેમજ ચપ્પલ દૂર રાખવી સ્વચ્છતાના દૃષ્ટિકોણે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આગ અને અન્નનો સન્માન: રસોઈ એ અગ્નિ અને અન્નનું સ્થાન છે. ચપ્પલ પહેરીને ત્યાં જવું અથવા ભોજન કરવું એ અગ્નિ દેવ અને અન્નપૂર્ણા દેવીનો અપમાન માનવામાં આવે છે. તેથી જમવાના પહેલાં હાથ-પગ ધોઈને સ્વચ્છ રીતે જમીન પર બેસીને ભોજન કરવું ધાર્મિક રીતે પણ શુભ ગણાય છે.

આરામ અને સ્વાસ્થ્ય: જમીન પર પલાઠી વાળીને બેસીને ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને શરીર આરામદાયક સ્થિતિમાં રહે છે. ચપ્પલ પહેરીને બેસવાથી એ આરામ ઓછો થાય છે, જે પાચન પર અસર કરે છે.

ચપ્પલ કે જૂતાં પહેરીને ભોજન ન કરવું માત્ર ધાર્મિક માન્યતા નહીં પરંતુ સ્વચ્છતા અને આરોગ્ય માટે પણ જરૂરી છે. આ પરંપરામાં વૈજ્ઞાનિકતા અને આધ્યાત્મિકતા બંને સમાયેલ છે અને એ આપણા જીવનમાં શુદ્ધતા, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે છે.
(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)
જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.
