AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટિકિટમાં ઉંમર 34 અને આધાર કાર્ડમાં 43! શું TTE લગાવી શકે છે દંડ? જાણો રેલવેના કડક નિયમો

ટ્રેન ટિકિટ બુક કરતી વખતે ઉંમરના ખાનામાં સામાન્ય ભૂલ પણ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. જો ઓળખકાર્ડ અને ટિકિટમાં દર્શાવેલી ઉંમર અલગ-અલગ હોય, તો રેલવે એક્ટ મુજબ TTE તમને વગર ટિકિટના મુસાફર ગણી દંડ ફટકારી શકે છે? જાણો નિયમો અને બચવાના ઉપાયો.

ટિકિટમાં ઉંમર 34 અને આધાર કાર્ડમાં 43! શું TTE લગાવી શકે છે દંડ? જાણો રેલવેના કડક નિયમો
| Updated on: Sep 20, 2026 | 5:53 PM
Share

સામાન્ય રીતે લોકો જ્યારે ટ્રેન ટિકિટ બુક કરાવે છે ત્યારે ટ્રેનની વિગતો અને પોતાના નામની વિગતો ખૂબ ધ્યાનથી તપાસી લેતા હોય છે, પરંતુ ઉંમર (Age) ના ખાનાને બહુ ગંભીરતાથી લેતા નથી અને બેદરકારીથી ભરી દે છે. આ સામાન્ય ભૂલ મુસાફરી દરમિયાન મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. ઘણી વખત ઉંમરના આંકડા આગળ-પાછળ થઈ જાય છે. જોકે ટ્રેનમાં મોટાભાગે TTE આ બાબત પર વધુ ધ્યાન આપતા નથી, પરંતુ રેલવેના નિયમ પુસ્તક (Rule Book) અનુસાર મુસાફર પર કાયદેસરનો દંડ થઈ શકે છે.

શું છે રેલવેનો સત્તાવાર નિયમ?

રેલવેના નિયમો મુજબ તમારી ટિકિટમાં જે ઉંમર નોંધાયેલી છે, તે જ ઉંમર તમારા અસલ ઓળખ દસ્તાવેજ (ID Card) માં પણ હોવી ફરજિયાત છે. રેલવે તંત્ર મુસાફરોને સલાહ આપે છે કે ટિકિટ બુક થયા બાદ તેની તમામ વિગતો યોગ્ય રીતે ચકાસી લેવી. જો કોઈ પણ પ્રકારની ભૂલ કે વિસંગતતા (Mismatch) જણાય, તો ટ્રેનનું ચાર્ટ તૈયાર થાય અને મુસાફરી શરૂ થાય તે પહેલાં નજીકના PRS (પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ) કાઉન્ટર પર જઈને તેને સુધારી લેવી જોઈએ.

જો કોઈ મુસાફર આવું ન કરે અને તેના અસલ ઓળખ દસ્તાવેજ તથા ટિકિટ વચ્ચેની વિગતો મેળ ન ખાય, તો રેલવે અધિનિયમ, 1989 ની કલમ 138 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ નિયમ હેઠળ મુસાફરને ‘માન્ય ટિકિટ વિનાનો’ (Without Valid Ticket) ગણવામાં આવે છે અને તેની પાસેથી નિયમાનુસાર પેનલ્ટી વસૂલવામાં આવી શકે છે.

ભૂલથી ઉંમર 1 લખાઈ જતાં ₹7,000 નો દંડ થયો હતો

આવો જ એક ચકચારી કિસ્સો થોડા સમય પહેલાં સામે આવ્યો હતો. તે કેસમાં એક મુસાફરે ટિકિટ બુક કરતી વખતે ભૂલથી પોતાની ઉંમર માત્ર 1 વર્ષ લખી દીધી હતી. મુસાફરી દરમિયાન ચેકિંગ વખતે TTE દ્વારા કડક કાર્યવાહી કરીને તે મુસાફર પર ₹7,035 નો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યારે રેલવેમાં આ અંગે ફરિયાદ કરવામાં આવી, ત્યારે રેલવે વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી હતી કે આ કાર્યવાહીમાં TTE નો કોઈ વાંક નથી અને નિયમો હેઠળ મુસાફર સામે કાયદેસર કાર્યવાહી થઈ શકે છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે જો કોઈ મુસાફર ઉંમરમાં જાણીજોઈને ફેરફાર કરી કોઈ કન્સેશન કે છૂટછાટનો દુરુપયોગ કરે તો જ કાર્યવાહી થાય છે—જેમ કે પહેલાં લોકો ઉંમર વધારીને સિનિયર સિટીઝન ક્વોટાનો લાભ લેતા હતા અથવા ઉંમર ઓછી બતાવીને બાળકોની ટિકિટનો ફાયદો ઉઠાવતા હતા. પરંતુ નિયમો મુજબ કોઈપણ સામાન્ય ક્લેરિકલ ભૂલ પણ મુસાફર માટે દંડનું કારણ બની શકે છે.

ભારે પવન, વરસાદ અને કરા વચ્ચે છત પરની સોલાર પેનલ કેવી રીતે સુરક્ષિત રાખશો? નિષ્ણાતની આ ટિપ્સથી ટળશે મોટું નુકસાન

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">